Home /News /dharm-bhakti /Astro Tips: બાળકોને શા માટે પહેરાવવામાં આવે છે ચાંદીના ઘરેણા, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે ફાયદા
Astro Tips: બાળકોને શા માટે પહેરાવવામાં આવે છે ચાંદીના ઘરેણા, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે ફાયદા
બાળકો માટે ચાંદીના ઘરેણા ફાયદાકારક
SILVER ORNAMENT FOR CHILD: બાળકના જન્મના થોડા દિવસો બાદ જ લોકો તેમને અનેક પ્રકારના આભૂષણો પહેરાવે છે. જેમાં ચાંદીના કડા અને પાયલ મુખ્ય ગણાય છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર બાળકો માટે ચાંદીના ઘરેણા પહેરવા શુભ માનવામાં આવે છે. આપણા દેશમાં આ ઘરેણાં કોઈપણ ધાર્મિક અને સાંસ્કૃતિક સમારોહમાં પહેરવામાં આવે છે.
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે જોવા મળે છે, કે બાળકના જન્મના થોડા દિવસ પછી એને ઘણા પ્રકારના ઘરેણા પહેરાવવામાં આવે છે. એના હાથ અને પગમાં ચાંદીના ઘરેણા પહેરાવવામાં આવે સીજે, આપણા દેશમાં બાળકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક રૂપથી ઘરેણા પહેરાવવું ઘણી સામાન્ય વાત છે. ભારતમાં બાળકના હાથમાં પહેરાવવામાં આવતા કંગન અને પગમાં પહેરાવાતા પાયલ, ગળાની ચેન જેવા ઘણા પ્રકારના ઘરેણાની પ્રથા ઘણા લાંબા સમયથી ચાલી આવી છે. મુખ્ય રૂપથી બાળકોને હાથમાં ચાંદીના કડા અને પગમાં પાયલ પહેરાવાની પ્રથા છે. ભોપાલના જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે કે બાળકોને ચાંદી કેવી પહેરાવવું કેવી રીતે ફાયદાકારક છે.
બાળકોને ચાંદીના દાગીના પહેરાવવાથી થાય છે લાભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાના બાળકોએ પગમાં પાયલ, ગળામાં સાંકળ, હાથમાં ચાંદીના કડા વગેરે પહેરવા જોઈએ. ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે અને તે મનનું પ્રતીક પણ છે. આ સિવાય વિજ્ઞાનનું માનવું છે કે ચાંદી એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે અને શરીરમાંથી મુક્ત થયેલી ઉર્જા શરીરમાં પાછી પહોંચાડે છે.
આ ઉપરાંત ચાંદીને જીવાણુનાશક ધાતુ પણ માનવામાં આવે છે. ચાંદીમાં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. આ સ્થિતિમાં શરીરમાં ચાંદી અવશ્ય પહેરવી જોઈએ. ચાંદી રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. ચાંદી પહેરવાથી સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. એવું માનવામાં આવે છે કે બાળકોને ચાંદી પહેરાવવાથી કીટાણુઓ અને રોગો ઓછા થાય છે અને બાળકો સ્વસ્થ રહે છે.
એવું પણ માનવામાં આવે છે કે ચાંદી પહેરવાથી બાળકના માનસિક વિકાસમાં કોઈ ખામી નથી આવતી. ચાંદીને મનનો કારક માનવામાં આવે છે. તેથી જ બાળકને ચાંદી પહેરાવવાથી તેનો માનસિક વિકાસ સારો થાય છે અને તેના મન પર પણ સકારાત્મક અસર પડે છે. આ તમામ કારણોને લીધે બાળકોને ચાંદીના કડા અને પાયલ પહેરાવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર