શ્રાવણ એટલે ગેરૂવા વસ્ત્ર પહેરી કાંવડ લઈ જતા કાવડીયા, લીલી-લીલી બંગડીઓ અને મહેંદી લગાવતી મહિલાઓ, શિવ મંદિરના પ્રાટાંગણમાં દરેક સોમવારે લાગતી લાંબી લાઈન અને બીલી પત્ર, ધતૂરાથી શિવની પૂજા-અર્ચના. દર વર્ષે શ્રાવણનો મહિનો શિવ ભક્તો માટે કઈંક આવા જ અનુભવ લઈને આવે છે. શિવની ભક્તિના નશામાં ડૂબેલા લોકો ભોલે નાથને ખુશ કરવા તમામ પ્રકારના પ્રયત્ન કરે છે. કહેવાય છે કે, શ્રાવણનો મહિનો હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે.
આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 28 જુલાઈથી થાય છે, અને મહીનાનો પહેલો સોમવાર આવે છે 30 જુલાઈએ. આ સમયે મહિલા-પુરૂષ સોમવારનું વ્રત લઈ શકે છે.
હિન્દુ કેલેન્ડર પંચાગ અનુસાર, આ વખતે શ્રાવણ મહિનો 30 દિવસનો છે. જેમાં પાંચ સોમવાર શામેલ છે. સામાન્ય રીતે શ્રાવણનો મહિનો 28 કે 29 દિવસનો હોય છે. જેમાં ચાર સોમવાર હોય છે. જોકે, પાંચ સોમવાર સંક્રાંતીની ગણનાના હિસાબે પૂરા થઈ રહ્યા છે. જ્યારે પૂર્ણીમાના હિસાબે 4 સોમવાર જ હશે.
તમને જણાવી દઈએ કે, દેશના બીજા પહાડી વિસ્તારમાં સંક્રાંતીની ગણનાના હિસાબે ગત 16 જુલાઈથી જ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે.
શ્રાવણ મહિનાનું મહત્વ જેમ કે બધા જાણે છે કે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં કેટલો મહત્વનો છે. પરંતુ તેની મહત્વતા પાછળ એક કહાની છે. કહેવામાં આવે છે કે, ભગવાન શિવે શ્રાવણ મહિનામાં જ માતા પાર્વતીની કઠોર તપસ્યાથી ખુશ થઈને તેમની પત્ની તરીકે સ્વીકાર્યા હતા. શ્રાવણના મહિનામાં ભગવાન શિવ પોતાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં વ્રત રાખતી છોકરીઓને ભગવાન શિવના આશિર્વાદથી મનપસંદ જીવનસાથી મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર