શિરડી સાંઈ બાબા મંદિરમાં કરોડોનું દાન, માત્ર ચાર દિવસમાં અધધધ..ચઢાવો

શિરડીમાં સાઇ બાબાના દરબારમાં ફરી રેકોર્ડ, સમાધિ શતાબ્દી ઉજવણી પર મળ્યું 6 કરોડનું દાન ... 4 દિવસમાં, ભક્તોએ મન મુકીને ચઢાવી ભેટ..

શિરડીમાં સાઇ બાબાના દરબારમાં ફરી રેકોર્ડ, સમાધિ શતાબ્દી ઉજવણી પર મળ્યું 6 કરોડનું દાન ... 4 દિવસમાં, ભક્તોએ મન મુકીને ચઢાવી ભેટ..

 • Share this:
  સાઇ બાબા સમાધિના 100 વર્ષ પૂરા થયા બાદ, સમાધિ શતાબ્દી ઉજવણીમાં શિરડી ખાતે ભક્તોની વિશાળ ભીડ ઉમટી હતી. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ પ્રસંગે મંદિરમાં મોટા પાયે દાન આવ્યું હતું.

  દાનની રકમ એટલી મોટી છે કે મંદિર સ્ટાફને પણ પૈસા ગણતા ગણતા પરસેવો છૂટી ગયો. તાજા આંકડાઓ પર નજર કરવામાં આવે તો કુલ રૂ. 6.66 કરોડનું દાન મંદિરને મળ્યું છે.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલના આંકડા મુજબ 6 કરોડનું દાન સાઈબાબા મંદિરમાં આવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દાન માત્ર 4 દિવસમાં જ આવેલું છે. 6 કરોડ રૂપિયાનો રેકોર્ડ માત્ર ચાર દિવસનો છે.  જો આંકડાઓની વાત કરીએ તો ગયા વર્ષે 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બરના સમયગાળામાં બાબાના દરબારમાં સાડા પાંચ કરોડનો ચડાવો આવ્યો હતો. જ્યારે આ વર્ષે ભક્તોએ રેકોર્ડ તોડ ચઢાવો ચડાવ્યો છે જેને ગણવામાં સ્ટાફનો પરસેવો છૂટી ગયો હતો.

  આ વર્ષે 2018માં શિરડીના સાંઈ બાબા મંદિરને ત્રણ દિવસ સુધી ચાલેલા ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન 6.66 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું જેમાં 438.650 ગ્રામ સોનું અને 9353 ગ્રામ ચાંદી સામેલ હતું. તમને જણાવી દઈએ કે શતાબ્દી સમારોહ 17થી 19 ઓક્ટોબર સુધી ચાલ્યો હતો. 15 ઓક્ટોબર 1918 બાબાએ શિરડીમાં સમાધિ લીધી હતી.
  Published by:Bhoomi Koyani
  First published: