આજે શ્રાવણની સોમવતી અમાસ અને છેલ્લો સોમવાર, કરી લો સોમનાથ દાદાના live Darshan

Somnath Temple live darshan on Amas 2021: સોમનાથમાં ભાવિકો વર્ચ્યુઅલ કેમેરા પ્રોજેક્ટરથી 360 ડિગ્રીએ શિવલીંગ નિહાળીને જાતે ગર્ભગૃહમાં પ્રવેશી જળાભિષેક કરી શકશે.

Somnath Temple live darshan on Amas 2021: સોમનાથમાં ભાવિકો વર્ચ્યુઅલ કેમેરા પ્રોજેક્ટરથી 360 ડિગ્રીએ શિવલીંગ નિહાળીને જાતે ગર્ભગૃહમાં પ્રવેશી જળાભિષેક કરી શકશે.

 • Share this:
  Somnath Temple live darshan on Amas 2021: શ્રાવણનો (Shravan) આજે છેલ્લો સોમવાર (last monday of shravan) છે અને મહિનાનો છેલ્લો દિવસ પણ હોવાથી સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. આ સાથે આજે સોમવાર અને આવતીકાલે મંગળવારે શ્રાવણ મહિનાની અમાસ (somvati amas) છે. 6 તારીખે શ્રાદ્ધ અને 7 તારીખે સ્નાન-દાનની અમાસ છે. આજે સવારથી જ જાણે મેઘરાજા પણ સોમનાથ દાદાને (Somnath temple Live Darshan on Amas) અભિષેક કરી રહ્યાં હોય તેમ ગીર સોમનાથ પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

  આ વખતે શ્રાવણમાં હતા પાંચ સોમવાર

  આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ પણ સોમવારે થયો હતો અને મહિનાનો છેલ્લો દિવસ પણ સોમવાર હોવાનો અનેરો સંયોગ સર્જાયો છે. આ વર્ષે પવિત્ર શ્રાવણ દરમિયાન શિવભક્તોને ભગવાન શિવજીની પૂજા અર્ચના માટે પાંચ સોમવારનો લાભ મળ્યો હતો. શિવાલયોમાં સમગ્ર મહિના દરમિયાન અને ખાસ કરીને દર સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોમાં શિવલિંગને વિવિધ શણગાર કરવામાં આવ્યો હતો. શિવમંદરોને પણ શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ દૂધ અને બિલિપત્ર સહિતના દ્વવ્યોથી શિવલિંગને અભિષેક કરીને મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

  સોમનાથ મંદિરના રવિવાર સાંજના દર્શન


  આજથી સોમનાથ મહાદેવને ભાવિકો જળાભિષેક કરી શકશે

  સોમનાથ મહાદેવ મંદિરમાં શિવને જળાભિષેક કરવાનો તમામ ભાવિકોનો મનોરથ હોય છે. આ માટે સોમનાથ ટ્રસ્ટે વ્યવસ્થા ઉભી કરી છે. સોમનાથ ટ્રસ્ટે ભાવિકો વર્ચ્યુઅલ કેમેરા પ્રોજેક્ટરથી 360 ડિગ્રીએ શિવલીંગ નિહાળી શકાય અને જાતે ગર્ભગૃહમાં પ્રવેશી શિવજીને જળાભિષેક કરી શકાય એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. આજથી ભાદરવી અમાસથી ભાવિકોને આ સુવિધાનો પણ લાભ મળશે. સોમનાથમાં ભાવિકને જાણે પોતે જળાભિષેક કરતા હોય અને તેને શિવજીના આશીર્વાદ મળતા હોય એવી અનુભૂતિ થશે.  આજે સોમવતી અમાસ

  6 સપ્ટેમ્બર, સોમવારના રોજ અમાસ તિથિ સૂર્યોદયના થોડા સમય પછી લગભગ 7.40 કલાકે શરૂ થશે અને આખી રાત રહેશે. એટલે આ દિવસે વ્રત અને પીપળાના ઝાડની પૂજા સાથે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. સાથે જ આ દિવસે અમાસ તિથિમાં થતી દરેક પ્રકારની પૂજા કરવામાં આવી શકશે.  અમાસના દિવસે આટલું જરૂરથી કરો

  • પિતૃદેવને અમાસ તિથિના સ્વામી માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, ધૂપ-ધ્યાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે.

  • અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.

  • આ દિવસે મંત્રજાપ, તપ અને વ્રત કરવાની પરંપરા છે. અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.

  • કોઈ શિવ મંદિરમાં જઇને તાંબાના લોટામાં જળ ભરીને અભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

  • આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

  • જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.

  Published by:Kaushal Pancholi
  First published: