Home /News /dharm-bhakti /Shukra Uday 2022: આજે થશે શુક્રનો ઉદય, ચમકી ઉઠશે આ રાશિના જાતકોની કિસ્મત

Shukra Uday 2022: આજે થશે શુક્રનો ઉદય, ચમકી ઉઠશે આ રાશિના જાતકોની કિસ્મત

શુક્રનો ઉદય

shukra uday 2022: શુક્રદેવ 50 દિવસ પછી ઉદય પામી રહ્યા છે. શુક્રનો ઉદય તમામ રાશિઓને અસર કરશે, પરંતુ કેટલીક રાશિઓ આ સમયગાળા દરમિયાન ભાગ્યશાળી રહેશે. જાણો આ રાશિઓ વિશે-

    શુક્ર ગ્રહ 25 નવેમ્બર સાંજે 5 વાગ્યાને 21 મિનિટ પર ઉદય થઇ રહ્યા છે. જે 1 ઓક્ટોબરના રોજ અસ્ત થયા હતા. શુક્રદેવના ઉદય વૃષભ તેમજ તુલા રાશિ વાળા માટે શુભ રહેશે. જ્યોતિષી અનુસાર, જે જાતકોની જન્મ કુંડળીમાં શુક્રદેવ કેન્દ્ર તેમજ ત્રિકોણમાં સંચરણ કરી રહ્યા છે. એમને સકારાત્મક પરિણામ મળશે. જાણો શુક્ર ઉદયથી કઈ રાશિ વાળાને શુભ ફળ મળશે.

    1. વૃષભ - વૃષભના સાતમા ઘરમાં શુક્રનો ઉદય લાભદાયક રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેવાનો છે. વાદ-વિવાદમાંથી મુક્તિ મળશે. જો કે આ સમયગાળા દરમિયાન ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેવું.

    2. કર્ક - કર્ક રાશિના પાંચમા ઘરમાં શુક્રનો ઉદય થઈ રહ્યો છે. આ દરમિયાન સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને ઉત્તમ પરિણામ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય વરદાનથી ઓછો નથી. નવદંપતીનું દાંપત્ય જીવન સુખમય રહેશે.

    3. સિંહ - સિંહ રાશિના ચોથા ભાવમાં શુક્રના ઉદયને કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. જમીન-મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. ભાઈ-બહેનનો સહયોગ મળશે. સારા સમાચાર મળી શકે છે.

    આ પણ વાંચો: Grah Gochar: ડિસેમ્બર માસમાં સૌર મંડળના પ્રમુખ ગ્રહો બદલશે રાશિ, તમામ રાશિઓ પર થશે અસર

    4. તુલા - તુલા રાશિના બીજા ઘરમાં શુક્રનો ઉદય થવાથી તમારી આર્થિક બાજુ મજબૂત થશે. આ સમય દરમિયાન તમે રોકાયેલા પૈસાનું રિફંડ મેળવી શકો છો. કાર્યોમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

    આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય



    5. મીન - મીન રાશિના નવમા ઘરમાં શુક્રના ગોચરથી તમને તમારા કાર્યસ્થળ પર સફળતા મળશે. આ દિવસોમાં તમારા અટકેલા કામ પૂરા થશે. પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ મળશે. ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Shukra Gochar, Shukra gochar 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन