Shukra Gochar: ભૌતિક સુખ, વૈભવી જીવન, રોમાન્સ, ગ્લેમરનો કારક ગ્રહ શુક્ર 23 મેના રોજ રાશિ બદલી (Shukra Rashi Parivartan)ને અન્ય રાશિમાં જઈ રહ્યો છે. સોમવાર, 23 મે રાત્રે 08.39 કલાકે શુક્ર મેષ (Shukra Gochar)માં ગોચર કરશે. મીન રાશિમાંથી નીકળ્યા બાદ શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં શુક્ર 23 મે થી 18 જૂન સુધી ગોચર કરશે. ત્યારબાદ 27માં દિવસે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. હાલમાં શુક્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. શુક્ર 27મી એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ્યો હતો. શુક્રનું રાશિચક્ર બદલવાથી તમામ 12 રાશિઓ પર અસર થશે.
આજે આપણે તિરુપતિના જ્યોતિષી ડૉ.કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસેથી મેષ રાશિમાં શુક્રના પ્રવેશને કારણે કઈ 5 રાશિઓના લોકોના જીવનમાં ધન, રોમાંસ વગેરે વૈભવ-વિલાસમાં વધારો થવાનો છે તે અંગે જાણીશું.
શુક્ર રાશિ પરિવર્તનનો કોને થશે લાભ ?
મેષ : શુક્રનો પ્રવેશ મેષ રાશિમાં થઈ રહ્યો છે તેથી શુક્રનું પરિવર્તન આ રાશિના જાતકો માટે સૌથી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાની નવી તકો મળશે. જીવનસાથી સાથે પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે. હાલમાં રિલેક્શનમાં હોય એટલેકે લવ લાઈફ જીવતા લોકોના જીવનમાં રોમાન્સ વધશે.
મિથુન : મેષ રાશિમાં શુક્રનું ભ્રમણ તમારી આવક અને નફામાં વધારો કરી શકે છે. 23 મેથી 18 જૂન સુધી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોત તમારી આર્થિક સ્થિતિને પહેલા કરતા વધુ સારી બનાવવામાં મદદ કરશે. આ રાશિના લોકોના જીવનમાં સંતાન સુખનો યોગ બની રહ્યો છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ સમય દરમિયાન તમારું જીવન વધુ સુખી અને સમૃદ્ધ બનશે.
સિંહ : શુક્રના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના જાતકોનું ભાગ્ય ઉજળું થશે. તમને તમારા કામની કીર્તિ અને ખ્યાતિ મળશે. કરિયરમાં તમને તમારી ક્ષમતા સાબિત કરવા નવી તકો મળશે. કામના આધારે તમે પ્રમોશન મેળવી શકો છો અથવા મનગમતા સ્થાન પર ટ્રાન્સફર પણ લઈ શકો છો. બેરોજગારોની નોકરીની શોધ સમાપ્ત થશે. પ્રોપર્ટી કે રોકાણથી લાભ થશે.
મકર : મેષ રાશિમાં શુક્રનું ગોચર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ઉત્તમ છે. આ રાશિના લોકોના લવ મેરેજ થવાની સંભાવના છે. પરિણીતોના જીવનમાં રોમાંસ વધશે, સંબંધો વધુ મજબૂત અને ગાઢ થશે.
કુંભ : શુક્રનુ રાશિ પરિવર્તન કુંભ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન આપી શકે છે. ફેશન, ગ્લેમર કે મીડિયા સાથે જોડાયેલા લોકોને નવી ઓળખ મળશે. આ સમય દરમિયાન તમે તમારા વર્તન અને વાણીથી અન્ય લોકો પર સારી છાપ છોડી શકશો. ભાઈ-બહેનો સાથે તમારા સંબંધો વધુ મજબૂત રહેશે. તમારે ક્યાંક પ્રવાસ પર પણ જવાનો યોગ બની શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર