Home /News /dharm-bhakti /

શ્રાવણ માસમાં ગ્રહબાધા કઈ રીતે દૂર કરશો? રાશિ પ્રમાણે જ્યોતિષાચાર્યે આપ્યા આ ઉપાય

શ્રાવણ માસમાં ગ્રહબાધા કઈ રીતે દૂર કરશો? રાશિ પ્રમાણે જ્યોતિષાચાર્યે આપ્યા આ ઉપાય

શ્રાવણ માસમાં ગ્રહબાધા કઈ રીતે દૂર કરશો? આ રહ્યા રાશિ પ્રમાણે ઉપાય

પવિત્ર શ્રાવણ માસ (Shravan 2022) ચાલી રહ્યો છે આ વર્ષે પુષ્ય નક્ષત્રથી શરુ થતો માસ શનિ અમાવાસ્યા સાથે પૂર્ણ થશે જે એક વિશેષ સંયોગ છે ત્યારે આ સુંદર વાઈબ્રેશન વચ્ચે જન્માક્ષરને ચોક્કસ પદ્ધતિથી નવી ઉર્જા આપી શકાય છે વળી નડતા ગ્રહો માટે શિવજીનું વિવિધ રીતે પૂજન કરવાથી (shiv puja by rashi in gujarati) ગ્રહોની શાંતિ થાય છે.

વધુ જુઓ ...
    Shravan maas 2022 astrology in Gujarati: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી,
    પવિત્ર શ્રાવણ માસ (Shravan 2022) ચાલી રહ્યો છે આ વર્ષે પુષ્ય નક્ષત્રથી શરુ થતો માસ શનિ અમાવાસ્યા સાથે પૂર્ણ થશે જે એક વિશેષ સંયોગ છે ત્યારે આ સુંદર વાઈબ્રેશન વચ્ચે જન્માક્ષરને ચોક્કસ પદ્ધતિથી નવી ઉર્જા આપી શકાય છે વળી નડતા ગ્રહો માટે શિવજીનું વિવિધ રીતે પૂજન કરવાથી (shiv puja by rashi in gujarati) ગ્રહોની શાંતિ થાય છે.

    જે મિત્રોને કુંડળીમાં સૂર્ય નબળો પડતો હોય અને આત્મવિશ્વાસની કમી જણાતી હોય અને સરકારી નોકરી મળવામાં તકલીફ પડતી હોય તો તાજા ફ્રૂટના રસથી અભિષેક કરવો જોઈએ ચંદ્રને બળવાન કરવા વિવિધ પવિત્ર નદીના જળ ગાયનું દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. મંગળ માટે શેરડીનો રસ કે ગોળવાળું પાણી જયારે બુધ માટે લીલા ફળનો રસ અને ત્રોફાનું પાણી ચડાવવું. ગુરુ માટે પીળા ફળોનો રસ અને કેસર યુક્ત પંચામૃત ચડવું જયારે શુક્ર માટે દહીંમાં સાકાર ઓગાળી ચડાવવી. શનિ માટે કાળા તલ યુક્ત જળ અને રાહુ માટે ચંદન કેસર યુક્ત જળ જયારે કેતુ માટે અષ્ટગંધ યુક્ત જળ ચડાવવું જોઈએ.

    આ પણ વાંચો: Raksha Bandhan 2022: રક્ષાબંધન સુધી આ ત્રણ રાશિઓને પરેશાન કરશે અંગારક યોગ, થઇ જજો સાવચેત

    આ ઉપરાંત રાશિ મુજબ કઈ રીતે શિવ પૂજા કરવી?


    મેષના મિત્રો શુદ્ધ જળમાં ગોળ મેળવીને શિવલિંગને ચડાવે અને લાલ ફૂલ અને કેસર ચડાવી શકે.

    વૃષભ રાશિના મિત્રો શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરે અને સાકાર ધરે

    મિથુન શેરડીનો રસ અને બીલીપત્ર ચડાવે અને મગ અર્પણ કરે.

    કર્ક રાશિ સફેદ ચંદન, ગાયનું દૂધ ગંગાજળ અને પવિત્ર નદીના જળ અને ઘીથી અભિષેક કરે અને ચોખા ચડાવે.

    સિંહના મિત્રો ગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરે.

    કન્યા શેરડીના રસથી અને લીલા ફ્રૂટના જ્યુસથી અભિષેક કરે અને બીલીપત્ર ચડાવે મગ અર્પણ કરે

    તુલા રાશિ અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરે દહીં અને પંચામૃત થી અભિષેક કરે સુગંધી ફૂલો અર્પણ કરે ચોખા ચડાવે.

    વૃશ્ચિક રાશિના મિત્રો પંચામૃત અને ફળોના રસથી ભગવાન શિવજીનો અભિષેક કરે ઘઉં ધરે.

    ધન કેસરયુક્ત ગાયના દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવે ચણાની દાળ ધરે

    મકરના મિત્રો ડાર્ક રંગના ફૂલ અને ગાયના ઘી યુક્ત જળ સાથે કાળા તલથી અભિષેક કરે અડદ ધરે

    કુંભના મિત્રો પણ ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરે અને રંગબેરંગી ફૂલ ચડાવે. અડદ અને કાળા તલ ધરે.

    મીનના મિત્રો અષ્ટગંધ યુક્ત પવિત્ર જળ અને હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરે અને પીળા ફૂલ ચડાવે તથા કૈક મિસ્ટાન્ન અને ચણાની દાળ ધરે.

    આ પણ વાંચો: Raksha Bandhan 2022: રાખડી બાંધતી વખતે 3 ગાંઠ વાળવા પાછળનું મહત્વ, જાણો શું છે રહસ્ય

    લેખક પરિચય: લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 79905 00282 છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Astrology, DharmaBhakti

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन