Solar Eclipse 2020: થોડીવારમાં શરૂ થશે સૂર્યગ્રહણ, જાણો શું કામ કરો અને શું નહીં

News18 Gujarati
Updated: June 21, 2020, 7:14 AM IST
Solar Eclipse 2020: થોડીવારમાં શરૂ થશે સૂર્યગ્રહણ, જાણો શું કામ કરો અને શું નહીં
જ્યોતિષશાસ્ત્રી ગ્રહણના 12 કલાક પહેલા અને 12 કલાક પછીના સમયને સૂતક કાળ માને છે

જ્યોતિષશાસ્ત્રી ગ્રહણના 12 કલાક પહેલા અને 12 કલાક પછીના સમયને સૂતક કાળ માને છે

  • Share this:
Solar Eclipse 2020: આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ (Solar Eclipse) 21 જૂન એટલે કે આજે છે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ છે. પૂર્ણ સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય (Sun), ચંદ્ર (Moon) અને પૃથ્વી (Earth) ત્રણેય એક સીધી રેખામાં હોય છે અને ચંદ્ર સૂર્યને પૂરી રીતે ઢાંકી દે છે. પૂર્ણ સૂર્ય ગ્રહણ થવાના કારણે દિવસમાં અંધારું થઈ જશે. ધાર્મિક દૃષ્ટિએ આ સૂર્ય ગ્રહણ ઘણું મહત્વપૂર્ણ છે કારણ કે તે ચંદ્ર ગ્રહણના થોડા દિવસ બાદ થઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણ સૂતક કાળ 12 કલાક પહેલા જ શરૂ થઈ જશે.

જ્યોતિષશાસ્ત્રી ગ્રહણના 12 કલાક પહેલા અને 12 કલાક પછીના સમયને સૂતક કાળ માને છે. જેથી સૂર્યગ્રહણમાં ગ્રહણ શરૂ થયાના 12 કલાક પહેલા જ ભોજન કરી લેવું જોઇએ. આ ગ્રહણ ભારત સાથે એશિયા, આફ્રિકા અને યૂરોપમાં જોવા મળશે. કાળશાસ્ત્ર અનુસાર સુતકને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, જ્યારે સૂતકનો આરંભ થાય છે આ દરમિયના તમામ દેવી દેવતાઓ કષ્ટમાં રહે છે. ગ્રહણ દરમિયાન રાહૂ અને સૂર્ય અને ચંદ્રમાં થોડી વાર માટે પોતાનો ગ્રાસ બનાવી લે છે.

ગ્રહણકાળમાં ચોક્કસ કરો આ 2 કામ

ખાવાની ચીજો પર તુલસી મૂકો - દૂધ, ઘી, તેલ, પનીર, અથાણું, મુરબ્બો અને ભોજન સામગ્રીમાં તલ કે તુલસીપત્ર મૂકવાથી ગ્રહણ કાળમાં દૂષિત નહીં થાય. સૂકા ખાદ્ય પદાર્થોમાં તલ મૂકવાની જરૂર નથી.

ગ્રહણકાળમાં સૂર્ય ઉપાસના કરો - ગ્રહણકાળમાં ભગવાન સૂર્ય- ઉપાસના, આદિત્ય હૃદય સ્ત્રોત, સૂર્યાષ્ટક સ્ત્રોત વગેરે સૂર્ય સ્ત્રોતોનો પાઠ તથા ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. ગ્રહણ પૂરું થયા પછી સ્નાન-દાનનું પણ મહત્વ છે. ગ્રહણ જ્યાં જેટલા સમય સુધી દેખાય છે, ત્યાં તેની માન્યતા તેટલા કાળ સુધી જ હોય છે.

ગ્રહણમાં ક્યારેય ન કરો આ કામ
- ગ્રહણ સમયે રાખવાની તકેદારી અંગે જ્યોતિષીઓના જણાવ્યા મુજબ ગ્રહણ સમયે કદી સુવાનું નહિ, ભોજન કરવું નહિ અને બનાવવું પણ નહી.
- ક્યારેય નવી યાત્રાનો પ્રારંભ કરવો નહિ, કોઈ નવી વસ્તુની ખરીદી કરવી નહિ, કોઈ મહત્વના દસ્તાવેજી કાગળ ઉપર સહી કરવી નહિ.
- ગ્રહણ વખતે કંઇપણ સિવવાનું કામ કરવું નહીં.
- આ સમયે ભગવાનનું નામ લેવું જોઇએ અને ઘરનાં મંદિરનાં દરવાજા બંધ રાખવા જોઇએ.

- ગ્રહણ મોક્ષના સમય બાદ ઘરના દરેક સભ્યોએ માથું ભીનું કરી પહેરેલા કપડે સ્નાન કરવું જ જોઈએ.
- માન્યતા એવી પણ છે કે, ગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરવાથી વિશેષ લાભ મળે છે. ગંગાજળનો ઘરનાં દરેક ખૂણામાં છંટકાવ કરવો જોઇએ.
- ગ્રહણ પછી ગરીબોને દાન દક્ષિણા આપવાથી સારો લાભ થાય છે.
ગ્રહણ પછી ગાયને રોટલી ખવડાવવી જોઇએ.

આ પણ વાંચો, ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે નવો પ્લાન તૈયાર! ઇ-કોમર્સ કંપનીઓએ જણાવી પડશે આ વાત

આ પણ વાંચો, આમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’
First published: June 21, 2020, 7:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading