Home /News /dharm-bhakti /

સોમનાથ મહાદેવ અને અંબાજી મંદિરમાં ચંદ્રગહણની અસર

સોમનાથ મહાદેવ અને અંબાજી મંદિરમાં ચંદ્રગહણની અસર

મંદિર ને થશે ચંદ્ર ગ્રહણ ની અસર, 31 જાન્યુઆરી એ છે ચંદ્ર ગ્રહ ગ્રહણ...

મંદિર ને થશે ચંદ્ર ગ્રહણ ની અસર, 31 જાન્યુઆરી એ છે ચંદ્ર ગ્રહ ગ્રહણ...

    દેશના પ્રથમ જ્યોતિલિંગ ​​સોમનાથ મહાદેવ મંદિર ને થશે ચંદ્ર ગ્રહણ ની અસર, 31 જાન્યુઆરી એ છે ચંદ્ર ગ્રહ ગ્રહણ, સોમનાથ મહાદેવ મંદિરમાં મઘ્યાહન અને સંઘ્યા આરતી થશે નહી. રાત્રે 9-30 વાગ્યે થશે પૂજા આરતી.

    ૩૧ મહાસુદ પુનમ બુઘવાર ના રોજ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ નો યોગ બનશે. ત્યારે ચંદ્ર ને જયાં મોક્ષ મળેલ તેવા પ્રભાસતીર્થ ના સોમનાથ મહાદેવ મંદીર ને થશે ચંદ્ર ગ્રહણ ની અસર.

    સોમનાથ મંદીરના મુખ્ય પુજારી ઘનંજય દવે ના જણાવ્યા મુજબ ચંદ્રગ્રહણ એટલે સુર્ય ચંદ્ર અને પૃથ્વી એક ઘરી પર આવે છે તે ખગોળીય ઘટના ને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે આ ઘટના ને ઘાર્મીક રીતે પાળવાની હોય છે જેથી ચંદ્ર ગ્રહણ સવારે ૭:૨૫ થી રાત્રી ના ૮:૧૫ વાગ્યા સુઘી રહેશે જેને કારણે સોમનાથ મહાદેવ ની પ્રાત: આરતી બાદ તમામ પુજા પાઠ બંઘ રહેશે. તેમજ મઘ્યાહન અને સંઘ્યા આરતી નહી થાય અને રાત્રીના ૯:૩૦ વાગ્યે મહાદેવ ની આરતી પુજાપાઠ યોજાશે.

    બીજાબાજુ, 31મી જાન્યુઆરીના રોજ યાત્રા ધામ અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 31મી જાન્યુઆરીના રોજ મહાસુદ પુનમના રોજ ચંદ્ર ગ્રહણ છે. જેના કારણે મંદિરમાં પુજા-અર્ચના પર ગ્રહણનું વેધ લાગતો હોવાથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. તો કેટલોક સમય દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. સવારે 7.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણના દિવસે 6 કલાકે થશે. જ્યારે બપોરે ધરાવાતો રાજભોગ પણ સવારે 7.30 કલાકે ધરાવાશે અને ચ્યાર બાદ સવારે 8 કલાકેથી 5 વાગ્યા સુધી જાણીમાંથી દર્શન ચાલુ રહેશે. તો 5 વાગ્યા બાદ અંબાજી મંદિર બંધ રહેશે, અને બીજા દિવસે 1 ફેબ્રુઆરીએ રાબેતા મુજબ દર્શન અને આરતી થશે.

    આગામી 31મી જાન્યુઆરી નાં મહાસુદ પુનમ નાં રોજ ચંદ્ર ગ્રહણ હોવાથી ધાર્મીક વિધિ ને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર નાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અને અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે કેટલોક સમય બંધ પણ રહેનાર છે. સવારે 07.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 06.00 કલાકે કરાશે, જ્યારે બપોરે ધરાવાતો રાજભોગ પણ સવારે 07.30 કલાકે ધરાવાશે અને ત્યાર બાદ સવારે 08.00 કલાક થી અંબાજી મંદિર બંધ રહેશે અને સવાર નાં 08.00 કલાકથી સાંજ નાં 05.00 કલાક સુધી માત્ર જાળીમાંથી જ દર્શન કરી શકાશે અને સાંજનાં 05.00 વાગ્યા પછી મંદિર દર્શનાર્થીઓ માટે સદતંર બંધ રહેશે અને બીજા દિવસે એટલેકે 1 ફેબ્રુઆરી એ દર્શન આરતી રાબેતા મુજબ કરાશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Chandragahan, Impact, Somnath Mahadev temple, અંબાજી મંદિર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन