Home /News /dharm-bhakti /Shukra Asta 2022: નવેમ્બર- ડિસેમ્બરમાં નથી લગ્નનાં મુહૂર્ત, જાણી લો આવી મોટી અડચણ

Shukra Asta 2022: નવેમ્બર- ડિસેમ્બરમાં નથી લગ્નનાં મુહૂર્ત, જાણી લો આવી મોટી અડચણ

નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નનાં નથી મુહૂર્ત

Shukra Asta: હિન્દૂ ધર્મ અનુસાર વિવાહ માટે શુક્ર તારાનું ઉદિત રહેવું ખુબજ જરૂરી છે. કારણ કે શુક્ર તારો 2 ઓક્ટોબરનાં અસ્ત થઇ ગયો છે અને તે 20 નવેમ્બરમાં ઉદય થશે. તેથી આ સમયમાં વિવાહ વર્જિત રહેશે

    Vivah Muhurat in November December 2022: 4 મહિનાનાં ચાતુર્માસ બાદ કાર્તિક માસમાં દેવઉઠી એકાદશીનાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંતી જાગે છે. તેનાં બીજા દિવસે તુલસી વિવાહ થાય છે અને તેની સાથે ચાર મહિનાથી અટકેલાં લગ્ન વિવાહની તિથિ અને મુહૂર્ત ફરી શરૂ થઇ જાય છે. આ વર્ષે 4 નવેમ્બર 2022, શુક્રવારનાં દેવઉઠી એકાદશી છે અને 5 નવેમ્બર શનિવારનાં તુલસી વિવાહ કરવામાં આવશે. તેમ છતાં પણ વિવાહ મુહૂર્તો માટે લોકોને 15 દિવસથી વધુ સમયની રાહ જોવી પડશે.

    વણજોયુ મુહૂર્ત છતા પણ નહીં થઇ શકે વિવાહ-

    તુલસી વિવાહનાં દિવસે અબૂઝ મુહૂર્ત અક્ષય તૃતીયાની જેમ લગ્ન વિવાહ માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર લગ્ન કરી કાય છે. પણ આ વર્ષે આ સંભવ નહીં બને. હિન્દુ ધર્મમાં દરેક કાર્ય માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. વિવાહ જેવાં મહત્વપૂર્ણ અને શુભ કાર્ય માટે શુક્ર ગ્રહની સ્થિતિને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ અનુસાર, વિવાહ ત્યારે જ થઇ શકે છે જ્યારે શુક્ર ગ્રહ ઉદિત હોય. શુક્ર તારાનો ઉદય વિવાહનાં શુભ મુહૂર્ત માટે જરૂરી છે. 2 ઓક્ટોબરનાં અસ્ત થયેલો શુક્ર ગ્રહ 20 નવેમ્બરનાં ઉદિત થશે. શુક્ર તારો ડુબવાને કારણે 20 નવેમ્બર 2022 સુધી વિવાહ નહીં થઇ શકે. આ કારણે આ વર્ષે દેવઉઠી એકાદશી બાદ કેટલાંક વિવાહ મુહૂર્ત છે. કહી શકાય છે. કે, નવેમ્બર 2022 અને ડિસેમ્બર 2022માં વિવાહ માટે કૂલ 8 મુહૂર્ત છે. જો આ મુહૂર્તમાં વાત ન બની તો વિવાહ માટે લોકોએ વર્ષ 2023 સુધી રાહ જોવી પડશે.

    નવેમ્બર 2022માં વિવાહનાં શુભ મુહૂર્ત
    21 નવેમ્બર 2022
    24 નવેમ્બર 2022
    25 નવેમ્બર 2022
    27 નવેમ્બર 2022



    ડિસેમ્બર 2022માં વિવાહનાં શુભ મુહૂર્ત
    2 ડિસેમ્બર 2022
    7 ડિસેમ્બર 2022
    8 ડિસેમ્બર 2022
    9 ડિસેમ્બર 2022

    (Disclaimer:અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. NEWS18 Gujarati આની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन