ઉ.ભારતમાં 17 જુલાઈથી શ્રાવણમાસ આરંભ, 30 દિવસમાં બની રહ્યા અદ્દભૂત 10 શુભ સંયોગ

News18 Gujarati
Updated: July 17, 2019, 2:23 PM IST
ઉ.ભારતમાં 17 જુલાઈથી શ્રાવણમાસ આરંભ, 30 દિવસમાં બની રહ્યા અદ્દભૂત 10 શુભ સંયોગ
10 એવી વાતો જે આ વખતે શ્રાવણ માસમાં ખાસ છે

ભોલેનાથ શિવનો મહિમા આ વખતે અનેક અદ્દભૂત શુભ સંયોગ લઈને આવ્યો છે. તો જોઈએ 10 એવી વાતો જે આ વખતે શ્રાવણ માસમાં ખાસ છે.

  • Share this:
ભગવાન શિવને સમર્પિત શ્રાવણ માસ ઉત્તર ભારતમાં 17 જુલાઈ 2019થી આરંભ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનો 15 ઓગષ્ટ સુધી રહેશે. ભોલેનાથ શિવનો મહિમા આ વખતે અનેક અદ્દભૂત શુભ સંયોગ લઈને આવ્યો છે. તો જોઈએ 10 એવી વાતો જે આ વખતે શ્રાવણ માસમાં ખાસ છે.

1 - 125 વર્ષ બાદ હરિયાળી અમાવાસ્યા પર પંચ મહાયોગનો સંયોગ છે

2 - નાગપંચમીનું શુભ પર્વ ભગવાન શિવના વિશેષ દિવસ સોમવારે આવી રહ્યો છે. સોમવાર અને નાગપંચમી બંને દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે, જેથી આ વખતે નાગપંચમીનું વિશેષ મહત્વ છે.

3 - કેટલાએ વર્ષો બાદ 15 ઓગષ્ટે ચંદ્ર પ્રધાન શ્રાવણ નક્ષત્રમાં સ્વતંત્ર દિવસ અને રક્ષાબંધનનો સંયોગ બની રહ્યો છે. રક્ષાબંધનના દિવસે રાષ્ટ્રીય પર્વ હોવાથી દેશભરમાં વિશેષ ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ હશે. રાખી પણ તિરંગા રંગની મળશે.

4 - 17 જુલાઈએ સૂર્ય પ્રધાન ઉત્તરાષઢા નક્ષત્રથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ દિવસે વજ્ર અને વિષ કુંભ પણ બની રહ્યો છે.

5 - આ વખતે પૂરા 30 દિવસનો શ્રાવણ છે, અને આ દરમ્યાન 4 સોમવાર આવશે. આમાં ત્રીજા સોમવારે ત્રિયોગનો સંયોગ બની રહ્યો છે જે વિશેષ ફળદાયી હશે.6 - શ્રાવણ માસના ગ્રહ નક્ષત્ર સંકેત આપી રહ્યા છે કે, આ વખતે ખંડ વર્ષા થશે. દેશના અનેક વિસ્તારમાં રોકાઈ-રોકાઈ વરસાદ થશે. ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ.

7 - 20 જુલાઈના રોજ શુક્ર ગ્રહ અસ્ત થઈ રહ્યો છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમ્યાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નિષેધ છે.

8 - 1 ઓગષ્ટે હરિયાળી અમાવાસ્યા પર પંચ મહાયોગનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગ લગભગ 125 વર્ષ બાદ આવી રહ્યો છે. આ દિવસે સિદ્ધી યોગ, બીજો શુભ યોગ, ત્રીજો ગુરૂ પુષ્યામૃત યોગ, ચોથો સર્વાર્થ સિદ્ધિ યોગ અને પાંચમો અમૃત સિદ્ધિ યોગનો સંયોગ છે. પંચ મહાયોગના સંયોગમાં કુલ દેવી-દેવતા તથા મા પાર્વતીની પૂજા કરવાથી મનોવાંછિંત ફળની પ્રાપ્તિ થશે.

9 - સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની રાત્રીએ નવ કલાક બાદ પંચક શરૂ થઈ રહ્યું છે, જેથી આ પહેલા રાખડી બાંધવી શ્રેષ્ઠ રહેશે.

10 - નાગપંચમીના દિવસે ચંદ્ર પ્રધાન હસ્ત નક્ષત્ર અને ત્રિયોગનો સંયોગ પણ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિયોગ, સિદ્ધિયોગ અને રવિ યોગ અર્થાત ત્રિયોગના સંયોગમાં કાલ સર્પ દોષ નિવારણ માટે પૂજા કરવી ફળ દાયી હશે.
First published: July 16, 2019, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading