શીતળા માતાના આ મંદિરમાં છે ચમત્કારી ઘડો, ગમે તેટલું પાણી ભરો, ભરાતો જ નથી

News18 Gujarati
Updated: August 21, 2019, 5:07 PM IST
શીતળા માતાના આ મંદિરમાં છે ચમત્કારી ઘડો, ગમે તેટલું પાણી ભરો, ભરાતો જ નથી
શીતળા માતાનું ચમત્કારી મંદિર

આશરે 800 વર્ષથી સતત વર્ષમાં માત્ર બે વાર આ ઘડો ભક્તોની સામે લાવવામાં આવે છે

  • Share this:
દેશમાં એવા કેટલાએ મંદિરો છે જેમાં તમે કોઇ ને કોઇ ચમત્કાર થતા જરૂર જોયો હશે. ઘણા કિસ્સા અને વર્તાઓ પણ સાંભળી હશે. આવી જ રીતે ચમત્કારોથી ભરેલુ એક શીતળા માતાનુ મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલ છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં દર વર્ષે, સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ અને ચમત્કારનું પુનરાવર્તન કરવામાં આવે છે.

શીતળા માતાના મંદિરમાં બનેલ અડધા ફૂટ ઉંડો અને એટલો જ પોહળો ઘડો, ભક્તોના દર્શનના માટે ખોલવામાં આવે છે. આશરે 800 વર્ષથી સતત વર્ષમાં માત્ર બે વાર આ ઘડો ભક્તોની સામે લાવવામાં આવે છે. અત્યાર સુધી આ ઘડામાં 50 લાખ લિટરથી પણ વધુ પાણી ભરવામાં આવી ચૂ્કયું છે. જેને લઇને માન્યતા છે કે, આ ઘડામાં ગમે તેટલુ પણ પાણી ભરવામાં આવે, પરંતુ એ ક્યારેય ભરાતું નથી.

આ ઘડા સાથે એવી પણ માન્યતા છે કે, આ ઘડાનું પાણી રાક્ષસ પી જાય છે, જે કારણે આ ઘડો પાણીથી ક્યારેય ભરાતો જ નથી. રસપ્રદ છે કે, વૈજ્ઞાનિક પણ અત્યાર સુધી આની પાછળનું કારણ શોધી શક્યા નથી.

ગ્રામજનોના અનુસાર આશરે 800 વર્ષથી ગામમાં આ પરંપરા ચાલી રહી છે. ઘડા પરથી પત્થર વર્ષમાં બે વાર હટાવવામાં આવે છે. પ્રથમ વાર શીતલા સાતમ પર અને બીજી વાર જ્યેષ્ઠ મહિનાની પૂનમમાં.

બન્ને અવસરમાં ગામની મહિલાઓ ઘડામાં કળશ ભરી-ભરીને હજારો લિટર પાણી ભરે છે. પરંતુ ઘડો ભરાતો નથી. બાદમાં અંતે પૂજારી જાણીતી માન્યતા હેઠળ માતાના ચરણોમાં દૂધનો ભોગ ચઢાવે છે, ત્યાર ઘડો આખ્ખો ભરાઈ જાય છે.

દૂધનો ભોગ લગાવી ઘડાને બંધ કરી દેવામાં આવે છે. આ બન્ને દિવસે ગામમાં મેળો પણ લાગે છે.
First published: August 21, 2019, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading