Home /News /dharm-bhakti /Shukra Gochar 2023: શુક્ર-શનિનો કુંભ રાશિમાં દુર્લભ સંયોગ, 6 રાશિઓની થશે ધૂમ કમાણી અને ઉન્નતિ

Shukra Gochar 2023: શુક્ર-શનિનો કુંભ રાશિમાં દુર્લભ સંયોગ, 6 રાશિઓની થશે ધૂમ કમાણી અને ઉન્નતિ

શનિ 30 વર્ષ બાદ પોતાની રાશિ કુંભ રાશિમાં આવ્યો

શનિ 30 વર્ષ બાદ પોતાની રાશિ કુંભ રાશિમાં આવ્યો છે. તેથી કુંભ રાશિમાં 30 વર્ષ પછી શુક્ર શનિ સાથે જોડાશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને શુક્રને મિત્ર ગ્રહો માનવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે શુક્ર અને શનિ બંને વિપરીત પ્રકૃતિના ગ્રહો હોવા છતાં, જ્યારે તેઓ સાથે હોય ત્યારે શુભ પરિણામ આપે છે.

વધુ જુઓ ...
22 જાન્યુઆરીએ બપોરે 3.53 વાગ્યે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બીજી તરફ શનિ પણ 17 જાન્યુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી ચૂક્યો છે. જેથી કુંભ રાશિમાં શુક્ર અને શનિનો દુર્લભ સંયોગ બનશે. શનિ 30 વર્ષ બાદ પોતાની રાશિ કુંભ રાશિમાં આવ્યો છે. તેથી કુંભ રાશિમાં 30 વર્ષ પછી શુક્ર શનિ સાથે જોડાશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને શુક્રને મિત્ર ગ્રહો માનવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે શુક્ર અને શનિ બંને વિપરીત પ્રકૃતિના ગ્રહો હોવા છતાં, જ્યારે તેઓ સાથે હોય ત્યારે શુભ પરિણામ આપે છે.

શુક્ર શનિની મદદ કરે છે, જેનાથી શનિની શક્તિમાં વધારો થાય છે. જેનો ઉલ્લેખ બૃહદપરાશર હોરાશસ્ત્રમાં કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આગામી 22 જાન્યુઆરીએ શુક્ર અને શનિનો દુર્લભ સંયોગ રચાશે ત્યારે શુક્ર અને શનિ મળીને વૃષભ, મિથુન સહિત આ 5 રાશિઓ માટે ખૂબ ફાયદાકારક રહેશે.

 આ પણ વાંચો :  Budh Gochar 2023: બુધના ગોચરથી રચાશે 'ભદ્રા' રાજયોગ, આ રાશિના જાતકો પર કિસ્મત થશે મહેરબાન

મેષ રાશિ પર શું થશે અસર?

શુક્રના ગોચરના દરમિયાન મેષ રાશિના 11માં ઘરમાં પ્રવેશ કરશે. તેની શુભ અસર તમારી આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવશે. તમારી ઘણી ઇચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં સુખ અને સુવિધાઓમાં વધારો થશે. આ સમયે તમને પૈસાની બચત અને પૈસા રોકવામાં પણ સફળતા મળશે.

કરિયરમાં તમને કેટલીક તકો મળી શકે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે. તમારું અંગત જીવન પણ ખૂબ જ શાનદાર રહેશે. પ્રેમી યુગલો તેમની લવ લાઈફથી ખૂબ જ સંતુષ્ટ રહેશે. ઉપાય તરીકે દર શુક્રવારે તમારા પર્સમાં ચાંદીનો એક ટુકડો રાખવો.

આ પણ વાંચો :  Shani Amavasya: મૌની અમાસે માત્ર આટલું કરવાથી અશ્વમેધ યજ્ઞ અને એક હજાર રાજસૂય યજ્ઞનું મળે છે ફળ

વૃષભ રાશિ પર શું થશે અસર?

શુક્ર અને શનિના સંયોગથી વૃષભ રાશિના જાતકો પર પણ શુભ પ્રભાવ પડશે. તમારા પ્રયત્નો સફળ થશે. મનોરંજનના ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને ખાસ ફાયદો થશે. તમારો વ્યવસાય ખીલી ઉઠશે અને આગળ વધશે. તમને વ્યવસાયમાં નવી તકો મળશે અને આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નવું વાહન ખરીદવાનું વિચારી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. તમે ઘરની જરૂરિયાતો સાથે સંબંધિત કોઈપણ લક્ઝરી વસ્તુઓ ખરીદી શકો છો. ઉપાય તરીકે હીરાની વીંટી પહેરો.

મિથુન રાશિ પર શું અસર થશે?

શુક્ર તમારી કુંડળીના નવમા ભાગમાં ગોચર કરશે. આર્થિક બાબતોમાં તમારા માટે ફાયદાકારક રહેશે. વિદેશ જવાની કોશિશ કરી રહેલા લોકો માટે આ સમય શાનદાર છે. તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે. બિઝનેસ વધારવા માટે લોન લેવાનું વિચારી શકો છો. વિદેશ યાત્રા પર જવાની તક મળી શકે છે. કામના સંદર્ભમાં તમારે ક્યાંક જવું પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને તમારા શોખ પૂરા કરવાની તક મળશે. તમારા ભાઈ-બહેન સાથેના તમારા સંબંધોમાં પણ સુધારો થશે. ઉપાય રૂપે દર શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કરો અને કમળના ફૂલ ચઢાવો.

સિંહ રાશિ પર શું અસર થશે?

સિંહ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ લાભદાયક રહેવાનું છે. ભાગીદારીમાં વેપાર કરનારા લોકો માટે આ સમય ખૂબ નફો આપશે. આ સમયગાળા દરમિયાન તમને વધુ સારી તકો મળે. નોકરિયાત લોકો માટે આ સમય ખૂબ સારો રહેશે. નવી નોકરીનો પ્રસ્તાવ ગમે ત્યાંથી મળી શકે છે. આ નોકરીમાં, તમે તમારી ઇચ્છિત જગ્યાએ પોસ્ટિંગ પણ મેળવી શકો છો. વિવાહિત લોકોના જીવનમાં ખુશીઓ વધશે. તમે એકબીજા સાથે શાનદાર સમય પસાર કરી શકશો. ઉપાય તરીકે, તમારા બેડરૂમમાં ગુલાબી રંગનો પથ્થર રાખો.

વૃશ્ચિક રાશિ પર શું થશે અસર?

શુક્રનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ શુભ રહેવાનું છે. તમે આ સમય દરમિયાન લક્ઝરી વાહન ખરીદી શકો છો અથવા તમારી સુવિધાઓથી સંબંધિત કોઈપણ માલ ખરીદી શકો છો. તમારું પારિવારિક વાતાવરણ પણ ખૂબ જ સુખદ રહેશે. આ સમય દરમિયાન તમારા વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ થશે અને તમને ભાગ્યનો સાથ મળશે. બિઝનેસ પાર્ટનર સાથે મળીને મોટી પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ શાનદાર રહેવાનો છે. ઉપાય તરીકે દર શુક્રવારે સફેદ અનાજનું દાન કરો.

મકર રાશિ પર શું થશે અસર?

શુક્ર તમારા બીજા ઘરમાં પ્રવેશ કરશે. જે પૈસા, પરિવાર, તમારી વાણી અને બચત સાથે સંબંધ ધરાવે છે. શુક્રના ગોચરની શુભ અસરને કારણે, તમારું બેંક બેલેન્સ વધશે. મકર રાશિના જાતકો પોતાની વાતોથી બીજાને પ્રભાવિત કરી શકશે. નોકરીના સ્થળે તમારા પગાર અને પ્રમોશન વધારવા અંગે વિચારણા થઈ શકે છે. બીજી તરફ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો પણ પહેલા કરતા સારા રહેશે. આ સમયગાળામાં તમને વ્યાવસાયિક જીવનમાં ઉત્તમ તકો મળી શકે છે. તમે પરિવારના સભ્યો અથવા લવ પાર્ટનર સાથે ક્યાંક ડિનર ડેટ પર જઈ શકો છો. સાસરી પક્ષ સાથે પણ તમારા સંબંધો સુધરશે. ઉપાય તરીકે દર શુક્રવારે 108 વાર ઓમ શુક્રાય નમ: મંત્રનો જાપ કરો.
First published:

Tags: Dharam bhakti, Kumbh Rashi, Shani gochar, Shukra Gochar

विज्ञापन
विज्ञापन