ચમત્કાર! શિરડીમાં સાંઈ બાબાએ આપ્યા સાક્ષાત દર્શન, જાતે બની તસવીર!

સાંઈબાબા ચમત્કાર!

શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. આને ચમત્કાર કહો કે કઈ અન્ય પરંતુ, આસ્થાથી દર્શને ગયેલી હજારો આંખોએ શેરડીમાં દ્વારકામાઈમાં સાક્ષાત સાંઈ બાબાના દર્શન કર્યા

 • Share this:
  શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. આને ચમત્કાર કહો કે કઈ અન્ય પરંતુ, આસ્થાથી દર્શને ગયેલી હજારો આંખોએ શેરડીમાં દ્વારકામાઈમાં સાક્ષાત સાંઈ બાબાના દર્શન કર્યા. કહેવામાં આવે છે કે, સાંઈના દ્વારે દ્વારકામાઈની દિવાલ પર લોકોને સાક્ષાત સાંઈ બાબાની આકૃતિની ઝલક જોવા મળી. એક તરફ ભક્તો આને ચમત્કાર માની આને સાંઈની કૃપા બતાવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો આને માત્ર આંખનો વહેમ બતાવી રહ્યા છે.

  આ ઘટના ગુરૂવાર રાતની છે, રાત્રે સાંઈબાબાના દરબારમાં શયન આરતી થઈ રહી હતી અને ભક્તો આરતીમાં મગ્ન હતા. આરતી બાદ મોટાભાગના ભક્તો જતા રહ્યા અને કેટલાક ભક્તો મુખ્ય પરિસરમાં હતા. રાત્રે સાડા અગિયાર વાગ્યે અચાનક દ્વારકામાઈની દિવાલ પર એક ધુંધલી આકૃતિ દેખાવા લાગી. ભક્તોએ આને સાક્ષાત સાંઈની છબી તહી અને તુરંત સાંઈના જયકારાથી દ્વારકામાઈ ગુંજૂી ઉઠ્યું. વાત તુરંત એક કાનેથી બીજા કાને ફેલાવા લાગી આસપાસ રોકાયેલા ભક્તો દ્વારકામાઈ તરફ દોડ લગાવી અને પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું.

  ભક્તોએ દાવો કર્યો કે, દિવાસ પર સાઈ બાબાની તસવીર દેખાઈ હતી અને ખુદ બાબાનો જ આશિર્વાદ છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર જંગલમાં લાગતી આગની જેમ ફેલાઈ ગયા અને દ્વારકામાઈમાં જબરદસ્ત ભીડ ઉમટી પડી.

  દ્વારકામાઈની દિવાલ પર સાંઈબાબાની છબી દેખાઈ!


  આ ઘટનાની જાણ લોકોને થતા બે દિવસથી ભક્તો શેરડીમા સાંઈબાબાના દર્શને વધુ ઉમટી રહ્યા છે. લોકો દુર દુરથી સાંઈ દરબારે આવતા હોય છે, ત્યારે આ ઘટના જેણે રૂબરૂ પોતાની આંખે જોઈ તે પોતાને ધન્ય માની રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: