Home /News /dharm-bhakti /

Surya Grahan 2022: સૌથી મોટા તહેવારની રાતથી જ લાગી જશે સૂર્ય ગ્રહણ, શું અસર થશે?

Surya Grahan 2022: સૌથી મોટા તહેવારની રાતથી જ લાગી જશે સૂર્ય ગ્રહણ, શું અસર થશે?

આ વર્ષના મોટા તહેવારને લાગશે ગ્રહણ.

વર્ષ 2022માં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ એમ કુલ 4 ગ્રહણ થશે. જેમાંથી 2 ગ્રહણ થઈ ચૂક્યા છે. વર્ષ 2022નું ત્રીજું ગ્રહણ અને બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના રોજ થશે. આ દિવસે જ દિવાળી પણ છે. જેથી તેની અસર દિવાળીની મહાનિશિથકાળની પૂજા દરમિયાન થશે.

વધુ જુઓ ...
    Surya Grahan on Diwali 2022 Date Time: વર્ષ 2022માં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ એમ કુલ 4 ગ્રહણ થશે. જેમાંથી 2 ગ્રહણ થઈ ચૂક્યા છે. વર્ષ 2022નું ત્રીજું ગ્રહણ અને બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના રોજ થશે. આ ગ્રહણ 25 ઓક્ટોબરના રોજ થશે. આ ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. સંયોગથી ગ્રહણના એક દિવસ પહેલા દિવાળીનો તહેવાર ઊજવવામાં આવશે. દિવાળીની રાતથી ગ્રહણ શરૂ થઈ જશે. આ કારણોસર સૂર્યગ્રહણના કારણે દિવાળીની પૂજા પાઠ પર પણ અસર થશે.

    દિવાળીના દિવસે સૂર્યગ્રહણની અસર રહેશે

    આસો મહિનાની અમાસના દિવસે દિવાળી ઊજવવામાં આવે છે. સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય છે. આ વર્ષે 24 ઓક્ટોબરના રોજ દિવાળી ઊજવવામાં આવશે અને તે જ રાત્રિથી સૂર્યગ્રહણનો સૂતક કાળ શરૂ થઈ જશે. આવો સંયોગ દુર્લભરૂપે જ બને છે, કે દિવાળીની રાત્રે સૂર્યગ્રહણની અસર રહેશે. સૂર્યગ્રહણના મોક્ષના સમયે સૂર્યાસ્ત થઈ જવાથી તે ભારતમાં જોવા નહીં મળે, પરંતુ તેની અસર જરૂરથી રહેશે.

    Janmashtami: જન્માષ્ટમીના દિવસે આ પાંચ વસ્તુની કરો ખરીદી, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિ

    દિવાળીની રાતથી સૂતક લાગી જશે

    25 ઓક્ટોબરે બપોરે 02:29 વાગ્યાથી 3 કલાક સુધી સૂર્યગ્રહણ રહેશે. સૂર્યગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા એટલે કે, 24 ઓક્ટોબરની રાત્રે અઢી વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થઈ જશે. આ કારણોસર દિવાળીની પૂજા થશે, પરંતુ આ વર્ષે દિવાળીની રાત્રે મહાનિશીથ કાળમાં સાધના કરવાનો સમય ઓછો મળશે. આ વર્ષે દિવાળીએ મહાનિશીથ કાળનો સમય 24 ઓક્ટોબરે રાત્રે 10:55 વાગ્યાથી 01:53 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન માતા લક્ષ્મીની સાધના અને મંત્ર જાપ કરવો તે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

    આ સૂર્યગ્રહણ (Surya Grahan) યુરોપ, ઉત્તર આફ્રિકા, પશ્ચિમ એશિયા, ઉત્તર એટલાન્ટિક મહાસાગર, ઉત્તર હિન્દ મહાસાગરમાં જોવા મળશે. જ્યારે ચંદ્ર ધરતી અને સૂર્ય વચ્ચે આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ચંદ્રનો પડછાયો ધરતી પર પડે છે અને સૂર્યનો અમુક ભાગ કે સમગ્ર સૂર્ય ઢંકાઈ જાય છે. જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દે છે ત્યારે સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચી શકતા નથી.

    માન્યતા અનુસાર ગ્રહણ સમયે કંઈપણ ખાવું જોઈએ નહીં. ખૂબ જ શારીરિક પીડા થતી હોય તો જ ખાવું જોઈએ. આ સિવાય ઘરના ખાદ્યપદાર્થોમાં દૂધ વગેરે પણ હોવું જોઈએ.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Diwali festival, India Solar Eclipse, Solar Eclipse 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन