Home /News /dharm-bhakti /

લક્ષ્મીને રિઝવવા અપનાવી જુઓ શ્રીફળનો આ આસાન ટુચકો

લક્ષ્મીને રિઝવવા અપનાવી જુઓ શ્રીફળનો આ આસાન ટુચકો

શ્રીફળને પૂજા સ્થાન કે પછી તમે કબાટમાં જ્યાં ધન રાખતા હોવ તે તિજોરી ખાનામાં રાખવા જોઇએ. તેથી માં લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે.

શ્રીફળને પૂજા સ્થાન કે પછી તમે કબાટમાં જ્યાં ધન રાખતા હોવ તે તિજોરી ખાનામાં રાખવા જોઇએ. તેથી માં લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે.

    ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં લક્ષમીની કૃપા હમેશા તમારા પર વરસતી રહે તે માટે ઘણાં ઉપાય આપવામાં આવ્યા છે. ઘર રહેતી પૈસાની તંગી હોય કે પછી ઘણું
    કમાવવા છતાં પૈસો ઘરમાં ન ટકતો હોય તમામ સમસ્યાનો ઉપાય આપણાં શાસ્ત્રમાં છે. જો તે બાબતો જો ધ્યાનથી અનુસરવામાં આવે તો પૈસાની પરેશાની દૂર થઇ શકે છે તથા દરેક મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે.

    લઘુ શ્રીફળ-
    -આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. તેની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. એટલેકે પૂજા સ્થાન કે પછી તમે કબાટમાં જ્યાં ધન રાખતા હોવ તે તિજોરી ખાનામાં રાખવા જોઇએ. તેથી માં લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે.

    1. 11 લઘુ શ્રીફળ માતા લક્ષ્મીના ચરણોમાં મુકો અને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા
    પછી એક લાલ કપડામાં તે શ્રીફળને લપેટી તેને તિજોરીમાં મુકવું, જે બાદ દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.
    2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ શ્રીફળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વખત ऐं ह्लीं
    श्रीं क्लीं મંત્રનો મનમાં જાપ કરવો.

    એકાક્ષી શ્રીફળ
    જ્યોતિષીય ઉપાયોમાં શ્રીફળનો પ્રયોગ પણ કરવામાં આવે છે. શ્રીફળ ઘણા પ્રકારના હોય છે. તેમાંથી એક હોય છે એકાક્ષી શ્રીફળ. માન્યતા મુજબ આ શ્રીફળ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ શ્રીફળને ઘરમાં રાખવાથી ઘનલાભ થાય છે અને સાથે જ, ઘણા પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઇ જાય છે. આ છે તેના ઉપાય

    1. જે ઘરમાં એકાક્ષી શ્રીફળની પૂજા થાય છે, તે ઘરના લોકો પર તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ થતો નથી તથા તે પરિવારના સભ્યોને માન-સન્માન, પ્રતિષ્ઠા અને યશ પ્રાપ્ત થાય છે.

    2. જો કોઇ કેસમાં વિજય પ્રાપ્ત કરવી હોય તો રવિવારના રોજ એકાક્ષી શ્રીફળ પર વિરોધી પક્ષનું નામ લખી, તેના પર લાલ કરેણનું ફૂલ રાખી દેવું અને જે દિવસે
    કોર્ટ જવાનું હોય ત્યારે આ ફૂલને સાથે લઇને જવું. નિર્ણય તમારા પક્ષમાં હોવાના યોગ બની શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Bhakti

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन