Home /News /dharm-bhakti /

શ્રાદ્ધ સાથે જ્યોતિષ છે સંકળાયેલું, જાણો કેમ દરેક શ્રાદ્ધ કરવું છે જરૂરી

શ્રાદ્ધ સાથે જ્યોતિષ છે સંકળાયેલું, જાણો કેમ દરેક શ્રાદ્ધ કરવું છે જરૂરી

દરેક સ્વજન પોતાનાં મમત્વને કારણે પોતાની તિથિને દિવસે પોતના પરિવારને ત્યાં દરવાજે આવીને ગોઠવાઈ જાય છે

દરેક સ્વજન પોતાનાં મમત્વને કારણે પોતાની તિથિને દિવસે પોતના પરિવારને ત્યાં દરવાજે આવીને ગોઠવાઈ જાય છે

  શાસ્ત્રી અલ્પેશભાઈ (ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન)

  આપણે જાણીયે છીએ કે, સમસ્ત બ્રહ્માંડ 12 રાશિઓમાં (Zidiac signs) વહેંચાયેલું છે. મેષ રાશિએ સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર (entry)છે. જ્યારે મીન રાશિએ મોક્ષદ્વાર (Exit)છે. નૈસર્ગિક રાશિચક્રમાં મીન રાશિ છેક ઉપર બારમે આવે છે. જે બ્રહ્મલોક અથવા દેવલોક સાથે સંકળાયેલી છે. જ્યારે કન્યા રાશિ છેક નીચે આવે છે જે પિતૃલોક અથવા ચંદ્ર્લોક સાથે સંકળાયેલી છે.

  દર વર્ષે 15મી માર્ચે જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે સૂર્યનો બ્રહ્મસંબંધ થાય છે. આ મહિનામાં સૂર્ય બ્રહ્મલોકમાં પ્રકાશે છે અને મુક્ત જીવો, દેવો વગેરેને પ્રસન્ન કરે છે. આ મહિનો મીનારક ગણાય છે. જે અતિ પવિત્રકાળ હોવાથી લગ્ન જેવાં ભોગવિલાસનાં કર્મો માટે શાસ્ત્રની મનાઈ છે. મીનમાં પવિત્ર થયેલો સૂર્ય નવ પલ્લવીત થઈ મેષમાં ઉચ્ચનો બનીને બહાર આવે છે. તે જ પ્રમાણે 14મી જાન્યુઓરીથી સૂર્ય મકરમાં પ્રવેશે ત્યારથી ઉત્તરાયણ ગતિ શરુ થાય છે. મકરના શૂન્યથી કર્કના શૂન્ય સુધી ઊર્ધ્વલોક કહેવાય છે. કર્કના શૂન્યથી મકરના શૂન્યઅંશ સુધી અધોલોક અથવા દાનવલોક કહેવાય છે. સૂર્ય મકરમાં આવે એટલે દેવપ્રદેશમાં એન્ટ્રી થાય છે અને મીનમાં બ્રહ્મલોકની ચરમસીમા આવે. ધન રાશિ મકર રાશિથી બારમી છે. આ રાશિમાં સૂર્ય આવે ત્યારે સૂર્યની મૂઢાવસ્થા પૂરી થાય છે.

  જેમ જેમ દક્ષિણલોકમાં દાનવ જગત તરફ આગળ વધે તેમ સૂર્ય નિર્બળ બનતો જાય છે અને કન્યા રાશિમાં યમલોક કે પ્રેતલોક કે દાનવ લોકમાં પ્રવેશે છે અને આ એક મહિના દરમ્યાન એટલે કે 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર દરમ્યાન સૂર્ય પરમ હીન અવસ્થામાં દબયેલો હોય છે. તેથી આ મહિનામાં નવરાત્રિ પર્વમાં દાનવોથી રક્ષણ મેળવવા મા જગદંબાની ઉપાસના કરવામાં આવે છે. દિવા/ રોશની દ્વારા સૂક્ષ્મ તત્વોને દૂર રાખવામા આવે છે. કન્યામાં સૂર્ય દાનવલોકમાં રહેતો હોવાથી જ્યારે તે તુલામાં પ્રવેશે છે ત્યારે સાવ નીચ અવસ્થાનો ગણાય છે. આ નીચ નિર્બળ સૂર્ય સાથે જ્યારે ચંદ્ર જોડાય છે ત્યારે ચંદ્રલોક પણ નીચે આવે છે તેથી કાળીચૌદશને દિવસે તમામ પ્રેતો પૃથ્વી ઉપર આવી જાય છે. સૂર્ય જ્યારે ધનમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યને દેવલોકનો સંપર્ક થાય છે અને મકરસંક્રાંતિ પૂર્વેનો મહિનો અતિ પવિત્ર ગણાય છે અને તેથી ધનારક તરીકેનો પવિત્ર માસ સાંસારિક કર્મો માટે નિષેધ ગણાયેલો છે.

  આ પણ વાંચો - તુલસી પત્રનો ગણેશ પૂજામાં ક્યારેય ન થાય ઉપયોગ, જાણો આ પાછળનું કારણ

  હવે સૂર્ય જ્યારે કન્યામાં હોય ત્યારે પ્રેત લોક/ચન્દ્રલોક જાગૃત થાય છે અને સૂર્યમાંથી નિકળતાં શ્રદ્ધા નામનાં કિરણોની સાથે વાયુરુપ આત્માઓ ચન્દ્ર્લોકમાંથી નીચે આવે છે. ભાદરવા સુદ પૂનમથી ચંદ્ર, સૂર્ય તરફ આગળ વધે છે અને ચંદ્રના દરેક અંશ પર રહેતા જીવો તિથિ પ્રમાણે આપોઆપ નીચે આવી જાય છે. દા.ત. ચન્દ્ર લોકમાં પ્રથમ કળાના વિસ્તારમાં રહેતા સૂક્ષ્મ દેહો પૂર્ણિમાએ પૃથ્વી પર આવે છે સોળ કળામાં સોળ શ્રાદ્ધ વહેંચાયેલાં છે. આ બધું આપોઆપ થયા જ કરે છે. બરાબર મધ્યાહ્ને સૂર્ય માથા ઉપર આવે તેમ આ માર્ગ ખુલતો જાય છે. તેથી શ્રાદ્ધ કર્મ બપોરે જ થાય છે. શ્રાદ્ધમાં ખીર કે દૂધપાકનું વધુ મહત્વ છે કારણ કે, ચંદ્રનું આધિપત્ય આ પદાર્થ ઉપર છે.

  આ પણ વાંચો -  મલાઇમાંથી ઘી બનાવ્યાં બાદ વધેલી 'બગરી'નો પણ કરી શકો છો જોરદાર ઉપયોગ, જાણો ટ્રિક્સ

  દરેક સ્વજન પોતાનાં મમત્વને કારણે પોતાની તિથિને દિવસે પોતના પરિવારને ત્યાં દરવાજે આવીને ગોઠવાઈ જાય છે. જોતે દિવસે તેમનું શ્રાદ્ધ ના થયું હોય તો શ્રાપ આપી ને સૂક્ષ્મ દેહે પાછો જતો રહે છે. આ શાપ ઘરની સુખ શાંતિ છિનવી લે છે. આવા પિતૃઓ ફરી પાછા અમાસને દિવસે બારણે આવીને ઉભા રહે છે. તેથી દરેક વ્યક્તિએ સોળ શ્રાદ્ધ અને અમાસને દિવસેનું શ્રાદ્ધ તો ખાસ કરવું જોઇએ. શાસ્ત્રમાં બ્રાહ્મણને જમાડવાનું અથવા સીધુ આપવાનું સૂચન છે. તે ન થઇ શકે તો બની શકે તો પિતૃનું સમરણ કરીને ગાયને જમાડી શકાય. શ્રાદ્ધ હંમેશાં પોતના ઘરે જ થાય. બીજાનાં ઘરે કરવાથી સ્વજનોને શ્રાદ્ધ મળતું નથી.
  જીવનમાં કોઇને કોઇ અભિશાપ કે વેદનાઓથી ઘેરાયેલા વ્યક્તિએ સોળ શ્રાદ્ધ તો કરવા જ જોઇએ.

  (Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી Gujarati news18 પુષ્ટિ નથી કરતા. આ લેખકનો અભિપ્રાય છે.)
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Astrology, Zodiac signs, ખોરાક

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन