સૂર્યગ્રહણ 2021: કાલે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો સમય અને માન્યતાઓ

સૂર્યગ્રહણ 2021: કાલે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો સમય અને માન્યતાઓ
શનિ જયંતિ પર 148 વર્ષ બાદ સૂર્યગ્રહણ, નોંધી લો સમય અને રાખો આ સાવધાની

શનિ જયંતિ પર 148 વર્ષ બાદ સૂર્યગ્રહણ, નોંધી લો સમય અને રાખો આ સાવધાની

  • Share this:
    Solar Eclipse 2021: કાલે વર્ષ 2021નું પહેલું સૂર્યગ્રહણ (Solar Eclipse) છે. આ પૂર્ણ સૂર્યગ્રહણ છે જેમાં ચંદ્ર (Moon) સંપૂર્ણપણે પૃથ્વી (Earth)ને ઢાંકી દેશે. એવામાં માત્ર સૂર્ય (Sun)ના બહારની ધાર જ જોવા મળશે. ગ્રહણમાં સૂર્ય લગભગ 94 ટકા ભાગને ચંદ્રનો ગ્રાસ લેશે એટલે કે ગ્રહણ લાગશે. પૂર્ણ સૂર્યગ્રહણ (Surya Grahan 2021) હોવાના કારણે દિવસના સમયે પણ અંધારું છવાયેલું રહેશે. આ વખતે સૂર્યગ્રહણ કોરોના કાળમાં થઈ રહ્યું છે. વર્ષ 2021નું આ સૂર્યગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે શનિ જયંતિ પર ગ્રહણનો યોગ આશરે 148 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલા શનિ જયંતિ પર સૂર્યગ્રહણ 26 મે, 1873માં જોવા મળ્યું હતું. ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે જ જોવા મળશે. તેથી ગ્રહણ કાળ માન્ય નહીં હોય. અમેરિકાના ઉત્તર ભાગ, યૂરોપ અને એશિયામાં પણ આંશિક ગ્રહણ જ હશે. પૂર્ણ સૂર્યગ્રહણ ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં જોવા મળશે.

    સૂર્યગ્રહણનો સમય



    વર્ષનું પહેલું સૂર્યગ્રહણ બપોરે 1:42 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6:41 વાગ્યા સુધી રહેશે. આ વખતે ભારતમાં ગ્રહણનું સૂતક માન્ય નથી.

    આ પણ વાંચો, આ વર્ષે પણ નહીં યોજાય અમરનાથ યાત્રા, લાઇવ આરતીમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન

    સૂર્યગ્રહણને લઈને માન્યતાઓ...

    >> માન્યતા છે કે, સૂર્યગ્રહણ સમય દરમિયાન કદી સુવાનું નહિ, ભોજન કરવું નહિ અને બનાવવું પણ નહી.
    >> આ ઉપરાંત માન્યતા છે કે, ક્યારેય નવી યાત્રાનો પ્રારંભ કરવો નહિ, કોઈ નવી વસ્તુની ખરીદી કરવી નહિ, કોઈ મહત્વના દસ્તાવેજી કાગળ ઉપર સહી કરવી નહિ.
    >> ગ્રહણ વખતે કંઇપણ સીવવાનું કામ કરવું નહીં.

    આ પણ વાંચો, Non-Communicable Diseases: ભારતીયોએ કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી બીમારીથી બચવા શું કરવું જોઈએ?

    >> સૂર્યગ્રહણ સમયે ભગવાનનું નામ લેવું જોઇએ અને ઘરનાં મંદિરનાં દરવાજા બંધ રાખવા જોઇએ.
    >> સૂર્યગ્રહણ મોક્ષના સમય બાદ ઘરના દરેક સભ્યોએ માથું ભીનું કરી પહેરેલા કપડે સ્નાન કરવું જ જોઈએ.
    >> માન્યતા એવી પણ છે કે, ગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરવાથી વિશેષ લાભ મળે છે. ગંગાજળનો ઘરનાં દરેક ખૂણામાં છંટકાવ કરવો જોઇએ.
    >> ગ્રહણ પછી ગરીબોને દાન દક્ષિણા આપવાથી સારો લાભ થાય છે.
    >> માન્યતા છે કે ગ્રહણ પછી ગાયને રોટલી ખવડાવવી જોઇએ.

    (Disclaimer: આ લેખમાં રજૂ કરવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માહિતીને આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.)
    Published by:Mrunal Bhojak
    First published:June 09, 2021, 10:37 am

    ટૉપ ન્યૂઝ