કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૨૧૮મો પટ્ટાભિષેક દિન ઉજવાશે

News18 Gujarati
Updated: November 7, 2019, 10:04 PM IST
કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૨૧૮મો પટ્ટાભિષેક દિન ઉજવાશે
સ્વામિનારાયણ ભગવાન (પ્રતિકાત્મક તસવીર)

શ્રી સ્વામિનારાયણ ભગવાન ૨૦૦ વર્ષ પહેલા જેવા, હિંડોળામાં બિરાજતા હતા,તેવા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવશે.

  • Share this:
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં શુક્રવાર તા. ૮ - ૧૧ - ર૦૧૯ના રોજ પ્રબોધિની એકાદશીના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૧૮ મો પટ્ટાભિષેક દિન, જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૫મી જયંતી, શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૯૦મી દીક્ષા જયંતીની ઉજવણી કરવામાં આવશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી આ અંગે જણાવ્યું હતું કે, તા. ૮ ને શુક્વારએ એકદાશી હોવાથી સવારે ૮ - ૦૦ થી રાત્રીના ૮ - ૦૦ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવામાં આવશે.આજે જીવનપ્રાણ બાપાશ્રી ની જયંતી હોવાથી રાત્રે ૮ - ૦૦ થી ૯ - ૦૦ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ બાપાશ્રીને હિંડોળામાં ઝુલાવવામાં આવશે આ પ્રસંગે મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આરતી ઉતારશે.

કારતક સુદ એકાદશીના દિવસે શ્રી રામાનંદ સ્વામીએ સંવત ૧૮૫૭ ની સાલમાં પીપલાણામાં શ્રી નીલકંઠ વર્ણીને ભાગવતી દિક્ષા આપીને “શ્રી સહજાનંદ સ્વામી” અને “નારાયણ મુનિ” એવા બે મંગળકારી નામો પાડ્યા હતા. - સંવત ૧૮૫૮ માં શ્રી રામાનંદ સ્વામીએ જેતપુરમાં સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીને સોંપી હતી. તેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારતક સુદ એકાદશીની ઉજવણી કરવામાં આવે છે.

આજ દિવસે શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી અબજીબાપાશ્રીનું પ્રાગટ્ય થયું હતું અને શ્રી મુકતજીવન સ્વામીબાપાએ સંતની દીક્ષા ગ્રહણ કરી હતી તેથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં કારતક સુદ એકાદશી મોટો ઉત્સવ ઉજવવાની પ્રણાલિકા છે.

હિન્દુ ચાતુર્માસની પૂર્ણાહુતિ

હિન્દુ ચાતુર્માસ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે.અષાઢ સુદ એકાદશીએ વિષ્ણુ પોઢે છે. તેથી આ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે. અને કારતક સુદ એકાદશી એ જાગે છે તેથી તે એકાદશીને દેવઉઠી એટલે કે, પ્રબોધિની એકાદશી કહેવાય છે.

આજ રોજ ચાતુર્માસનો છેલ્લો દિવસ ગણવામાં આવે છે. વિશિષ્ટ નિયમો લીધા હોય તે પૂર્ણ થાય છે.કારતક સુદ એકાદશી ના રોજ કુમકુમ મંદિરના સંતો - ભકતો નકોરડો ઉપવાસ કરશે અને બારસના દિવસે પારાણાં કરીને હિન્દુ ચાતુર્માસની પૂર્ણાહુતિ કરશે.
First published: November 7, 2019, 9:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading