છેલ્લા 11 દિવસમાં શિરડી સાંઇ બાબાને 14.54 કરોડનું દાન

મંદિરના પરિસરોમાં દાનપાત્રોમાં કરોડોનું દાન મળ્યું

22 ડિસેમ્બર, 2018 અને 1 જાન્યુઆરી 2019ની વચ્ચે, મંદિરના પરિસરોમાં દાનપાત્રોમાં કરોડોનું દાન આપવામાં આવ્યું હતું.

 • Share this:
  મહારાષ્ટ્રના શિરડીમાં જાણીતા સાઈબાબા મંદિરને છેલ્લા 11 દિવસમાં રૂપિયા 14.54 કરોડનું દાન મળ્યું છે. 11 દિવસનો આ સમયગાળો ક્રિસમસથી શરૂ થયો છે અને નવા વર્ષ સુધી ભક્તોએ આટલા કરોડનું દાન કર્યુ છે. એક અધિકારીએ આ માહિતી આપી. શ્રી સાઇબાબા ન્યાસના ઉપાધ્યક્ષ ચંદ્ર શેખર કદમે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ દેશ ઉપરાંત વિદેશમાં પણ છે.

  8.05 કરોડનું દાન અને ઓનલાઇન 6 કરોડ

  22 ડિસેમ્બર, 2018 અને 1 જાન્યુઆરી 2019ની વચ્ચે, મંદિર પરિસરમાં 8.05 કરોડનું દાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મંદિર ટ્રસ્ટને દાન, ડેબિટ / ક્રેડિટ કાર્ડ, ચેક, ડિમાન્ડ ડ્રાફના માધ્યમથી 6 કરોડ રુપિયા મળ્યાં છે.

  15 લાખ રુપિયાની સોના-ચાંદીની સામગ્રી દાન

  દાનમાં 15 લાખ રુપિયાની સોના-ચાંદીની સામગ્રી પણ મળી. આ ઉપરાંત અમેરિકા, બ્રિટન, મલેશિયા, સિંગાપુર, જાપાન અને ચીન સહિત 19 દેશોના શ્રદ્ધાળુઓ 30.63 લાખ રુપિયાની વિદેશી ચલણ આપ્યું છે.

  વિદેશી મુદ્રા 3.62 કરોડ

  ઉપાધ્યક્ષે જણાવ્યું કે દાન ઉપરાંત મંદિર ન્યાસને મુલાકાતીઓને આપવામાં આવેલ પેઇડ પાસ અને મંદિર મેનેજમેન્ટથી ઑનલાઇન 3.62 કરોડ રૂપિયાની આવક થઇ છે.
  Published by:Bhoomi Koyani
  First published: