Home /News /dharm-bhakti /

Lucky plants: જાણો ક્યારથી શરૂ થાય છે શ્રાવણ મહિનો? ત્યારે ઘરમાં આ છોડ લગાવી મેળવો મા લક્ષ્મીની કૃપા

Lucky plants: જાણો ક્યારથી શરૂ થાય છે શ્રાવણ મહિનો? ત્યારે ઘરમાં આ છોડ લગાવી મેળવો મા લક્ષ્મીની કૃપા

આ મહિનામાં મહાદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના જીવનમાંથી તમામ કષ્ટો દૂર કરે છે.

Shravan date 2022: આ મહિનામાં જે પણ જાતકો સોમવારનું વ્રત રાખે છે અને શિવલિંગની પૂજા કરે છે, ભોલે શંકર તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

    અષાઢ પૂર્ણિમા બાદ શ્રાવણ માસ (Savan Month)નો પ્રારંભ થશે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વખતે આ પવિત્ર માસ 29 જુલાઈને શુક્રવારથી શરૂ થાય છે. શ્રાવણને શિવજી (Lord Shiva)નો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં મહાદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના જીવનમાંથી તમામ કષ્ટો દૂર કરે છે.

    માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં દરેક સોમવારના વ્રત અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં જે પણ જાતકો સોમવારનું વ્રત રાખે છે અને શિવલિંગની પૂજા કરે છે, ભોલે શંકર તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ ઉપરાંત વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમે શ્રાવણ મહીનામાં અનેક પ્રકારના છોડ ઘરમાં લગાવી (plant these plants at home in the holy month of sawan) શકો છો. જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તો ચાલો શ્રાવણ મહિનામાં ઘરમાં ક્યા છોડ લગાવી શકાય તે જાણીએ.

    તુલસીનો છોડ

    ઘરના ઇશાન ખુણામાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે શ્રાવણ માસમાં ઘરમાં તુલસીનો છોડ લગાવી શકો છો. આ છોડને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેથી શ્રાવણ મહીનામાં તુલસીનો છોડ અવશ્ય ઘરમાં લગાવો.

    આ ત્રણ રાશિના જાતકો પ્રેમના મામલે હોય છે ખૂબ જ લકી

    કેળાનું ઝાડ

    ઘરમાં કેળાનું ઝાડ વાવવું ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તે નકારાત્મકતાને દૂર કરે છે. આ છોડને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. કેળાના છોડની ગુરૂવારે પૂજા કરવામાં આવે છે. જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારી પર સર્વદા બન્યા રહે છે.

    ચંપાનું ઝાડ

    વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ચંપાનું ઝાડ ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઝાડને તમે શ્રાવણ મહીનામાં લગાવી શકો છો. આ ઝાડ લગાવવાથી તમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચંપાનું ઝાડ તમે ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવી શકો છો.

    રાજયોગ સાથે જન્મે છે આ 3 રાશિનાં જાતકો, જીવનમાં નથી હોતી ક્યારેય ધન-સંપત્તિની કમી

    ધતુરાનો છોડ

    હિંદુ ધર્મમાં ધતૂરાને ભગવાન શિવની પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આ છોડમાં ભગવાન શિવનો વાસ હોય છે. શ્રાવણ મહીનામાં આ છોડને ઘરમાં લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવવાથી ઘરમાં ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
    First published:

    Tags: Dharam bhakti, Shravan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन