Home /News /dharm-bhakti /

કર્ક રાશિમાં શુક્રનો સંયોગ કરી દેશે માલામાલ, દરેક રાશિ માટે જ્યોતિષાચાર્યે જણાવ્યા આ ઉપાય

કર્ક રાશિમાં શુક્રનો સંયોગ કરી દેશે માલામાલ, દરેક રાશિ માટે જ્યોતિષાચાર્યે જણાવ્યા આ ઉપાય

કર્ક રાશિમાં શુક્રનો સંયોગ કરી દેશે માલામાલ, જાણો તમારી રાશિનો ઉપાય

Shukra Gochar: હાલ શુક્ર મહારાજ કર્કમાં ચાલી રહ્યા છે શુક્ર મહારાજ કર્કમાં હોય ત્યારે કલા અને વૈભવ એની ચરમસીમાએ હોય છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે શુક્ર કર્કમાં હોય ત્યારે કેટલાક શુક્રને લગતા પ્રયોગ કરવાથી જીવનમાં સફળતા મળે છે કેમ કે શુક્ર ધન વૈભવ સ્ત્રી સુખ અને સફળતા અપાવનાર બને છે દાનવગુરુ શુક્ર મહારાજ રીઝે તો જીવનમાં તમામ સમૃદ્ધિ આપનાર બને છે.

વધુ જુઓ ...
  Shukra Gochar in kark: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી દ્વારા, અગાઉ લખ્યા મુજબ મંગળ રાહુ છુટ્ટા પડવા પછી અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળી રહ્યો છે. ગોચર ગ્રહો (Grah Gochar in August) ની વાત કરીએ તો શુક્ર મહારાજ કર્ક રાશિમાંથી પસાર થઇ રહ્યા છે કર્ક એ મકાન અને વાહન દર્શાવે છે શુક્ર લક્સરીએસ બાબતો દર્શાવે છે માટે આ સમયમાં લોકો ગાર્ડન વાળા વૈભવી મકાન બનાવતા જોવા મળે વળી આ સમયમાં વૈભવી ગાડીઓનું વેચાણ વધે અને ગાડી માટે વેઇટિંગ રહેતું જોવા મળે જેમાં વૈભવી ગાડીઓનું વેચાણ પણ સારું એવું જોવા મળે વળી લોકોમાં ફ્લાવર પ્લાન્ટ્સ થી ગાર્ડન બનાવવાનો ક્રેઝ વધતો જોવા મળે. આ સમયમાં વ્યક્તિઓ જાહેરમાં ઈમોશનલ થતી જોવા મળે. મંગળ મહારાજ વૃષભ રાશિ (Rashifal in Gujarati) માં ભ્રમણ કરી રહ્યા છે. વૃષભ રાશિ સ્પીચની રાશિ છે બોલચાલની રાશિ છે ભોજનની રાશિ છે પારિવારિક માહોલની રાશિ છે રિસોર્સીસની રાશિ છે. મંગળ અગ્નિ છે, વિસ્ફોટ છે માટે મંગળ જયારે વૃષભમાં આવે છે ત્યારે જ્યાં વક્તવ્ય અપાતું હોય ત્યાં, જ્યાં ભોજન લેવાતું હોય ત્યાં અને ઓડિટોરિયમ કે સ્પોર્ટ્સના ઇવેન્ટ પર હોટેલમાં એવી જગ્યા પર પ્રશ્નો ખડા કરે છે. મંગળ વાણી સ્થાનમાં હોવાથી દિગ્ગજ લોકોના વક્તવ્યમાં વિરોધાભાષ જોવા મળે અને મંગળના કારણે તીખી વાણી પણ જોવા મળે.

