તમને ખબર છે? મકર સંક્રાંતિએ પતંગ કેમ ઉડાડવામાં આવે છે

મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ છે.

kiran mehta
Updated: January 12, 2019, 10:59 PM IST
તમને ખબર છે? મકર સંક્રાંતિએ પતંગ કેમ ઉડાડવામાં આવે છે
પ્રતિકાત્મક તસવીર
kiran mehta
Updated: January 12, 2019, 10:59 PM IST
મકર સંક્રાંતિ પર દેશના કેટલાએ શહેરમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. આ પરંપરાના કારણે મકર સંક્રાંતિને પતંગ પર્વ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના અવસર પર બજાર રંગ-બેરંગી પતંગોથી સજ્જ જોવા મળે છે. લોકો મિત્રો અને સંબંધિઓ સાથે પતંગ ઉડાડવાની મજા લે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે, આ પર્વ પર પતંગ કેમ ઉડાડવામાં આવે છે.

મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ છે. ધાર્મિક મહત્વની વાત કરીએ તો, આનો સંબંધ સીધો ભગવાન રામ સાથે બતાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાની શરૂઆત કરી હતી. તમિલની તન્દનાનરામાયણ અનુસાર, ભગવાન રામે જે પતંગ ઉડાવ્યો હતો તે, ઈન્દ્રલોકમાં પહોંચી ગયો હતો. ભગવાન રા દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાને આજે પણ નિભાવવામાં આવી રહી છે.

જો વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો, પતંગ ઉડાડવાનો સંબંધ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો ચે. કારણ કે, પતંગ ઉડાડવાથી કેટલીએ કસરત એકસાથે થાય છે. ટંડીની સિઝનમાં સવારે પતંગ ઉડાડવાથી શરીરને ઉર્જા મળે છે અને ત્વચા સંબંધિ વિકાર દૂર થાય છે.

શું છે મકર સંક્રાંતિ?
મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ તરફ હોય છે. આ દિવસે સૂર્ય મકર રેખામાં પ્રવેશ કરે છે. તમને જણાવી દઈએ કે, જ્યારે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં પ્રવેશ કરે છે તો તેને સંક્રાંતિ કહેવાય છે. એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ હોય છે પરંતુ આમાંથી મે,, કર્ક, તુલા અને મકર સંક્રાંતિ મુખ્ય માનવામાં આવે છે.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...