Home /News /dharm-bhakti /Religious: દર સોમવારે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા કરો આટલી વિધિ, પ્રાપ્ત થશે મહાદેવની કૃપા

Religious: દર સોમવારે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા કરો આટલી વિધિ, પ્રાપ્ત થશે મહાદેવની કૃપા

શિવજીને પ્રસન્ન કરવાં કરો આ કામ

Shiv Krupa: વિધિ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જીવનની મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય અને પ્રગતિનો માર્ગ ખુલવા લાગે તે માટે અહીં ભગવાન શિવની ખાસ પૂજા-વિધિની જાણકારી આપવામાં આવી છે.

હિંદુ ધર્મ (Religion)માં દરેક તિથિનું ખાસ મહત્વ છે અને દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે. સોમવાર મહાદેવ (Mahadev)ને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ કેટલાક લોકો ઉપવાસ (Fast) પણ રાખે છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થતા હોવાની અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની ધાર્મિક માન્યતા છે.

સોમવારે ઉપવાસ કરવાથી જાતકોની તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થાય છે. આ ઉપરાંત સોમવારે કેટલીક પૂજા-વિધિ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જીવનની મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય અને પ્રગતિનો માર્ગ ખુલવા લાગે તે માટે અહીં ભગવાન શિવની ખાસ પૂજા-વિધિની જાણકારી આપવામાં આવી છે.

આર્થિક તંગી દૂર કરવા-  ઘરમાં પૈસાની સતત તંગી રહેતી હોય કે પૈસા ટકતા ન હોય તો સોમવારે શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ ચઢાવો. આ સાથે જ સોમવારે રૂદ્રાક્ષની માળાથી લગભગ 108 વાર ऊँ सोमेश्वराय नमः નો જાપ કરો. આ વિધિ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને પ્રગતિના માર્ગ ખુલવા લાગે છે.

લગ્ન જીવનમાં મધુરતા લાવવાની વિધિ- લગ્ન જીવનમાં મુશ્કેલી આવી રહી હોય કે લગ્નમાં અડચણ આવી રહી હોય તો સોમવારે સવારે શિવજીના મંદિરમાં ગૌરી-શંકર રુદ્રાક્ષ ચઢાવો. આમ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા આવે છે.

પિતૃ દોષ દૂર કરવાની વિધિ- સોમવારે સાંજે કાચા ચોખામાં કાળા તલ મિશ્ર કરી તેનું દાન કરવું જોઈએ. આવું કરવાથી પિતૃદોષની અસર ઓછી થઈ જતી હોવાનું કહેવાય છે. તેનાથી આર્થિક તંગી પણ દૂર થાય છે.

કુંડળીમાંથી ગ્રહ દોષ દૂર કરવા- કુંડળીમાં અમુક પ્રકારના ગ્રહ દોષ હોય તેવી સ્થિતિમાં સોમવારે શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવો. સતત સાત સોમવાર સુધી શિવલિંગ પર દૂધ ચઢાવવાથી ગ્રહ દોષ દૂર થઈ શકે છે

નજર દોષ દૂર કરવા-  તમારી કે પરિવારના કોઈ સભ્ય પર નજર દોષ હોય ત્યારે રવિવારે રાત્રે માથા નજીક 1 ગ્લાસ દૂધ રાખી સૂઈ જાઓ. બીજા દિવસે સવારે એટલે કે સોમવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને દૂધને બાવળના ઝાડના મૂળમાં રેડી દો. આવું કરવાથી નજર દોષ દૂર થાય છે.

ચંદ્ર દોષની અસરને ઘટાડવા-  સોમવારે સફેદ વસ્ત્ર ધારણ કરી શિવજીની પૂજા કરવી જોઈએ. આ સાથે જ કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ. આવું કરવાથી જાતકની કુંડળીમાં ચંદ્ર દોષની અસર ઓછી થતી હોવાનું કહેવાય છે.
First published:

Tags: Religion, Religious, Shiva, ધર્મ, ધાર્મિક, હિન્દુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો