શ્રાવણ પૂર્ણિમા - રક્ષાબંધન, જાણો - પૂજા, વિધી, માહત્મ્ય

News18 Gujarati
Updated: August 15, 2019, 10:04 AM IST
શ્રાવણ પૂર્ણિમા - રક્ષાબંધન, જાણો - પૂજા, વિધી, માહત્મ્ય
માન્યતા છે કે, વિધી વિધાનથી પૂર્ણિમાનું વ્રતનું પાલન કરવામાં આવે તો, વર્ષ ભર વૈદિક કર્મ કરવાની ભૂલ પણ માફ થઈ જાય છે

માન્યતા છે કે, વિધી વિધાનથી પૂર્ણિમાનું વ્રતનું પાલન કરવામાં આવે તો, વર્ષ ભર વૈદિક કર્મ કરવાની ભૂલ પણ માફ થઈ જાય છે

  • Share this:
હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના રોજ મનાવવાની પરંપરા છે. આ વખતે શ્રાવણ પૂર્ણિમા આજ અને કાલ (14-15 ઓગસ્ટ)ના રોજ છે. શ્રાવણ મહિનાની પૂનમને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલુ તપ અને દાન ખુબ મહત્વ રાખે છે. શ્રાવણ પૂર્ણિમાની તીથિ ધાર્મિક દ્રષ્ટીની સાથે વ્યવહારિક રૂપથી પણ ખુબ મહત્વની છે.

શ્રાવણ પૂર્ણિમાનું મહત્વ
શ્રાવણ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાની પૂર્ણ કળા સાથે હોય છે. આ દિવસે પૂજા ઉપાસના કરવાથી ચંદ્રદોષમાંથી મુક્તિ મળે છે, શ્રાવણી પૂર્ણિમાના દિવસે દાન, પુણ્ય મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે સ્નાન બાદ ગાયને ચારો ખવડાવવો, કિડીને, માછલીઓને વગેરે ખાવાનું ખવડાવવાનું ખુબ મહત્વ છે. શ્રાવણી પર્વ દિવસે જનોઈ પહેરનારા ધર્માવલંબી, વચન અને કર્મની પવિત્રતાનો સંકલ્પ લઈ જનોઈ બદલે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજાનું વિધાન હોય છે. વિષ્ણુ-લક્ષ્મીના દર્શનથી સુખ, ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પાવન દિવસ પર ભગવાન શિવ, વિષ્ણુ, મહાલક્ષ્મીવ હનુમાનને રક્ષાસૂત્ર અર્પિત કરવું જોઈએ.

શ્રાવણ પૂર્ણિમાનું વ્રત અને પૂજા વિધી
આ દિવસે રક્ષાસૂત્ર બાંધવાની અથવા બંધાવવાની પરંપરા છે. જેથી લાલ કે પીળા વસ્ત્રમાં સરસો, ચોખા, ચંદન, કેસર અને દૂર્વા(ઘાસ) બાંધી પાણીથી સિંચી તાંબાના વાસણમાં રાખો. આ દિવસે વેદનો અભ્યાસ કરવાની પણ પરંપરા છે. પૂર્ણિમાએ દેવ, ઋષિ, પિત્રૃઓ વગેરે માટે તર્પણ પણ કરવું જોઈએ.આ દિવસે સ્નાન પછી ગાયને ચારો નાખવો, કિડીને, માછલીને લોટ ખવડાવવાનું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, વિધી વિધાનથી પૂર્ણિમાનું વ્રતનું પાલન કરવામાં આવે તો, વર્ષ ભર વૈદિક કર્મ કરવાની ભૂલ પણ માફ થઈ જાય છે.

શ્રાવણમાં રક્ષાબંધનનો તહેવાર
રક્ષાબંધનનો તહેવાર પણ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. રક્ષાબંધન રાખી અથવા રક્ષાસૂત્રનું પ્રતિક છે. આ દિવસે બહેન ભાઈની કલાઈએ રાખડી બાંધે છે. તેમની આરતી ઉતારે છે, તથા તેના બદલામાં ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. ઉપહાર સ્વરૂપ બહેનને ભેટ પણ મળે છે.

પુરાણો અનુસાર, ગુરૂ શ્રાવણ પૂર્ણિમાના પાવન અવસર પર શ્રી અમરનાથની પવિત્ર છડી યાત્રાનો શુભારંભ થાય છે. આ યાત્રા શ્રાવણ પૂર્ણિમાએ સંપન્ન થાય છે. માન્યતા છે કે, શ્રાવણ પૂર્ણિમાએ ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં ગોચરરત થાય છે. તેથી પૂર્ણિમાંત માસનું નામ શ્રાવણ રાખવામાં આવ્યું છે. આ પૂર્ણિમા શ્રાવણ પૂર્ણિમા કહેવાય છે.
First published: August 14, 2019, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading