ધર્મ ડેસ્ક: ચાર માર્ચે મહાશિવરાત્રિ આવે છે. ભગવાન શિવનાં વિવાહનાં દિવસે મહા મહિનાની વદ પક્ષની ચતુર્દશી આવે છે. શિવપુરાણમાં આ ચતુર્દશી મહાશિવરાત્રિ તરીકે ઉઝવવામાં આવે છે. આધ્યાત્મિક રૂપે આ શક્તિ અને શિવનાં મિલનની રાત છે. આ રાત્રે આધ્યાત્મિક શક્તિઓ અધિક જાગૃત થાય છે. એટલે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, આ રાત્રે ધ્યાન, યોગ અને સાધના વધારવા જોઇએ. આ અવસર પર ઘણાં દુર્લભ સંજોગો બની રહ્યાં છે. જેથી આ દિવસનું મહત્વ ઘણું વધી જાય છે.
આ વર્ષે મહાશિવરાત્રિ સોમવારના દિવસે આવે છે જેને દુર્લભ સંયોગ માનવામાં આવે છે. સોમવારનો સંબંધ ભગવાન શિવ અને તેમના માથા પર બિરાજમાન ચંદ્રમાની સાથે છે એટલે જ તો શિવજીને સોમનાથ પણ કહેવામાં આવે છે. મહાશિવરાત્રિ પર સોમવારનો સંયોગ વિવાહ યોગ્ય યુવક-યુવતીઓ આ અવસર પર શિવજીનો અભિષેક દૂધ અને ગંગાજળથી કરે તો તેમના વિવાહના યોગ વધી જાય છે.
-મહાશિવરાત્રિના અવસર પર શ્રવણ નક્ષત્રનો સંયોગ બને છે. આ નક્ષત્રનો સ્વામી પણ ચંદ્રમાં છે - પ્રતિક ચિહ્ન ભગવાન વિષ્ણુના વામન અવતારનુ ચરણ ચિહ્ન છે. આ નક્ષત્રમાં ભગવાન શિવની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે. -ધન અને સુખની ઇચ્છા રાખનારા શિવભક્તો આ અવસર પર શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરશે તો સમુદ્ઘિ અને ધનવૈભવ વધશે. -આ દિવસે મહાશિવરાત્રિ પર શિવ યોગ બની રહ્યો છે. શિવ યોગમાં શિવજીની પૂજા ઉત્તમ અને શુભફળદાયી માનવામાં આવી છે. -મોક્ષની ઇચ્છા રાખનારા મહાશિવરાત્રિના અવસર પર ભગવાન શિવની પૂજામાં દૂધમાં કેસર ભેળવીને અભિષેક કરવાથી તેમની ઇચ્છા પૂર્ણ થાય છે.. -સુખ-સમુદ્ઘિ માટે ભગવાન શિવને ચોખાનો અર્પિત કરવા જોઇએ જેનાથી આત્માને બળ મળે છે અને તમામ ભયથી મુક્તિ મળે છે.
આ ઉપરાંત મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ઘિ યોગ બની રહ્યો છે જે તમામ પ્રકારના શુભ કર્મોને સફળ બનાવે છે. આ અવસર પર શિવતાંડવ સ્ત્રોત, શિવ સહસ્ત્રનામનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. આરોગ્ય અને બાધાઓની મુક્તિ રુદ્રાભિષેક કરો તો તેના પ્રભાવથી તમારા તમામ કાર્યો સફળ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર