Shitala Satam 2021: શીતળા સાતમના દિવસે આ કથા વાંચવાનો હોય છે અનોખો મહિમા

શીતળા માતાનું માહત્મ્ય ઘણું જ છે. તો ચાલો જાણીએ શીતળા સાતમની પ્રચલિત કથા વિશે.

શીતળા માતાનું માહત્મ્ય ઘણું જ છે. તો ચાલો જાણીએ શીતળા સાતમની પ્રચલિત કથા વિશે.

 • Share this:
  Shitala Satam 2021: પવિત્ર શ્રાવણ માસમાં (shravan) તહેવારોની હારમાળા સર્જાય છે. જન્માષ્ટમીના (Janmasthmi) આગળના દિવસને શીતળા સાતમ (Shitla satam) તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. આજે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવશે. માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે. છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી આજના દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી.

  માતા ઘરના બાળકોને રોગમુક્ત રાખે છે

  સાતમના દિવસે લોકો ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે. સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે, આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરીને સ્વસ્ત રાખે છે. શીતળા માતાનું માહત્મ્ય ઘણું જ છે. તો ચાલો જાણીએ શીતળા સાતમની પ્રચલિત કથા વિશે.

  શીતળા સાતમની કથા

  એક ગામમાં દેરાણી-જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બન્ને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળું હતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી હતી. એક વખત શ્રાવણ માસમાં રાંઘણછઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંઘવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંઘતી હતી. એટલામાં ધોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો.

  આ પણ વાંચો - Shri Krishna Janmashtamii 2021: જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં સામેલ કરો આ વસ્તુઓ

  સવારે ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે, જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે, શીતળા માતા પાસે જઈ પ્રાર્થાના કર બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની વહુ નિકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. બન્ને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મૃત્યું પામતું હતું.  નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, "બહેન તું ક્યા જાય છે?"
  નાની વહુએ કહ્યું, "હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું."

  તલાવડીઓએ કહ્યું કે, બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પુછતા આવજો.

  નાની વહુ ત્યાંથી આગળ વધી.રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. નાની વહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે. વહુએ કહ્યું કે, હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું.

  આખલાઓ કહ્યું કે, અમે એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પુછતી આવજે.

  નાની વહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળને ખંજવાળતાં બેઠાં હતા.

  વહુને જોઈને ડોશીમા બોલ્યા કે, બહેન મારા માથામાં વહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને.

  વહુ દળાયું હતી. તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મુકી જુઓ વીણવા બેસી ગઈ.

  થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે "જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો" આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઊઠ્યો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામાતા છે. આથી તે તેના પગે પડી ગઈ.

  વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પુછ્યું. શિતળા માતા બોલ્યા કે, પૂર્વ જન્મમાં આ બન્ને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક-છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યો કે ગયા જનમા બન્ને દેરાણી-જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા-ખાંડવા દતી ન હતી. આથી આ જન્મમાં બન્ને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પડ છે. તુ આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે.

  નાની વહુ ખુશ થઇને શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતાં તલાવડીઓ પાસે વહુ આવી, તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ.

  આ પણ વાંચો - Ganesh Chaturthi 2021: ક્યારે છે ગણેશ ચતુર્થી, અહીં જાણો તારીખ, મહત્ત્વ અને ઈતિહાસ

  બીજા શ્રાવણ માસમાં રાધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે, હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મઘરાત થતાં શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુ:ખી થવાના બદલે જેઠાણી ઊલટાની ખૂશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નિકળી.

  રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે ?

  જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે, તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા. તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી . આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા.

  તેણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળીયા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. આથી તે રડતી રડતી ઘરે આવી. હે, શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો.
  Published by:Kaushal Pancholi
  First published: