Somvati Amavasya 2020: પિતૃ દોષથી મુક્ત થવા માટે અમાવસ્યા પર કરો આ કામ

પ્રતિકાત્મક તસવીર

Somvati Amavasya 2020: અમાવસ્યા પર પિતૃ દોષ મુક્તિ માટે પૂજા કરાય છે. જાણો આ વિષે વધુ.

  • Share this:
    Somvati Amavasya 2020: સોમવતી અમાવસ્યા આજે છે. હિંદુ ધર્મમાં અમાવસ્યાના દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ જે લોકો પિતૃ દોષથી પીડિત હોય છે તેમના માંગલિક કાર્યોમાં બાધા આવે છે. અને આ કાર્ય થતા થતા અટકી જાય છે. આજ કારણે અમાવસ્યાના દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે.

    સોમવતી અમાવસ્યા આજે છે. ત્યારે આજે પિતૃઓને તર્પણ જરૂરથી આપજો. પિતૃઓને તર્પણ આપવાથી તેમની આત્માને સંતુષ્ટી મળે છે. અને તેમની આત્મા મુક્ત થાય છે. પિતૃઓને તર્પણ આપતી વખતે 'ॐ पितृभ्यो नमः' મંત્રનો જાપ કરવામાં આવે છે.

    સોમવતી અમાવસ્યાના દિવસે તમે પણ કરી શકો છો આ ઉપાય.
    1. સોમવતી અમાવસ્યા પર સૂર્ય દેવને અર્ધ્ય આપ્યા પછી પિતૃ દોષથી મુક્ત માટે તર્પણ અપાય છે. જેથી પિતૃ દોષ શાંત થાય છે. અને આ પરિસ્થિતિમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો આ રિસ્ક મોંઘુ પડી શકે છે.

    વધુ વાંચો : શું તમે ઇન્ડિયન ઓઇલના 'છોટૂ'ને જાણો છો?આ રીતે તમને મળશે 'છોટૂ'

    સોમવતી અમાવસ્યા પર તમે જરૂરિયાતમંદ લોકોને દાન દક્ષિણા આપી શકો છો. માન્યતા છે તે દાન આપવાથી પાપ ઓછું થાય છે પુષ્ણનું ફળ મળે છે.
    સનાતન ધર્મમાં પીપળાને પૂજનીય કહેવાય છે. અને સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનો રિવાજ છે. આ સિવાય તમે કેળા, તુલસી અને નીબુના રોપણ પણ કરી શકો છો.

    Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આમ કરવા પહેલા જાણકારની સલાહ લેવી જરૂરી છે.
    Published by:Chaitali Shukla
    First published: