સિંદૂરનો આ ટૂચકો ગ્રહ દોષ, વાસ્તુ દોષ અને આર્થિક સમસ્યા કરશે દૂર

ગ્રહ દોષની સમસ્યા હોય તો વહેતી નદીમાં સિંદૂર પ્રવાહિત કરી દેવું.

ગ્રહ દોષની સમસ્યા હોય તો વહેતી નદીમાં સિંદૂર પ્રવાહિત કરી દેવું.

 • Share this:
  ધર્મ ભક્તિ ડેસ્ક: સિંદૂર આપણે મોટે ભાગે ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીને ચડાવીએ છીએ. સિંદૂરનો આ ટૂચકો આર્થિક મુશ્કેલી દૂર કરવાની સાથે જ પતિ-પત્ની વચ્ચેની સમસ્યા દૂર કરે છે અને સાથે ઘરમાં સુખ સમૃદ્ધી લાવે છે.

  ચાલો નજર કરીએ  સિંદૂરનાં  ટુચકા પર અને જો જરૂર લાગે તો અજમાવી પણ જુઓ.

  – જો જીવનમાં સમસ્યાઓ  પીછો ન છોડતી હોય તો ચમેલીના તેલમાં સિંદૂર ઉમેરી હનુમાનજીને ચડાવો. આ ઉપાય પાંચ મંગળવાર અને પાંચ શનિવાર સુધી કરવો. જીવનની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા લાગશે.
  – પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ રહેતી હોય તો તેને દૂર કરવા માટે રાત્રે સૂતાં પહેલાં પતિના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું અને પત્નીના ઓશિકા નીચે કપૂર રાખી દેવું. સવારે સિંદૂર ઘરની બહાર ફેંકી દેવું અને કપૂર સળગાવી દેવું.
  – મુખ્ય દરવાજાની ઉપરની તરફ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો, ખાસ ધ્યાન રાખવું કે આ મૂર્તિ પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ. તેનાંથી ઘરની સુખ-સમૃદ્ધિ  વધશે.
  – આર્થિક તંગી દૂર કરવા એક નાળિયેર પર સિંદૂર લગાવો અને તેને લાલ વસ્ત્રમાં બાંધી દો. આ નાળિયેરને એક કળશ પર રાખી તેને મંદિરમાં  પ્રતિષ્ઠિત કરો. રોજ તેની પૂજા કરવો ધનની સમસ્યાઓ દૂર થવા લાગશે.

  આ પણ વાંચો-આ 5 રાશિનાં જાતકો હોય છે ખુબજ અભિમાની, કરે છે પોતાનું જ ધાર્યુ
  – નોકરી પ્રાપ્ત કરવા માટે સુદ પક્ષનાં ગુરુવારે પીળા વસ્ત્ર પર સિંદૂરથી 63 નંબર લખવો, આ અંક અનામિકા આંગળીથી લખવો, આ વસ્ત્રને લક્ષ્મી મંદિરમાં પધરાવી દેવું. આ ઉપાય ત્રણ ગુરુવાર સુધી કરવો ફાયદો ચોક્કસ થશે.
  – જો ઘરમાં માન સન્માન ન જળવાતું હોય તો એક પાનના પત્તા પર ફટકડી અને સિંદૂર રાખી બુધવારે સવારે અથવા સાંજે  પીપળાના ઝાડ નીચે માટીમાં દબાવી દેવું. આ ઉપાય કરી પરત ફરો ત્યારે પાછળ વળીને ન જોવું.
  – વાસ્તુ દોષ દૂર કરવા તેલમાં સિંદૂર ઉમેરો તેનાંથી મુખ્ય દરવાજા પર સાત ચાંદલા કરવા. આ ઉપાય 40 દિવસ સુધી કરવાથી વાસ્તુ દોષનો પ્રભાવ ઘટે છે.
  – ગ્રહ દોષની સમસ્યા હોય તો વહેતી નદીમાં સિંદૂર પ્રવાહિત કરી દેવું.

  આ પણ વાંચો-શું તમે જાણો છો કે શા માટે ઠાઠડીને મૃતદેહ સાથે નથી બાળવામાં આવતી?
  Published by:Margi Pandya
  First published: