Palmistry Astrology: વ્યક્તિની હથેળીઓ પર રેખાઓની સાથે સાથે અનેક પ્રકારના નિશાન હોય છે. આ નિશાન કોઈપણ પ્રકારના હોઈ શકે છે, જે વ્યક્તિના સ્વભાવ અને ભાગ્ય વિશે જાણકારી આપે છે. અહીંયા હથેળી પર બનેલા એક વિશેષ નિશાન વિશે જાણકારી આપવામાં આવી છે. અનેક લોકોની હથેળીઓ પર ત્રિભુજનું નિશાન હોય છે. હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્રમાં આ ત્રિભુજના નિશાનનું એક વિશેષ મહત્વ રહેલું છે. હથેળી પર અલગ અલગ જગ્યાએ ત્રિભુજનું નિશાન હોવું તે અલગ સંકેતને પ્રદર્શિત કરે છે.
હથેળી પર મોટા ત્રિભુજનું નિશાન
જે લોકોના હથેળી પર મોટા આકારનું ત્રિભુજનું નિશાન હોય છે, તેનો અર્થ છે કે, આ પ્રકારની વ્યક્તિ મનથી ખૂબ જ કોમળ સ્વભાવની હોય છે. આ પ્રકારની વ્યક્તિ ક્યારેય પણ અન્ય વ્યક્તિ વિશે ખરાબ વિચારતી નથી અને હંમેશા અન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે.
ચંદ્ર રેખાની ઉપર બનેલ ત્રિભુજનું નિશાન
જે લોકોની હથેળી પર ચંદ્ર રેખા પર ત્રિભુજનું નિશાન હોય તે વ્યક્તિ જીવનમાં એકવાર વિદેશ યાત્રા જરૂર કરે છે. આ વ્યક્તિ બિઝનેસના મુદ્દે વિદેશની યાત્રાઓ કરતા રહે છે અને તેમનામાં ભરપૂર નેતૃત્વ ક્ષમતા હોય છે તથા જીવનનો ભરપૂર આનંદ લે છે.
શુક્ર પર્વત પર ત્રિભુજનું નિશાન
જે વ્યક્તિઓના હાથ પર ત્રિભુજનું નિશાન હોય છે તો લોકો ખૂબ જ આકર્ષક હોય છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આ વ્યક્તિઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને પોતાના કૌશલ્યથી કોઈપણ પ્રકારની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવે છે.
આયુ રેઆ પર ત્રિભુજનું નિશાન
જે લોકોની આયુ રેખા સાથે મળીને ત્રિભુજનું નિશાન બને છે, તે લોકો દીર્ધાયુ ધરાવે છે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાના જીવનમાં ખૂબ જ ઓછી બીમાર પડે છે અને સ્વસ્થ રહે છે.
જે વ્યક્તિની હથેળીમાં મસ્તિષ્ક રેખા સાથે મળીને ત્રિભુજનું નિશાન બને છે તે લોકો ખૂબ ભાગ્યશાળી હોય છે. આ પ્રકારની વ્યક્તિઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પ્રસાશનિક સર્વિસમાં નોકરી કરે છે અને તેમને સમાજમાં ખૂબ જ સમ્માન મળે છે.
હથેળીની મધ્યમાં ત્રિભુજનું નિશાન
અનેક વ્યક્તિઓની હથેળીની મધ્યમાં ત્રિભુજનું નિશાન બને છે. જે ભાગ્ય રેખા, જીવન રેખા અને મસ્તિષ્ક રેખાને એકસાથે જોડે છે. જે વ્યક્તિઓના હાથમાં આ પ્રકારે ત્રિભિજનું નિશાન બને છે, તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તે વ્યક્તિને ક્યારેય પણ ધનની કમી થતી નથી.
અનેક લોકોની હથેળીમાં અસ્પષ્ટ અને તૂટેલું ત્રિભુજ હોય છે, જેને અશુભ માનવામાં આવે છે. જે વ્યક્તિઓના હાથમાં આ પ્રકારનું ત્રિભુજનું નિશાન હોય છે, તે વ્યક્તિનો સ્વભાવ સારો નથી હોતો અને તેમણે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. આ પ્રકારની વ્યક્તિઓ પૈસાની બચત કરી શકતા નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર