Home /News /dharm-bhakti /Shukra Gochar: નવુ વર્ષ શરૂ થતાં પહેલા જ આ 3 રાશિઓને માલામાલ કરી દેશે શુક્ર, બે વાર બદલશે ચાલ
Shukra Gochar: નવુ વર્ષ શરૂ થતાં પહેલા જ આ 3 રાશિઓને માલામાલ કરી દેશે શુક્ર, બે વાર બદલશે ચાલ
ડિસેમ્બરમાં શુક્ર બે વાર ગોચર કરશે
Shukra Gochar December 2022: વર્ષ 2022ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં શુક્ર બે વાર ગોચર કરવા જઇ રહ્યો છે. 5 ડિસેમ્બરે શુક્ર ધનુ રાશિમાં પ્રવેશી ચુક્યો છે. તે બાદ 29 ડિસેમ્બરે શુક્ર મકર રાશિમાં ગોચર કરી જશે.
Shukra Gochar December 2022: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને વૈવાહિક સુખ, આકર્ષણ, ઐશ્વર્ય, સૌભાગ્ય, ધન અને વૈભવનો કારક ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2022ના અંતિમ મહિના ડિસેમ્બરમાં શુક્ર બે વાર ગોચર કરશે.
5 ડિસેમ્બરે શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરી ગયો છે. તે બાદ 29 ડિસેમ્બરે શુક્ર ધનુથી મકર રાશિમાં ગોચર કરશે. તેવામાં વર્ષના અંતે શુક્રના બે રાશિ પરિવર્તન ત્રણ રાશિના જાતકોને માલામાલ બનાવી શકે છે. ચાલો જાણીએ કે વર્ષના અંતે શુક્રના બે વાર ગોચરથી કઇ ત્રણ રાશિના જાતકોને લાભ થશે.
ડિસેમ્બરમાં થનારા શુક્ર ગ્રહના બે ગોચર સિંહ રાશિ માટે લાભકારક સાબિત થશે. આ દરમિયાન સિંહ રાશિના જાતકોને પ્રેમ અને વૈવાહિક જીવનમાં સુધાર જોવા મળશે. સંબંધોમાં શાંતિ અને પ્રેમ જળવાઇ રહેશે. સંતાન તરફથી પણ ખુશખબર મળી શકે છે. તેમને શિક્ષણ અથવા કરિયરના ક્ષેત્રમાં કોઇ મોટી ઉપલબ્ધિ હાંસેલ થઇ શકે છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યાં છો અને સખત મહેનત કરી રહ્યાં છો તો તમને ચોક્કસ સફળતા મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
શુક્ર ગોચર દરમિયાન વૃશ્ચિક જાતકો માટે સમય શાનદાર રહેશે. આ સમયમાં આવકના સ્ત્રોતોમાં વધારો થવાથી તમે પૂરતું ધન બચાવવામાં સક્ષમ રહેશો. સાથે જ જો તમારુ કોઇ કામ કોઇ કારણસર અટવાયેલુ છે તો હવે તે કામ ફરીથી શરૂ થઇ જશે અને પૂરુ પણ થશે. તમારા ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રાખવુ પડશે. જેનાથી તમે આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરી શકો.
કુંભ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છે જેને શુક્રના બે ગોચરથી લાભ મળશે. આ સમય બચત માટે શ્રેષ્ઠ હશે અને તમે ધન બચાવવામાં સક્ષમ હશો. આવકમાં વધારાથી આર્થિક સ્થિરતા મળશે. દેવામાંથી મુક્તિ મળશે.
ખર્ચમાંથી રાહત મળશે. આ ઉપરાંત આ દરમિયાન તમારા ઘરમાં કોઇ શુભ અથવા માંગલિક કાર્ય પણ થવાની શક્યતા છે. જેનાથી ઘર-પરિવાર અને સભ્યો વચ્ચે ખુશી અને શાંતિનો માહોલ રહેશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર