Home /News /dharm-bhakti /Som Pradosh Vrat 2022: ક્યારે છે ડિસેમ્બર માસનું પહેલું સોમ પ્રદોષ વ્રત? જાણો પૂજા વિધિ અને મુહૂર્ત
Som Pradosh Vrat 2022: ક્યારે છે ડિસેમ્બર માસનું પહેલું સોમ પ્રદોષ વ્રત? જાણો પૂજા વિધિ અને મુહૂર્ત
સોમ પ્રદોષ વ્રત
Som Pradosh Vrat 2022 Date: પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ પણ વ્યક્તિ સાચા હ્ર્દયથી પ્રદોષ વ્રત કરે છે, ભગવાન શિવ એ વ્યક્તિની તમામ મનોકામના પુરી કરે છે. સાથે જ એમના દુઃખો અને પાપો પણ હરિ લે છે. આવો જાણીએ કે સોમ પ્રદોષ વ્રતની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત.
Som Pradosh Vrat 2022 Date: પ્રદોષ વ્રતને તેરસના વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વ્રત મહિનામાં બે વાર આવે છે. આ વખતે સોમ પ્રદોષ વ્રત માગસર માસના શુક્લ પક્ષની ત્રયોદશી પર મનાવવામાં આવશે. આ વખતે સોમ પ્રદોષ વ્રત 05 ડિસેમ્બર 2022ના રોજ મનાવવામાં આવશે. માન્યતાઓ અનુસાર આ વ્રત સારા સ્વાસ્થ્ય માટે રાખવામાં આવે છે. સોમવારે પ્રદોષ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેથી જ તેને સોમ પ્રદોષમ અથવા ચંદ્ર પ્રદોષમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સોમ પ્રદોષ વ્રતનું મહત્વ
હિંદુ ધર્મમાં પ્રદોષ વ્રતને વિશેષ વ્રતમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે સાચી ભક્તિ સાથે ઉપવાસ કરે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તેને તમામ અવરોધો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને તેને મૃત્યુ પછી મોક્ષ પણ મળે છે.
સોમ પ્રદોષ વ્રતનો શુભ સમય
હિંદુ પંચાંગ અનુસાર આ વખતે સોમ પ્રદોષ વ્રત માગશર માસના શુક્લ પક્ષની ત્રયોદશી પર મનાવવામાં આવશે. સોમ પ્રદોષ વ્રતનો શુભ સમય 05 ડિસેમ્બર 2022ના રોજ સવારે 05.57 કલાકે શરૂ થશે અને 06 ડિસેમ્બર 2022ના રોજ સવારે 06.47 કલાકે સમાપ્ત થશે.
સોમ પ્રદોષ વ્રત પૂજા પદ્ધતિ
પ્રદોષ વ્રતના દિવસે સવારે સૂર્યોદય પહેલા વહેલા ઉઠવું જોઈએ. સ્નાન કર્યા પછી, પૂજા સ્થાનને સાફ કરો. આ દિવસની પૂજામાં બેલ પત્ર, અક્ષત, ધૂપ, ગંગા જલ વગેરે જરૂર સામેલ કરો. આ બધી વસ્તુઓથી ભગવાન શિવની પૂજા કરો. આ દિવસ નિર્જલા રાખવું જોઈએ. આ રીતે, આખો દિવસ ઉપવાસ કર્યા પછી, સૂર્યાસ્તના થોડા સમય પહેલા એટલે કે સાંજે ફરીથી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજા સ્થળને ફરીથી શુદ્ધ કરો. આ પછી ભગવાન શિવના 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરતી વખતે ભગવાન શિવને જળ ચઢાવો. આ સાથે, તમે જે દિવસે પ્રદોષ વ્રતનું પાલન કરી રહ્યા છો તે દિવસે સંબંધિત પ્રદોષ વ્રત કથા વાંચો અને સાંભળો.
સોમ પ્રદોષ વ્રતના દિવસે શું કરવું અને શું ન કરવું
1. ઘર અને ઘરના મંદિરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો. 2. સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ભગવાન શિવના પરિવારની પૂજા કરો. 3. ઉપવાસની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના ખોટા વિચારોને તમારા મનમાં પ્રવેશવા ન દો. 4. તમારા શિક્ષક અને પિતા સાથે આદરપૂર્વક વાત કરો. 5. ઉપવાસની તમામ વિધિઓમાં સ્વયંને ભગવાન શિવને સમર્પિત કરો. 6. ઘરમાં શક્ય હોય તો ડુંગળી, લસણ જેવા તામસિક ખોરાકનો ઉપયોગ ન કરો. 7. ઘરના લોકોએ આ દિવસે કલેશ અને વિપત્તિથી બચવું જોઈએ.
જે લોકોને તેમની સરકારી નોકરીમાં મુશ્કેલી આવી રહી છે તેઓએ સોમ પ્રદોષની સાંજે પાણીમાં કાચું દૂધ મિક્સ કરીને ભગવાન શિવલિંગનું સ્નાન કરવું જોઈએ અને શુદ્ધ ચંદનનું અત્તર ચઢાવવું જોઈએ. દેશી ઘીનો દીવો પણ પ્રગટાવો. નમસ્કાર કરીને પ્રાર્થના કરવાની ખાતરી કરો. આ સાથે જ સરકારી નોકરીઓની ચિંતાઓ જલ્દી ખતમ થઈ જશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર