કુંવારી યુવતીઓએ ન જોવું ગ્રહણ, પૂર્ણ થતાં કરો આ જરૂરી કામ

News18 Gujarati
Updated: July 25, 2018, 12:56 PM IST
કુંવારી યુવતીઓએ ન જોવું ગ્રહણ, પૂર્ણ થતાં કરો આ જરૂરી કામ
કુંવારી કન્યાઓએ ગ્રહણ દરમિયાન અને ગ્રહણ બાદ ચંદ્ર દર્શન ન જોવો જોઈએ. આવું કરવાથી તેમના વિવાહમાં રૂકાવટ આવી શકે છે

કુંવારી કન્યાઓએ ગ્રહણ દરમિયાન અને ગ્રહણ બાદ ચંદ્ર દર્શન ન જોવો જોઈએ. આવું કરવાથી તેમના વિવાહમાં રૂકાવટ આવી શકે છે

  • Share this:
ધર્મ ડેસ્ક: 27 જુલાઇએ રાત્રે 11.54 વાગ્યે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ તમામ ગ્રહણ કરતા ખાસ છે. જ્યોતિષીઓ અનુસાર 152 વર્ષ બાદ થઈ રહેલું આ ચંદ્ર ગ્રહણ ખુબ જ પ્રભાવશાળી હશે. આ સુપરમૂનનાં રંગ પણ ત્રણ અલગ અલગ હશે.

જ્યોતિષીઓ અનુસાર, આ ગ્રહણની અસર ઘણી રાશિઓ પર અલગ અલગ પડશે. એટલા માટે ગ્રહણ સાથે જોડાયેલી અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ગ્રહણ પહેલા અને ગ્રહણ બાદ કેટલાંક અગત્યનાં કામ કરવું જરૂરી છે. ખાસ કરીને સૂતક કાળમાં ખાવા-પીવાની ચીજોમાં તુલસીના પાંદડા કે દૂર્વા રાખવા જોઈએ.

ચંદ્રગ્રહણનો સમય- 05.18થી 08.41.19 મિનિટ સુધી

ચંદ્રગ્રહણ અવધી- 3 કલાક 24 મિનિટ 10 સેકેન્ડ

જ્યોતિષીઓ અનુસાર, કુંવારી કન્યાઓએ ગ્રહણ દરમિયાન અને ગ્રહણ બાદ ચંદ્ર દર્શન ન જોવો જોઈએ. આવું કરવાથી તેમના વિવાહમાં રૂકાવટ આવી શકે છે. તેના સિવાય ગ્રહણ પૂર્ણ થયા બાદ આખા ઘરમાં ગંગાજળ છાંટીને સ્નાનનાં પાણીમાં પણ ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શુદ્ધ થવું. બાદમાં મંદિરની સાફ-સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ ગરીબોને પોતાની રાશિ અનુસાર અનાજ, કપડાં અને અન્ય ચીજોનું દાન કરવું જોઈએ.

 
First published: July 25, 2018
વધુ વાંચો
अगली ख़बर