Som Pradosh Vrat 2022: આજે સોમવાર અને પ્રદોષનો ખાસ સંયોગ, શિવજીને અર્પિત કરો આ વસ્તુઓ મળશે બમણું ફળ
Som Pradosh Vrat 2022: આજે સોમવાર અને પ્રદોષનો ખાસ સંયોગ, શિવજીને અર્પિત કરો આ વસ્તુઓ મળશે બમણું ફળ
સોમ પ્રદોષ
Som Pradosh Vrat 2022: આજે સોમવારે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે આજનાં દિવસે શિવજીને સમર્પિત પ્રદોષ વ્રત પણ છે. આજે પૂજા અને ઉપવાસ કરવાથી બમણું ફળ મળે છે.
Som Pradosh Vrat Puja: હિંદુ ધર્મમાં સોમવાર અને પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે સોમવારે ખૂબ જ વિશેષ સંયોગો બની રહ્યા છે. સાવનના પહેલા સોમવારે જ્યાં ખૂબ જ શુભ માનવામાં આવતા શિવ યોગની રચના થઈ હતી,આજે, 25 જુલાઈ 2022, સોમવારે પ્રદોષ વ્રતને કારણે આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. સોમવારે પડતો પ્રદોષ સોમ પ્રદોષ વ્રત કહેવાય છે.
સોમવારે પ્રદોષની પૂજાથી મળશે બમણું ફળ
સોમવારના દિવસે પ્રદોષ હોવાથી ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાથી બમણું ફળ મળે છે. આજે પણ પ્રદોષના વ્રતના કારણે ભક્તોને એક જ પૂજા અને ઉપવાસથી બે ઉપવાસ-પૂજાનું ફળ મળશે. તેથી આજે પૂર્ણ વિધિથી પૂજા કરો અને ઓછામાં ઓછી કેટલીક વિશેષ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવી જ જોઈએ. આમ કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જશે અને સુખની વર્ષા થશે.
આજે શિવલિંગ પર આ ખાસ વસ્તુઓ ચઢાવો
જો કે મહાદેવ માટે કહેવામાં આવે છે કે ભોળેનાથ તો ભક્તિ ભાવથી ચઢાવવામાં આવેલા સૂકા પાન અને જળ માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ સોમ પ્રદોષનાં દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ ચઢાવવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી શિવલિંગના જળાભિષેકની સાથે દૂધ, દહીં, ઘી, મધ, ચોખા, સફેદ આકના ફૂલ, સફેદ ચંદન અને સાકર ચઢાવો. આમ કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર