આ સંકેત જણાવે છે શનિ તમારા માટે અશુભ છે કે નહીં?

જો તમને આ પ્રકારના સંકેત મળતા હોય તો શનિ તમારા માટે અશુભ હોય છે

જો તમને આ પ્રકારના સંકેત મળતા હોય તો શનિ તમારા માટે અશુભ હોય છે

 • Share this:
  ઘર્મ ડેસ્ક: શનિનો ગ્રહ ઘણા માટે શુભ હોય છે તો વળી ઘણા માટે અશુભ પણ હોય છે. પરંતુ આપણા માટે શનિ શુભ છે કે નહિં તે જાણવા માટે અમે આપને કેટલાક સંકેત વિશે જણાવીએ કે જેનાથી શની શુભ છે કે નહિં તે જાણી શકાય..
  ઘર કે દુકાનમાં આગ લાગવી શનિના અશુભ પરિણામના સંકેત છે.

  -જૂતા કે ચપ્પલની ચોરી થાય તે પણ નકારાત્મકતા વધવાનો સંકેત છે.
  -ઘરની દિવાલો પર તિરાડ પડવી અથવા દિવાલનું તુટવું.
  -ઘરમાં રાખેલા પ્રાણી કે પક્ષીનું અચાનક મોત થઈ જાય.
  -વ્યસનો તરફ રૂચિ વધવા લાગે તો જાણવું કે શનિનો નકારાત્મક પ્રભાવ વધી રહ્યો હોય છે.
  -આવકમાં અચાનક ઘટાડો થવો પણ શનિ પ્રભાવનો સંકેત છે.
  -કાનમાં અને પગમાં તકલીફ પણ શનિના પ્રભાવના કારણે થાય છે.
  -અવૈધ પ્રેમ સંબંધ પણ શનિના પ્રભાવના કારણે બંધાય છે.

  જો તમને આ પ્રકારના સંકેત મળતા હોય તો શનિ તમારા માટે અશુભ હોય છે.

  શનિની દશા ચાલતી હોય ત્યારે કષ્ટ જ ભોગવવું પડે એ જરૂરી નથી. શનિ મહારાજ તેની દશા, અન્તર્દશા, મહાદશા, સાડાસતી, ઢૈયામાં જ જાતકને પીડા આપે છે. તે સિવાય શનિ શુભ ફળ પણ આપે છે. શનિ ક્યારે કઈ સ્થિતીમાં શુભ ફળ  આપે છે અને ક્યારે નહીં તેનો ઉલ્લેખ આવનારા અંકમાં આપને જણાવીશું
  Published by:Margi Pandya
  First published: