Home /News /dharm-bhakti /Shukra Rahu Yuti: મેષ રાશિમાં શુક્ર-રાહુની યુતિ, આ ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય
Shukra Rahu Yuti: મેષ રાશિમાં શુક્ર-રાહુની યુતિ, આ ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય
શુક્ર-રાહુ યુતિ 2023
Shukra Rahu Yuti Effect: વૈદિક જ્યોતિષમાં, દરેક ગ્રહના રાશિ પરિવર્તનનું વર્ણન ચોક્કસ સમયના અંતરે જોવા મળે છે. હાલ શુક્ર અને રાહુ બંને મેષ રાશિમાં બેઠા છે. જેનો લાભ 3 રાશિઓને થઈ રહ્યો છે. ચાલો જાણીએ એ ત્રણ રાશિઓ કઈ છે.
ધર્મ ડેસ્ક: વૈદિક જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે કે કુંડળીમાં હાજર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર એક રાશિમાંથી નીકળી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેનો નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ દરેક રાશિ પર જોવા મળે છે. આ સમયે વિલાસિતાનો કારક ગુરુ શુક્ર અને માયાવી રાહુ મેષ રાશિમાં વિરાજમાન છે. આ ગ્રહોની યુતિથી 3 રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. જેના કારણે એમને આકસ્મિક ધન લાભ થઇ શકે છે. એ કઈ 3 રાશિઓ છે આઓ જાણીએ ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે.
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ મિથુન છે એમના માટે શુક્ર અને રાહુની યુતિ લાભકારક માનવામાં આવી રહી છે. મિથુન રાશિના જાતકોની કુંડળીમાં આ યુતિનું નિર્માણ 11માં ભાવમાં થઇ રહ્યું છે. જેના કારણે તમારી આવકની વૃદ્ધિના યોગ બની રહ્યા છે. આવકના નવા સ્ત્રોત બનશે, નોકરિયાત લોકોને પ્રગતિ પ્રાપ્ત થઇ શકે છે. કોઈ જૂની મનોકામના પુરી થઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર અને રાહુની યુતિ તુલા રાશિવાળા લોકો માટે સકારાત્મક પરિણામ લાવી શકે છે. તુલા રાશિના લોકોની કુંડળીમાં શુક્ર અને રાહુની તિ સાતમા ભાવમાં થઈ રહી છે, જેના કારણે તમારું વૈવાહિક સુખ ચરમ પર રહેશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય સારો માનવામાં આવે છે. વ્યવસાયિક ભાગીદારીમાં તે વધુ ફાયદાકારક બની શકે છે. નોકરીની સારી તકો બની રહી છે. જો તમે પહેલેથી જ નોકરી કરી રહ્યા છો, તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ કર્ક હોય તેમના માટે શુક્ર અને રાહુની યુતિ શુભ માનવામાં આવે છે. આ યુતિ તેમના કાર્યના ભાવમાં થઇ રહી છે. જેના કારણે તેઓ વ્યવસાયમાં પ્રગતિ કરશે, તેમની નોકરીમાં પ્રમોશન અને વૃદ્ધિની સંભાવના છે. નવી અને સારી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે. પિતા સાથેના સંબંધોમાં મજબૂતી આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર