Home /News /dharm-bhakti /2023માં સૌથી પહેલા થશે ગ્રહણ? આ રાશિઓ પર હજુ થઈ રહી છે ચંદ્રગ્રહણની અસર

2023માં સૌથી પહેલા થશે ગ્રહણ? આ રાશિઓ પર હજુ થઈ રહી છે ચંદ્રગ્રહણની અસર

2023માં સૌથી પહેલા થશે સૂર્ય ગ્રહણ?

Solar Eclipse 2023: ગ્રહણનો તમામ 12 રાશીઓ પર પ્રભાવ પડે છે. કેટલીક રાશિઓ પર ગ્રહણની શુભ અને કેટલીક રાશિએ પર અશુભ અસર થાય છે. જ્યોતિષ આચાર્યનું માનવામાં આવે તો એક મહિના સુધી ગ્રહણની અસર રહે છે.

    Grahan 2022 Effect on Kumbh Rashi: ગ્રહણ ધાર્મિક અને ખગોળીય દૃષ્ટિકોણથી હંમેશા વિશેષ રહ્યું છે. વર્ષ 2022નું છેલ્લુ ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, મંગળવારના રોજ થયું હતું. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણ (Chandra Grahan)અને સૂર્યગ્રહણની ઘટનાને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં સૌથી પહેલા દેખાયું હતું. ગ્રહણનો તમામ 12 રાશીઓ પર પ્રભાવ પડે છે. કેટલીક રાશિઓ પર ગ્રહણની શુભ અને કેટલીક રાશિએ પર અશુભ અસર થાય છે. જ્યોતિષ આચાર્યનું માનવામાં આવે તો એક મહિના સુધી ગ્રહણની અસર રહે છે. વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણની કુંભ રાશિ પર શું અસર થશે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    કુંભ રાશિ પર ગ્રહણની અસર

    વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કુંભ રાશિની વ્યક્તિઓના જીવનમાં ઉન્નતિ લાવશે. શનિ ગ્રહના સ્વામિત્ત્વવાળી કુંભ રાશિની વ્યક્તિઓને જીવનના તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. જે લોકો રોજગારી શોધી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. ગ્રહણની અસરથી કુંભ રાશિની વ્યક્તિઓને તેમનું નસીબ સંપૂર્ણપણે સાથ આપશે અને વેપારીઓને ફાયદો થશે. આર્થિક મામલે લાભ થશે, અટકેલું ધન પરત મળવાની સંભાવના જોવા મળી રહી છે. તમે તમારા બધા કામ સમયસર પૂરા કરી શકશો, પરંતુ તે બધા પડકારજનક સાબિત થઈ શકે છે. તમારા ભાઈ-બહેનો સિવાય તમે પરિવારના તમામ સભ્યોના સાથનો આનંદ માણશો. આરોગ્યની દ્રષ્ટિએ શ્વસન સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપો.

    વર્ષ 2023નું પહેલું ગ્રહણ ક્યારે થશે?

    હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2023નું પહેલું ગ્રહણ સૂર્યગ્રહણ હશે. આ સૂર્યગ્રહણ 20 એપ્રિલ, 2023ના રોજ ગુરુવારે થશે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ કારણોસર તેનો સૂતક કાળ માન્ય રાખવામાં નહીં આવે. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં લાગશે.

    આ પણ વાંચો: કલાકારની કમાલ, રામ રામ લખીને બનાવ્યું સ્કેચ પેઇન્ટિંગ, જોઈને જ થઈ જશો ભાવવિભોર

    વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ કેટલા વાગ્યે થશે?

    વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ સવારે 7:04 વાગ્યે થશે અને બપોરે 12:29 વાગ્યા સુધી રહેશે.



    ગત મહિને 25 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થયું હતું અને 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ થયું હતું. સૂર્યગ્રહણ શાસન અને સરકાર સાથે સંબંધિત છે, જ્યારે ચંદ્રગ્રહણ મન સાથે સંબંધિત છે. સૂર્યગ્રહણને કારણે સત્તા પરિવર્તન, રાષ્ટ્રોના વડાઓને નુકસાન થાય છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Astro, Astrolgoy, Dharma, જ્યોતિષ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन