Home /News /dharm-bhakti /Vastu Tips: સૂતી વખતે આ વસ્તુઓને સાથે રાખવાથી થશે લાભ, દરેક કાર્યમાં મળશે સફળતા અને દૂર થશે અડચણો

Vastu Tips: સૂતી વખતે આ વસ્તુઓને સાથે રાખવાથી થશે લાભ, દરેક કાર્યમાં મળશે સફળતા અને દૂર થશે અડચણો

સૂતી વખતે સાથે રાખો આ વસ્તુઓ

Sleeping Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે, જે વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવામાં મદદ કરે છે, વાસ્તુ અનુસાર ઉંઘતી વખતે કેટલીક વસ્તુઓ માથા પાસે રાખીને સૂવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વધારો થાય છે.

    ધર્મ ડેસ્ક: આપણા વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે, જે વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવામાં મદદ કરે છે, વાસ્તુશાસ્ત્રની મદદથી વ્યક્તિને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો લાભ પણલ મળી શકે છે, આ સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુ અનુસાર ઉંઘતી વખતે કેટલીક વસ્તુઓ માથા પાસે રાખીને સૂવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વધારો થાય છે.


    છરી


    વાસ્તુશાસ્ર મુજબ જો તમે અથવા તમારા બાળકો સૂતી વખતે સપનામાં અચાનક ચમકી જાઓ છો અથાવ ચોંકી જાઓ છો અને ડરથી જાગી જાઓ છો તો આ ઉપાય તમારી માટે છે. જો કોઈ વ્યક્તિને આવુ થતું હોય તો તેણે તકિયાની નીચે છરી, કાતર અથવા લોખંડની બનેલી કોઈ વસ્તુ રાખવી જોઈએ. આવુ કરવાથી વિશેષ લાભ મળે છે.


    દૂધ


    રવિવારના દિવસે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ લો અને તેને પોતાના માથા પાસે રાખીને સૂઈ જાઓ. આ બાદ સવારે ઉઠ્યા પછી ક્રિયાઓ પતાવી આ દૂધ બાવળના ઝાડને અર્પિત કરી દો. સતત 7 રવિવાર સુધી આ ઉપાય કરવાથી ધન સંબંધિત તકલીફોનો અંત આવે છે.


    સિક્કો


    જો વ્યક્તિ કોઈ રોગથી લાંબા સમયથી ગ્રસ્ત છે અને તે લાંબી બીમારી દૂર થવાનું નામ નથી લઈ રહી તો સૂતી વખતે ઓશીકાની પૂર્વ દિશા તરફ એક સિક્કો રાખીને સૂઈ જાઓ. આ સાથે જે રૂમમાં સૂવાના છો તેમાં એક બાઉલમાં રોક સોલ્ટ અને એક રૂપિયાનો સિક્કો રાખી લો. આ ઉપાય કરવાથી વ્યક્તિને લાંબી બિમારીમાંથી જલ્દી જ રાહત મળી જાય છે.


    લસણ


    વાસ્તુ અને જ્યોતિષમાં લસણને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે તમારા ઓશિકા નીચે લસણની કળીઓ રાખીને સૂઈ જશો તો તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ સાથે જ તમને ઉંધ પણ સારી આવશે. એટલું જ નહીં પણ લસણને ખિસ્સામાં રાખીને સૂવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે.


    આ પણ વાંચો:  વિધવા અને અપરણિત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર, આ પાછળ છુપાયેલું છે વૈજ્ઞાનિક કારણ

    ઈલાયચી


    જો કોઈ વ્યક્તિને અનિદ્રાની સમસ્યા હોય અને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા ખરાબ સપના ઊંઘમાં અવરોધ ઉભો કરતા હોય છે તો ઈલાયચી તેમાં રાહત આપી શકે છે. લીલી ઈલાયચી ઓશિકા નીચે રાખવાથી રાહત અનુભવાય છે. આ ઉપાય વ્યક્તિને ગાઢ અને સારી ઉંધમાં મદદરૂપ બને છે.


    આ પણ વાંચો:  ઘરમાં હંમેશા ભરેલો રહેશે અન્નનો ભંડાર, આ જગ્યા પર લગાવો માતા અન્નપૂર્ણાની તસ્વીર


    વરિયાળી


    વાસ્તુના જાણકારો અનુસાર સૂતી વખતે ઓશિકા નીચે વરિયાળી રાખવાથી રાહુ દોષ સમાપ્ત થાય છે. તેનાથી વ્યક્તિને ખરાબ સપના આવતા પણ બંધ થાય છે અને વ્યક્તિને માનસિક પરેશાનીઓમાંથી પણ જલ્દી જ છુટકારો મળે છે.


    First published:

    Tags: Dharm Bhakti, Vastu tips

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો