જન્મદિવસ વિશેષ: ગુરુ નાનક દેવ - એવા સંત જેમણે પોતાની સાદગીથી સ્થાપિત કર્યો ધર્મ

જન્મદિવસ વિશેષ: ગુરુ નાનક દેવ - એવા સંત જેમણે પોતાની સાદગીથી સ્થાપિત કર્યો ધર્મ
ગુરુ નાનકનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ તલવંડી નામના સ્થાને થયો હતો.

ગુરુ નાનકનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ તલવંડી નામના સ્થાને થયો હતો.

  • Share this:
આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવનો જન્મ દિવસ છે. તેમનો જન્મ 15 એપ્રિલે થયો હતો, પરંતુ તેમનો જન્મદિવસ અંગ્રેજી ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર નથી ઉજવવામાં આવતો. તેમણે શીખોના પ્રથમ ગુરુના રૂપમાં કુરીતિઓનો વિરોધ કર્યો સમાજને સાચો રસ્તો દેખાડ્યો.

આજે નથી ઉજવાતો તેમનો જન્મ દિવસગુરુ નાનકનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ તલવંડી નામના સ્થાને થયો હતો. જે બાદ આ સ્થળનું નામ નનકાના સાહેબ પડ્યું. જોકે,આઝાદી બાદ તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો હિસ્સો બન્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુ નાનક દેવની જન્મ તિથિ કારતક પૂર્ણિમાના દિવસે મનાય છે, જે દિવાળીના 15 દિવસ બાદ આવે છે. મહત્વનું છે કે, શીખ સમુદાય આ દિવસને ગુરુ નાનક દેવના જન્મ દિવસ તરીકે પ્રકાશોત્સવ તરીકે ઉજવે છે. અંગ્રેજી તારીખ માત્ર એક યાદ રૂપે છે.

વાપી: કોરોના દર્દીનાં મોત બાદ બાકી બિલ વસૂલવા હૉસ્પિટલે પરિવારની કાર કબજે કરી લીધાનો આક્ષેપ

હિન્દૂ પરિવારમાં નાનકનો જન્મ

ગુરુ નાનકનો જન્મ હિન્દૂ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ તૃપ્તિ દેવી અને પિતાનું નામ કલ્યાણ અથવા મહેતા કાલૂજી હતું. 16 વર્ષની વયે નાનકજીના લગ્ન ગુરદાસપુર જિલ્લાના લાખૌકી ગામની કન્યા સુલાકખની સાથે થયા હતા. તેમને બે પુત્રો શ્રીચંદ અને લકખમી ચંદ હતા.

નાનપણથી સાંસારિક જીવનથી રહ્યા દૂર

ગુરુ નાનક દેવ નાનપણથી જ સાંસારિક વિષયોથી ઉદાસ રહ્યા હતા. તેઓ હંમેશા કઈંક વિચારમાં ડૂબેલા રહેતા હતા. જે બાદ તેમના પિતાએ તેમને વેપારમાં જોડયા. આ માટે તેમના પિતાએ ગામમાં એક નાની દુકાન બનાવડાવી. એક દિવસ નાનકજીને પિતાએ 20 રૂપિયા આપીને બજારથી સોદો કરવા માટે કહ્યું. નાનકે આ 20 રૂપિયાથી ભૂખ્યાઓને જમાડ્યા અને પિતાને કહ્યું કે તેમણે એક સાચો સોદો કર્યો છે.

અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ: હૉસ્પિટલોમાં 108 વગર આવતા દર્દીઓને કેમ નથી કરતા દાખલ?

સાદગીપૂર્ણ દાર્શનિક

તેઓ મોટાભાગનો સમય આધ્યાત્મિક ચિંતન અને સત્સંગમાં વિતાવતા હતા. તેમના બાળપણમાં તેમની સાથે કેટલીક ચમત્કારિક ઘટનાઓ બનતા ગામ લોકો તેમને દિવ્ય પુરુષ માનવા લાગ્યા હતા. તેઓ શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેઓ અંધવિશ્વાસ, આડંબરના સખત વિરોધી ઉપરાંત દાર્શનિક, સમાજ સુધારક, કવિ, ગૃહસ્થ, યોગી અને દેશભક્ત હતા. તેઓ હંમેશા રૂઢિઓ અને કુસંસ્કારોનો વિરોધ કરતા રહ્યા હતા.

ગુરુ નાનકજી તેમના પુત્રોના જન્મ બાદ પોતાના ચાર સાથી મરદાના, લહના, બાલા અને રામદાસ સાથે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા હતા. આ ચારેય દરેક જગ્યાએ ઉપદેશ આપવા લાગ્યા હતા. તેમણે ત્રણ યાત્રા ચક્ર પૂર્ણ કર્યા. જેમાં ભારત, અફઘાનિસ્તાન, ફારસ અને અરબનો સમાવેશ થાય છે. તેમણે આ યાત્રાઓ વર્ષ 1507 ઈ. માં 1515 ઈ. કરી, જેને સામાન્ય ભાષામાં ઉદાસિયાં કહેવાય છે.

આ સ્થળોની કરી યાત્રા

તેઓ ક્યારેય એક સ્થળે નહોતા રહયા. તેઓ સમાજને જાગૃત કરવા માટે દરેક સ્થળે ફર્યા કરતા હતા. તેમણે અયોધ્યા, હરિદ્વાર, પ્રયાગ, કાશી, ગયા, પટના, એમ, બિકાનેર, પુષ્કર, દિલ્હી, પાણીપત, કુરુક્ષેત્ર, જગન્નાથપુરી, રામેશ્વર, સોમનાથ, દ્વારકા, નર્મદાતટ, મુલતાન, લાહૌર જેવા સ્થળોએ ફર્યા હતા. બગદાદમાં તેમના સાથી અને મિત્ર મરદાનાનું અવસાન થયું હતું, જ્યા તેમની કબર છે.

એક ઓંકારનો મંત્ર

ગુરુ નાનકદેવે જ એક ઓંકારનો મંત્ર આપ્યો. એટલે કે ઈશ્વર એક જ છે. તે દરેક જગ્યાએ છે. આપણા દરેકનો પિતા એ જ છે. જેથી બધાની સાથે પ્રેમથી રહેવું જોઈએ. તેઓ કહેતા હતા કે ભગવાન આપણી અંદર છે. તેમના વિચારોથી સમાજમાં પરિવર્તન આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નાનકજીએ કરતારપુર(પાકિસ્તાન)માં એક નગર વસાવ્યું અને ત્યાં ધર્મશાળા પણ બનાવડાવી હતી.
Published by:News18 Gujarati
First published:April 15, 2021, 10:19 am

ટૉપ ન્યૂઝ