  હાલ શુક્ર મહારાજ કર્કમાં ચાલી રહ્યા છે શુક્ર મહારાજ કર્કમાં હોય ત્યારે કલા અને વૈભવ એની ચરમસીમાએ હોય છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે શુક્ર કર્કમાં હોય ત્યારે કેટલાક શુક્રને લગતા પ્રયોગ કરવાથી જીવનમાં સફળતા મળે છે કેમ કે શુક્ર ધન વૈભવ સ્ત્રી સુખ અને સફળતા અપાવનાર બને છે દાનવગુરુ શુક્ર મહારાજ રીઝે તો જીવનમાં તમામ સમૃદ્ધિ આપનાર બને છે.

  આ પણ વાંચો: Sun Transit 2022: 16 ઓગષ્ટ પછી આ રાશિના જાતકોનું સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય, શું તમે પણ છો એ ભાગ્યશાળી?

  શુક્રની વાત કરીએ ત્યારે એક ખાસ વાત અત્રે નોંધી લઈએ કે શુક્રને સ્ત્રીનું અપમાન ગમતું નથી માટે જીવનમાં જે મિત્રો યશ પ્રતિષ્ઠા ધન વૈભવ ઈચ્છે છે તેમને કદાપિ કોઈ પણ રીતે સ્ત્રીનું અપમાન કરવું ના જોઈએ. હાલ જયારે શુક્ર કર્કમાં છે ત્યારે એવા કેટલાક પ્રયોગ દરેક રાશિ વળી વ્યક્તિ કરી શકે કે જેથી શુક્રની કૃપા પ્રાપ્ત થાય. શુક્ર સુંદરતા છે કઈ વસ્તુને સુંદરતા આપવાથી આપને લાભ થશે તે અત્રે જોઈશું કઈ રાશિના મિત્રો શું કરે તો લાભ થાય તે દર્શાવું છું.

  મેષ (અ,લ,ઈ) : મેષના મિત્રો ઘરને શણગારે, ઈન્ટીરીઅર સારું બનાવે કે ગાર્ડનમાં ફૂલ છોડ ઉછેર તો લાભ થાય.

  વૃષભ (બ,વ,ઉ) : તમારા મોબાઈલ કે લેપટોપ એ ત્રીજું સ્થાન દર્શાવે છે માટે તેને સારા કવરથી અને બીજી એસેસરીથી મઠારશો તો લાભ થશે.

  મિથુન (ક,છ,ઘ) : તમારું વોલેટ બદલો અને સારું દેખાવમાં આકર્ષક વોલેટ ખિસ્સામાં રાખો.

  કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વને મઠારો અને શરીર પર સારી એસેસરી પહેરો.

  સિંહ (મ,ટ) : બહાર જતી વખતે અને ખાસ કરીને બહારગામ જતી વખતે વ્યવસ્થિત તૈયાર થાવ. તમારા બેડ માટે નવી બેડશીટ લો.

  કન્યા (પ,ઠ,ણ) : તમારા કોઈ સ્નેહી કે મિત્રને આકર્ષક ભેટ આપો.

  તુલા (ર,ત) : તમે જ્યાં કામ કરો છો તે જગ્યાને વધુ સુઘડ અને આકર્ષક બનાવો.

  વૃશ્ચિક (ન,ય) : પિતાજીને કે પિતા સમાન વ્યક્તિ કે ગુરુને આકર્ષક ભેટ આપો.

  ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ સમાધિસ્થળ પર કે પિતૃને યાદ કરી સુંદર વસ્તુનું દાન કરો.

  મકર (ખ,જ) : તમારા લાઈફ પાર્ટનરને આકર્ષક ભેટ આપો અથવા તમે સુવો છો એ રૂમને સજાવો.

  કુંભ (ગ,સ,શ ) : કોઈ બીમાર વ્યક્તિની મદદ કરો અને તેને કોઈ સારી વસ્તુ ભેટમાં આપો.

  મીન (દ,ચ,ઝ,થ): તમારી બુક કે ડાયરીને સારું પૂઠું ચડાવો અને લાગણીના સબંધો હોય તે વ્યક્તિ ને કોઈ સારી ભેટ આપો.

  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 79905 00282 છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Gujarati Rashifal

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन