આજે એટલે કે 10 જૂને વર્ષ 2021નું પહેલું સૂર્ય ગ્રહણ થયું છે. આ સૂર્ય ગ્રહણ સંપૂર્ણ ગ્રહણ હતું, જેને આપણે રિંગ ઓફ ફાયર પણ કહીએ છીએ. વૈદિક જ્યોતિષની સાથે ખગોળ વિજ્ઞાનમાં પણ સૂર્ય ગ્રહણને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. જેથી ઘણા વિશેષકો અનુસાર ગ્રહણની ઘટના દરમિયાન વાતાવરણમાં સૌથી વધુ નકારાત્મકતા છવાઇ જાય છે અને તેની અસર તમામ જીવ જંતુઓ પર પણ પડે છે. તેવામાં અમે તમને આજે જણાવશું કે તમામ 12 રાશિના જાતકોને આ ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચવા માટે ક્યા-ક્યા ઉપાયો કરવા જોઇએ.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય દેવનો મંત્ર ઓમ અચિંતાય નમ:નો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિમાં જ સૂર્ય ગ્રહણ લાગશે, તેથી તમારે ખાસ કરીને આ દરમિયાન સૂર્ય દેવના મંત્ર ઓમ અરુણાય નમ:નો જાપ કરવા અને સૂર્ય ચાલીસાનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો આ સૂર્ય ગ્રહણ દરમિયાન જો ઓમ આદિ-ભૂતાય નમ: મંત્રનો જાપ કરે છે તો તેઓ પોતાને આ ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચાવી શકે છે.
કર્ક રાશિના જાતકોને આ સૂર્ય ગ્રહણ દરમિયાન ખાસ કરીને ઓમ વસુપ્રદાય નમ: મંત્રનો જાપ કરવાની અને મહાદેવની આરાધના કરવાની સલાહ અપાય છે.
સિંહ રાશિ
જેમ કે સૂર્ય દેવ તમારી જ રાશિના સ્વામી હોય છે તે માટે તમારે ઓમ ભાનવે નમ: મંત્રનો જાપ કરતા આદિત્ય હ્યદય સ્ત્રોતનો પાઠ કરવો જોઇએ.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે ગ્રહણ દરમિયાન ઓમ ભાનવે નમ: મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે.
તુલા રાશિ
તમારે ખાસ કરીને આ ગ્રહણ દરમિયાન સૂર્ય દેવના મંત્ર ઓમ ઇન્દ્રાય નમ:નો જાપ કરવો વધુ અનુકૂળ રહેશે.
વૃશ્વિક રાશિ
વૃશ્વિક રાશિના જાતકો માટે ઓમ આદિત્યાય નમ: મંત્રનો જાપ કરવો વધુ યોગ્ય રહેશે.
ધન રાશિ
ધન રાશિના જાતકોને આ ગ્રહણ દરમિયાન સૂર્ય દેવની આરાધના કરતા ઓમ શર્વાય નમ: મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી તેમને ઉત્તમ ફળ મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો ગ્રહણ દરમિયાન સૂર્ય દેવના મંત્ર ઓમ સહસ્ત્ર કિરણાય નમ:નો જાપ કરી અને ગ્રહણ ઉપરાંત શનિ દેવના બીજ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે.
" isDesktop="true" id="1103893" >
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે ઓમ બ્રહ્મણે દિવાકર નમ: મંત્રનો જાપ કરવો ગ્રહણ દરમિયાન તેમના માટે વધુ લાભકારી રહેશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો સૂર્ય દેવનો મંત્ર ઓમ જયિને નમ:નો જાપ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર