Home /News /dharm-bhakti /

પિતૃઓ કોને કહેવાય? શ્રાદ્ધમાં પિતૃઋણમાંથી આ રીતે મેળવી શકો છો મુક્તિ

પિતૃઓ કોને કહેવાય? શ્રાદ્ધમાં પિતૃઋણમાંથી આ રીતે મેળવી શકો છો મુક્તિ

પ્રથમ દેવ ઋણમાંથી મુક્ત થવા માટે દરરોજ દેવદર્શન કરવા ધર્મનું આચરણ કરવું, દેવપુજા કરવી.

પ્રથમ દેવ ઋણમાંથી મુક્ત થવા માટે દરરોજ દેવદર્શન કરવા ધર્મનું આચરણ કરવું, દેવપુજા કરવી.

  શાસ્ત્રી અલ્પેશભાઈ (ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન)

  પિતૃઓ કોને કહેવાય જે દેવલોક પામ્યા હોય બાળક, યુવાન કે વૃધ્ધ, સ્ત્રી કે પુરૂષ કોઈ પણ હોય દેવલોક પામ્યા પછી એમને પિતૃ કહેવામાં આવે છે.

  આપણી ઉપર ત્રણ ઋણ હોય છે (1) દેવ ઋણ (2) ઋષી ઋણ (3) પિતૃ ઋણ. જયારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે કે ગર્ભરુપિ નરકમાંથી મુક્તિ આપો. હું ધર્મનું આચરણ કરીશ એવું વચન આપે છે અને પરમાત્માએ બાળકને જન્મ આપે એટલે પ્રથમ ઋણ દેવનું હોય છે. પછી આવે ઋષીઋણ ધર્મનું આચરણ કેવી રીતે કરવું જીવન કેવી રીતે નિર્વાહ કરવું એ ઋષિમુનિઓ દ્વારા જે સિધ્ધાંતો અને ધર્મ જ્ઞાન, મનુષ્યને પ્રાપ્ત થયું છે એટલે મનુષ્ય જાતિ ઉપર ઋષિઋણ લાગે છે.

  ત્રીજા નંબરમાં આપણા માતા પિતાનું અને મોસાળપક્ષનું પિતૃ ઋણ લાગે છે જે માતા પિતાએ જન્મ આપ્યો.

  હવે ત્રણ ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય?

  પ્રથમ દેવ ઋણમાંથી મુક્ત થવા માટે દરરોજ દેવદર્શન કરવા ધર્મનું આચરણ કરવું, દેવપુજા કરવી. બીજા નંબમાં આવે છે ઋષિ ઋણમાંથી મુક્ત થવા માટે નિત્ય ધર્મ શાસ્ત્રો વેદ પુરાણનુ વાંચન કરવું. આ કરવાથી ઋષિ ઋણમાંથી મુક્ત થવાય છે. હવે છે પિતૃઋણ. પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે ધણા બધા મંતવ્યો છે. પણ ગરૂડપુરાણમાં કહ્યા પ્રમાણે, સૌપ્રથમ તો જયારે મનુષ્ય દેવલોક પામ્યા પછી એની પાછળ અગિયારમાંની અને બારમાં તેરમાની વિધિ કરવામાં આવે છે અને બારમાંના દિવસે પિંડદાન કરવામાં છે અને એક પિંડ ચાંદીના તારથી વેરવામા આવે છે. કારણ કે, જયારે પિંડને વેરાય છે ત્યારે એ આત્મા પિતૃઓમાં પ્રવેશે છે. ત્યારે પૃથ્વી ઉપરના તમામ સંબંધો પૂર્ણ કરે છે અને પિતૃયોનીમાં પ્રવેશ કરે છે હવે શ્રાધ્ધપક્ષ વિશે માહિતી જાણીએ.

  આ પણ વાંચો - શ્રાદ્ધ સાથે જ્યોતિષ છે સંકળાયેલું, જાણો કેમ દરેક શ્રાદ્ધ કરવું છે જરૂરી

  श्रध्यती इती श्राध्धम्
  જે કર્મ પિતૃઓ માટે ખુબ શ્રધ્ધાથી કરવામાં આવે એને શ્રાધ્ધ કહેવાય છે. શ્રાધ્ધ ભાદરવા વદ એકમથી શરૂ થાય અને આસો સુદ એકમના દિવસે પૂર્ણ થાય છે. શ્રાધ્ધ સોળ દિવસના હોય છે. જે દિવસે મનુષ્ય દેહ છોડયો હોય તે દિવસે જે તિથિ હોય એ તિથિ જયારે શ્રાધ્ધ પક્ષમાં આવે એ દિવસે શ્રાધ્ધ કરવું કોઈ મનુષ્યએ પૂનમના દિવસે દેહ છોડયો હોય તો એમનું શ્રાધ્ધ અમાસના દિવસે કરવું. કદાચ કોઈને તિથિ યાદ નથી તો એમનુમ પણ અમાસના જ દિવસે કરવું.

  આ પણ જુઓ -   પિતૃઋણમાંથી મુક્ત થવા માટે ખાસ શ્રાધ્ધ કરવું. પિતૃઓ ત્રણ આશીર્વાદ આપે છે. (1)સંતતિ(2)સંમતિ (3)સંપત્તિ આ ત્રણ આશીર્વાદ પિતૃકૃપાથી પ્રાપ્ત થાય છે. પિતૃઓને સદ્ગતિ માટે તમે તર્પણ પિંડદાન નારાયણબલિ
  પંચબલિ અથવા ભાગવત કથા પારાયણ પણ કરી શકો છો અત્યારે પિતૃપક્ષ ચાલુ છે તો તમે તમારા પિતૃ માટે મહાલયા શ્રાધ્ધ પણ કરાવી શકો છો. બ્રહ્મભોજન પણ કરાવી શકાય છે અને કાગવાસ પણ નાખવો આવા કર્મ કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે.

  (Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી Gujarati news18 પુષ્ટિ નથી કરતા. આ લેખકનો અભિપ્રાય છે.)
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Astrology, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन