Home /News /dharm-bhakti /Janmashtami 2021: જન્માષ્ટમી ઉપર બની રહ્યો છે દ્વાપર યુગ જેવો સંયોગ, આ દિવસે ન કરો આવી 10 ભુલો

Janmashtami 2021: જન્માષ્ટમી ઉપર બની રહ્યો છે દ્વાપર યુગ જેવો સંયોગ, આ દિવસે ન કરો આવી 10 ભુલો

ભગવાન શ્રી કૃષ્ણની ફાઈલ તસવીર

krishna janmashtami puja vidhi : કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ (janmashtami 2021) ખુબ જ શુભ હોય છે. અને માન્યતા છે કે આ દિવસે ભક્તોની બધી મનોકામનાઓ પુરી થાય છે. જોકે, આ દિવસે ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ.

વધુ જુઓ ...
shree krishna janmashtami 2021: શ્રી કૃષ્ણા જન્માષ્ટમી (krishna janmashtami) ઉપર આ વખતે દ્વાપર યુગ (dwapar yug) જેવો સંયોગ બની રહ્યો છે. શ્રીકૃષ્ણનો જન્મ (loard krishna birth) ભાદ્ર કૃષ્ણ અષ્ટમી તિથિના રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં મધ્ય રાત્રીએ થયો હતો. આ વર્ષે જન્માષ્ટમી ઉપર આવો જ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે જન્માષ્ટમી સોમવારે, 30 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કે જન્માષ્ટમી ઉપર ભગવાન કૃષ્ણના શ્રદ્ધાળુઓએ કઈ ભુલો કરવી ન જોઈએ.

કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ખુબ જ શુભ હોય છે. અને માન્યતા છે કે આ દિવસે ભક્તોની બધી મનોકામનાઓ પુરી થાય છે. જોકે, આ દિવસે ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ.

ભગવાન શ્રી હરીની પીઠના દર્શન ન કરવા જોઈએ કારણ કે આનાથી આપણા પુષ્ણ કર્મનો પ્રભાવ ઓછો થઈ જાય છે. અને અધર્મ વધે છે. એટલે કૃષ્ણની પીઠ જોવાથી પુષ્ણ ઓછું થાય છે. આ પાછળ પણ એક પૌરાણીક કથા છે. ભગવાન કૃષ્ણના હંમેશા મુખ તરફથી દર્શન કરવા જોઈએ.

જે લોકો આ દિવસ વ્રત રાખે છે તેમને રાતના 12 વાગ્યા પહેલા પોતાનું વ્રત ન ખોલવું જોઈએ. નિર્ધારિત સમયથી પહેલા વ્રત ખોલવાથી તમારી ઉપાસના અધુરી રહી જાય છે. માણસને તેનું ફળ મળતું નથી.

જન્માષ્ટમીના દિવસે ભુલથી પણ તુલસીના પત્તા તોડવા ન જોઈએ. ભગવાન વિષ્ણુને કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. માન્યતા અનુસાર તુલસી ભગવા વિષ્ણુને અત્યંત પ્રિય છે. એટલા માટે તુલસીના પત્તા તોડવા શુભ માનવામાં આવતા નથી.

જે લોકો જન્માષ્ટમીનું વ્રત રાખતા નથી તેમને પણ આ દિવસ ચોખા ન ખાવા જોઈએ. એકાદશી અને જન્માષ્ટમીના દિવસે ચોખા અને જવમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિના જાતકો માટે સપ્તાહ છે આકરી મહેનતવાળું, જાણો રાશિફળ

ભગવાન કૃષ્ણના જન્મોત્સ ઉપર લસણ, ડુંગળી અથવા કોઈપણ અન્ય તમાસિક ભોજન ન લેવું જોઈએ. આ દિવસે ઘરમાં માંસ અને દારુ ન લાવવું જોઈએ.

આ દિવસે ભુલથી પણ ગાય ઉપર અત્યાચાર ન કરવો. ભગવાન કૃષ્ણને ગાય ખુબ જ પ્રિય છે. કાહ્ના બાળપણથી જ ગાયો સાથે રમતો હતો. એવી માન્યતા છે કે જે પણ ગાયની પૂજા કરે છે તેને શ્રીકૃષ્ણના આશિર્વાદ મળે છે.

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભુલીને પણ કોઈનો અનાદર ન કરવો જોઈએ. ભગવાન કૃષ્ણ માટે અમીર અથવા ગરીબ દરેક ભક્ત એક સમાન છે. કોઈપણ ગરીબનું અપમાન કરવાથી શ્રીકૃષ્ણ નારાજ થઈ શકે છે.

જન્માષ્ટમીના દિવસ વૃક્ષોને કાપવું પણ અશુભ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ બધી વસ્તુઓમાં વશે છે. બની શકેતો આ દિવસે વધારેમાં વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. આનાથી પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે.

જન્માષ્ટમી દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય હોય છે. આ દિવસે પવિત્ર મન-તનથી ભગવાનની પૂજા કરવી જોઈએ.
First published:

Tags: Janmashtami 2021, Janmashtami festival, Krishna Janmashtami

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો