ભોલેનાથને પ્રિય છે રુદ્રાક્ષ, ધારણ કરતાં સમયે આ નિયમોનું અવશ્ય કરજો પાલન નહી તો..
ભોલેનાથને પ્રિય છે રુદ્રાક્ષ, ધારણ કરતાં સમયે આ નિયમોનું અવશ્ય કરજો પાલન નહી તો..
રુદ્રાક્ષ
lord shiva rudraksha: ધાર્મિક માન્યાઓ અનુસાર રુદ્રાક્ષ શિવજીનાં આંસુઓથી બને છે. આ ખારણે તે ખુબજ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેનાં ઘણાં ફાયદાઓ છે. તે જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન ભોલેનાથનાં પ્રિય રુદ્રાક્ષ ધારણ કરનાર માટે કેટલાંક નિયમો છે.
ધર્મભક્તિ ડેસ્ક: ધાર્મિક માન્યાઓ અનુસાર રુદ્રાક્ષની ( rudraksha rules) ઉત્તપત્તિ ભગવાન ભોલેનાથનાં આંસુઓથી થઇ છે. ભગવાન શિવને ખુબજ પ્રિય થવાને કારણે રુદ્રાક્ષને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, રક્તચાપ (બલ્ડ પ્રેશર) અને હાર્ટ માટેની તકલીફોમાં તેને ધારણ કરવું ફાયદાકારક છે. આવો જાણીએ રુદ્રાક્ષ (rudraksha dharan karva na niyam) ધારણ કરવાનાં નિયમ.
રુદ્રાક્ષ ધારણ કરવાનાં નિયમ-
ધ્યાન રાખો કે રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે ભોલેનાથના મૂળ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.
રુદ્રાક્ષને અશુદ્ધ હાથથી ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ કારણ કે તે પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રૂદ્રાક્ષને ક્યારેય પણ કાળા દોરામાં ન પહેરવો જોઈએ. તેને હંમેશા લાલ કે પીળા દોરામાં પહેરવું જોઈએ. આ સિવાય તમે રૂદ્રાક્ષને ચાંદીમાં જડીને પણ ધારણ કરી શકો છો.