અમદાવાદમાં યોજાયો શ્રી ગુસાંઈજી પ્રગટોત્સવ અને "હિલગ' ગ્રંથ વિમોચન

આ પ્રસંગે આચાર્ય રણછોડલાલજી મહોદય (શ્રી અભારણ બાવા) રચિત ગ્રંથ "હિલગ' નો ભવ્ય વિમોચન સમારોહ પણ યોજાયો હતો.

આ પ્રસંગે આચાર્ય રણછોડલાલજી મહોદય (શ્રી અભારણ બાવા) રચિત ગ્રંથ "હિલગ' નો ભવ્ય વિમોચન સમારોહ પણ યોજાયો હતો.

  • Share this:
અમદાવાદ: જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પુત્ર આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી -શ્રી ગુસાંઇજીનો 503 પ્રગટોત્સવ તાજેતરમાં શહેરની મુખ્ય વલ્લભપીઠ -ગોસ્વામી હવેલી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે આચાર્ય રણછોડલાલજી મહોદય (શ્રી અભારણ બાવા) રચિત ગ્રંથ "હિલગ' નો ભવ્ય વિમોચન સમારોહ પણ યોજાયો હતો. શ્રી પ્રભુની પ્રેમલક્ષણા ભક્તિને વરેલા વ્રજના ગોપીજનોની અંતરસ્થિતિને વર્ણવતા વ્રજભાષાનાં 108 પદ-કીર્તન ગુજરાતી ભાવાનુવાદ સાથે આ ગ્રંથમાં આલેખાયેલા છે. આ કીર્તનોને પ્રેમભક્તિની વિવિધ અવસ્થાઓ અનુસાર 9 વિભાગોમાં વિભાજન કરીને ગ્રંથને વિશિષ્ટતા પ્રદાન કરવામાં આવી છે.

આ ગ્રંથ વિમોચન અસારવા બેઠકના આચાર્ય ગોસ્વામી શ્રી વ્રજનાથજી મહારાજની અધ્યક્ષતા અને જામનગર મોટી હવેલીના પુષ્ટિમાર્ગીય આચાર્ય શ્રી હરિરાયજી મહારાજશ્રી, ઇસ્કોન-અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી યશોમતિનાનંદાસજી, સાંસદ પરેશ રાવલ, મહારાષ્ટ્ર ભાજપના પ્રેસિડેન્ટ માધવી બુટા, એડીજીપી (ગાંધીનગર) વિનોદકુમાર મલ્લ તથા ગુજરાત સ્ટેટે કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

First published: