અહીં છે પૌરાણિક શારણેશ્વર મહાદેવ મંદિર, જાણો- મહાદેવના ચમત્કારિક પરચા

પૂજારીના પુત્ર અનુસાર, નિસંતાન દંપતીઓ શારણેશ્ચર દાદાની બાધા લઇ સંતાન સુખ પણ મેળવે છે એટલું જ નહીં પથરી કેન્સર જેવા દર્દો ની બાધા પણ લોકો અહીં દાદા પાસે લઈ તેનાથી છુટકારો મેળવતા હોય છે

News18 Gujarati
Updated: March 4, 2019, 7:48 AM IST
અહીં છે પૌરાણિક શારણેશ્વર મહાદેવ મંદિર, જાણો- મહાદેવના ચમત્કારિક પરચા
શારણેશ્વર મહાદેવ
News18 Gujarati
Updated: March 4, 2019, 7:48 AM IST
અલ્લારખા પઠાન - છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી 9 કિલોમીટરના અંતરે આવેલા લઢોદ ગામમાં બિરાજમાન છે શ્રી શારણેશ્વર મહાદેવ. 700થી 800 વર્ષ પહેલા શ્રી શારણેશ્વર મહાદેવ અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે, તો આ મહાદેવ મંદિર પાછળ કેટલીક લોકવાયકા પણ જોડાયેલી છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી થી ૯ કિલોમીટરના અંતરે આવેલ લઢોદ ગામમાં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન શ્રી શારણેશ્ચર મહાદેવ લઢોદ તેમજ તેની આસપાસના ગામોના લોકો અને શિવભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ૭૦૦ થી ૮૦૦ વર્ષ પહેલાં આ શ્રી શારણેશ્ચર મહાદેવ અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન થઈ ભાવિક ભક્તોની બાધા-આખડી પૂર્ણ કરી રહ્યા હોવાનું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળે છે.

એક લોકવાયકા મુજબ રાજા રજવાડાઓના સમયે ૭૦૦ થી ૮૦૦ વર્ષ પહેલાં આ વિસ્તારમાં ફરતા એક સાધુ સંત જેવા વ્યક્તિને અહીંના રાજાએ તેમના વિસ્તારમાં પધારવાનું આમંત્રણ આપ્યું ત્યારે આ સાધુ સંત જેવા દેખાતા વ્યક્તિએ રાજાના મંત્રને સ્વીકાયુઁ તો ખરું પણ તેઓએ એક શરત મૂકી રાજાને કહ્યું કે, તમે આગળ ચાલતા રહો હું તમારી પાછળ આવું છું પાછળ જોતા નહીં રાજા આગળ ચાલતા રહ્યા સંત મહાત્મા પણ આગળ પાછળ ચાલતા રહ્યા પરંતુ રાજાની ધીરજ ખૂટી અને હાલમાં જ્યાં શારણેશ્ચર દાદા બિરાજમાન છે, ત્યાં એક ખૂબ મોટુ પીપળાનું વૃક્ષ હતું ત્યાં રાજા પહોંચ્યા હશે ત્યાં જ તેમની ધીરજ ખૂટી અને તેમની બરોબર પાછળ આવતા સંત મહાત્મા એ પીપળાના વૃક્ષ નીચે જ અદ્રશ્ય થઈ એક શિવલિંગ રૂપે પ્રગટ થયા ત્યારથી આ મંદિર હોય તેમ લાગી રહ્યું છે.

શરૂઆતમાં મંદિર ઘણું નાનું હશે પરંતુ તેનો જીર્ણોદ્ધાર થતા થતા આજે આ ખૂબ સુંદર મંદિર બન્યું છે. ઘણા લોકો આ મંદિર અતિ પૌરાણિક હોવાનું જણાવી તેના પુરાવા રૂપે મોગલ ના રાજ માં મહંમદ બેગડાએ આ શિવ મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હશે ત્યારે દાદાના રક્ષણ માટે ક્ષત્રિયોએ તેનો સામનો કરતા વિરગતી પામ્યા હશે અને એ વિરોની યાદમાં મંદિરના ચોગાનમાં ક્ષત્રિય વીરોના બે પાળિયા રાખવામાં આવેલા છે, જ્યારે મંદિરની પાછળના ભાગે કલાત્મક સાત માળની એક વાવ પણ આવેલી છે. જે વાવ માટે એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા આ વાવમાં ક્યારેય પાણી ખુંટતુ નહોતું આખા ગામને આ વાવમાંથી પાણી પૂરું પાડવામાં આવતું, એટલું જ નહીં અહીંના લોકોના જણાવ્યા મુજબ આ વાવમાં એક જળ દેવીનો પણ વાસ રહેતો અને જ્યારે ગામની સ્ત્રીઓ પાણી ભરવા આવતી ત્યારે પહેલાં વાવમાં પાણી ઉપર વાળ તરતા દેખાય છે કે નહીં જો વાળ દેખાતા હોય તો મહિલાઓ થોડીકવાર રાહ જોઈને બેસતી અને વાળ ખસ્યા પછી વાવમાંથી પાણી ભરતી. સાથે-સાથે વર્ષો પહેલા આ વાવની ઉપર એક રેટ બેસાડવામાં આવેલી જેની સાથે બળદ જોડી તેને ફેરવવાથી વાવમાંથી પાણી બહાર કાઢવામાં આવતું. હજી થોડાં વર્ષ પહેલાં આ વાવ પાસે ઘણા સાપ નાગ નીકળતાં જેમાં એક નાગ નથણી વાળો પણ દર સોમવારે દર્શન આપતો જેના દર્શન કરી પણ લોકો કૃતાર્થ થતા.

હવે શારણેશ્ચર દાદાનાં પરચાની વાત કરીએ તો અહીં પૂજા કરતા પુજારીના પુત્ર અને ગામલોકોના જણાવ્યા મુજબ, કોઈપણ બાળકને કરોડિયા થયા હોય જન્મથી ખોડખાપણ રહી હોય તો એ ખોડખાપણ વાળું ચાંદીનું અંગ બનાવી માટે દાદાને ચઢાવવાની બાધા રાખવાથી એ ખોડખાપણ પણ દૂર થાય છે. નિસંતાન દંપતીઓ શારણેશ્ચર દાદાની બાધા લઇ સંતાન સુખ પણ મેળવે છે એટલું જ નહીં પથરી કેન્સર જેવા દર્દો ની બાધા પણ લોકો અહીં દાદા પાસે લઈ તેનાથી છુટકારો મેળવતા હોય છે. કહેવાય છે કે આ વિસ્તારના ખેડૂતોને અકાલ નો અહેસાસ થાય ( વરસાદ ન પડતો હોય ) ત્યારે ખેડૂતો અને ગામના લોકો ભેગા મળી દાદાના ગર્ભગૃહમાં પાણી ભરી દાદા ને વિનંતી કરે એટલે ચોક્કસ વરસાદ પડે તેવી માન્યતા પણ છે અને ખેડૂતો તેમના ખેતરમાં જ્યારે પણ પાણીના સ્ત્રોત માટે કુવો ખોદાવે કે બોર કરાવે ત્યારે દાદાનું નામ લઈ કામ શરૂ કરાવે છે અને ચોક્કસ તેમાં ખેડૂત ને સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે આ ખેડૂતો સૌથી પહેલું પાણી શારણેશ્ચર દાદાને ચડાવી પોતાની માનતા પૂરી કરે છે અને આ ખેડૂતો ખેતીમાં પણ દાદાને ભાગીદાર બનાવી ખેત ઉત્પાદનમાં દાદા નો ભાગ રાખે છે આમ, આ વિસ્તારના લોકોમાં ઇષ્ટદેવ તરીકે પૂજાતા શારણેશ્ચર દાદાની નિત રોજ અહીં રહેતા પુજારી દ્વારા સેવા પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે શિવરાત્રી અને શ્રાવણ મહિના દરમિયાન અહીં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી દાદા ની સેવા પૂજા અને દર્શન કરી કૃતાર્થ થતાં હોય છે.

અહીં આખા વર્ષ દરમિયાન ભાવિક ભક્તો દ્વારા ભંડારાનુ પણ આયોજન હોય છે. શ્રી શારણેશ્ચર દાદા ઉત્તરાભિમુખ બિરાજમાન છે તેમની સામે તરફ નજીકમાં પશ્ચિમાભિમુખ શ્રી નારેશ્વર મહાદેવ અને દાદાની પાછળની તરફ પૂર્વાભિમુખ શ્રી જાડેશ્વર મહાદેવ પણ બિરાજમાન થયેલા હોય તેમના પણ મંદિર આવેલા છે. જેના બાંધકામ જોતા પણ તે પણ પૌરાણિક મંદિરો હોવાનું પ્રમાણ મળે છે.
First published: March 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...