Good News: હવે ભાવિકો વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સ્વહસ્તે ધ્વજારોહણ કરી શકશે

સોમનાથ મંદિરની ફાઈલ તસવીર

somnath news: આગામી 20થી 25 દિવસોમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એક યાંત્રિક સિસ્ટમ કાર્યરત થવા જઈ રહી છે. આ યાંત્રિક સીસ્ટમ એવી છે કે, સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવભક્તો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા સ્વહસ્તે ચડાવી શકશે.

 • Share this:
  પંકજ શર્મા, અમદાવાદ: ગુજરાતમાં (Gujarat news) આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ (The world famous first Jyotirlinga) એવા સોમનાથ મહાદેવ મંદિરે (Somnath Mahadev Temple) શિવભક્તો સ્વહસ્તે ધ્વજા રોહણ કરી શકશે. આગામી 20થી 25 દિવસોમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એક યાંત્રિક સિસ્ટમ કાર્યરત થવા જઈ રહી છે. આ યાંત્રિક સીસ્ટમ એવી છે કે, સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવભક્તો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા સ્વહસ્તે ચડાવી શકશે.

  ન્યુઝ18 ગુજરાતી સાથે વર્ચ્યુઅલ લાઈવ સંવાદમાં જોડાયેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ યાંત્રિક સીસ્ટમથી ચડનારી ધ્વજા શિવભક્તો જાતે જ શિખર સુધી ચડાવી શકશે અને ત્યાંથી શિખર પરથી આગળની ફરકી રહેલ ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે.

  વિજયસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યુ હતુ કે શ્રદ્ધાળુઓ ધ્વજાપૂજા લખાવી શકશે. અને સ્વહસ્તે ધ્વજારોહણનો લહાવો લઈ શકશે. આ યાંત્રિક સિસ્ટમથી ચઢનારી ધજા ભાવિકો ખુદ જાતે જ શિખર સુધી રવાના કરશે અને ત્યાંથી આગલી ધજા ફરી મંદિર પરિસરમાં આવશે. સમગ્ર પ્રોજેકટમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ પણ સહયોગ આપી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ અંગે સોમનાથ મંદિર ખાતે સર્વે પણ થઈ ચૂકયો છે. અને સિસ્ટમ અંગેની કાર્યવાહી જે ગતિથી ચાલી રહી છે તે જોતા આગામી 20-25 દિવસમાં આ સુવિધા મળતી થશે એવુ લાગે છે..આ પ્રકારની ધજારોહણ સિસ્ટમ ખોડલધામ ખાતે કાર્યરત છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  મહત્વનુ છે કે છેલ્લા 70 વર્ષથી સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવાનું કાર્ય ટ્રસ્ટના કર્મચારી સીડીની નિયત વ્યવસ્થા મુજબ કરી રહ્યાં છે. અત્યાર સુધી સોમનાથ મંદિર ખાતે ભાવિકો ધ્વજાપૂજા લખાવે એટલે તેના નિયત દિવસ અને સમયે મંદિર પરિસરમાં ભાવિક સહપરિવાર ધ્વજપૂજા કરતાં અને તે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા ઉપર જાય છે.

  આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

  હાલમાં કોરોનાકાળને પગલે હાલમાં ભાવિક ભક્તો સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. એન્ટ્રી ગેટથી જ ટેમ્પરેચર ચેક, માસ્કનું ચેકિંગ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.


  હાલમાં ધજાપૂજા કે અન્ય પૂજા માટે પરિવાના સભ્યો પણ જોડાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પરિવારના પાંચ સભ્યોની મર્યાદામાં પૂજા કરવાની છૂટ આપીએ છીએ. શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે સરકાર જે નિર્ણય લેશે તે પ્રમાણે અને ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જાણવા મળેલ છે.
  Published by:ankit patel
  First published: