dharmabhakti: મે 2022નું સમાપન અને જૂન 2022નો પ્રારંભ 29મી મેથી 04મી જૂન સુધીના અઠવાડિયામાં શરૂ થાય છે. આ સપ્તાહ મે મહિનાના 3 દિવસ અને જૂનના 4 દિવસનું બનેલું છે. આ સપ્તાહમાં લગ્ન (Marriage), ગૃહપ્રવેશ (Gruhpravesh), મુંડન, નામકરણ, ખરીદી વગેરે માટે કેટલાક શુભ મુહૂર્ત (subha muhurt) છે. જો તમારે આ સપ્તાહમાં કોઈ શુભ કાર્ય કરવાનું હોય તો તમે આ સપ્તાહનો શુભ સમય અહીં જાણી શકો છો. પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર પાસેથી 29 મેથી 04 જૂન સુધીના શુભ મહુર્ત વિશે જાણીએ.
29 મેથી 4 જૂન સુધીના શુભ મહુર્ત
લગ્ન મહુર્ત 2022
મે અને જૂનના આ સંયુક્ત સપ્તાહમાં લગ્ન માટે માત્ર બે દિવસ જ શુભ છે. સંયોગ અનુસાર શુભ લગ્ન માટેનું એક મુહૂર્ત મે મહિનાના છેલ્લા દિવસે 31 મેના રોજ છે અને બીજું મુહૂર્ત જૂન મહિનાના પ્રથમ દિવસે એટલે કે 1 જૂને છે. તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ એક તારીખ નક્કી કરી શકો છો.
ગૃહ પ્રવેશ મુહૂર્ત 2022
આ સપ્તાહમાં 29 મેથી 4 જૂન વચ્ચે માત્ર એક જ દિવસ ગૃહ પ્રવેશ માટે શુભ છે. જો તમારે આ અઠવાડિયે તમારા નવા ઘરમાં પ્રવેશ કરવો હોય, તો તમે સોમવાર, 30 મેના રોજ સાંજે 05:00 વાગ્યાથી બીજા દિવસે સવારે 05:24 વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે ગૃહ પ્રવેશ કરી શકો છો. જણાવી દઈએ કે, આ દિવસે સોમવતી અમાસ, વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિનો શુભ સંયોગ છે.
મુંડન મુહૂર્ત 2022
મે-જૂનના આ સંયુક્ત સપ્તાહમાં જો તમે તમારા બાળકનું મુંડન કરાવવા માંગતા હોવ તો તેના માટે 4 દિવસ શુભ છે. આ તમામ મુહૂર્ત જૂન મહિનામાં છે. તમે મુંડન સંસ્કાર 1 જૂન, 2 જૂન, 3 જૂન અને 4 જૂનમાંથી કોઈપણ એક દિવસે કરાવી શકો છો.
ખરીદીનું મુહૂર્ત 2022
જો તમારે 29 મેથી 4 જૂન વચ્ચે નવું મકાન, દુકાન, વાહન, પ્લોટ, ફ્લેટ અથવા અન્ય મિલકત ખરીદવાની હોય, તો તેના માટે 31 મે અને 4 જૂનના રોજ શુભ મહુર્ત છે. આ બે દિવસોમાં તમે ખરીદી માટે ટોકનના પૈસા ચૂકવી શકો છો.
નામકરણ મુહૂર્ત 2022
આ સપ્તાહમાં જો તમારે તમારા બાળકનું નામકરણ કરવાનું હોય તો તેના માટે 4 દિવસ શુભ છે. તમે નામકરણ વિધિ 30 મે, 31 મે, 1 જૂન અને 3 જૂનમાંથી કોઈપણ દિવસે કરી શકો છો.
જનોઈ મુહૂર્ત 2022
જો તમે 29 મેથી 4 જૂનની વચ્ચે તમારા બાળક માટે ઉપનયન સંસ્કાર અથવા જનોઈ કરવા માંગો છો, તો તમને જણાવી દઈએ કે આ અઠવાડિયામાં તેના માટે કોઈ શુભ મહુર્ત નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર