કુમકુમ સ્વામીનારાયણ મંદિરે શિક્ષાપત્રીની 193મી જયંતી ઉજવાશે, જાણો - શિક્ષાપત્રીનું માહત્મ્ય

શિક્ષાપત્રીની ૧૯૩મી જયંતી પ્રસંગે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૭-૦૦ થી ૧૦-૦૦ સુધી શિક્ષાપત્રીનું પૂજન- અર્ચન કરવામાં આવશે અને તેના ૨૦૧ સમૂહપાઠ કરવામાં આવશે

News18 Gujarati
Updated: February 5, 2019, 7:53 AM IST
કુમકુમ સ્વામીનારાયણ મંદિરે શિક્ષાપત્રીની 193મી જયંતી ઉજવાશે, જાણો -  શિક્ષાપત્રીનું માહત્મ્ય
કુમકુમ સ્વામીનારાયણ મંદિર - મણીનગર
News18 Gujarati
Updated: February 5, 2019, 7:53 AM IST
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર

શિક્ષાપત્રી સ્વામીનારાયણ ધર્મનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક માનવામાં આવે છે. ભગવાન સ્વામીનારાયણે પોતાના હસ્તે શિક્ષાપત્રી લખી, લોકોને જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ શિક્ષાપત્રિને વસંત પંચમી તા. 10 ફેબ્રુઆરીએ 193 વર્ષ થશે. ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે તા.૧૦-૦૨-૨૦૧૯ ને રવિવારના રોજ શિક્ષાપત્રીની ૧૯૩મી જયંતી પ્રસંગે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૭-૦૦ થી ૧૦-૦૦ સુધી શિક્ષાપત્રીનું પૂજન- અર્ચન કરવામાં આવશે અને તેના ૨૦૧ સમૂહપાઠ કરવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં આ શિક્ષાપત્રીના પઠન અને પાઠન ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. “અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અને જેને વાંચતા આવડતું ન હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવો કોઈ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને એ ત્રણેમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે.”

આ શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહાસુદ પંચમીના રોજ ૧૮૮૨માં વડતાલમાં કરી છે. શિક્ષાપત્રી રૂપી આ અજોડ ગ્રંથ લખાઈને તૈયાર થયો ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જયંતીનું મહત્વ સુવર્ણાક્ષરે અંકિત થયું છેને આજ દિન સુધી સંપ્રદાયના તમામે તમામ નાનાં-મોટાં હરિમંદિરો અને શિખરબંધ મંદિરોમાં વસંત પંચમીના દિવસે સૌ સંતો-ભક્તો શિક્ષાપત્રીના દિવસે તેની ષોશોપચારથી પૂજન કરી સમગ્ર શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકનું પઠન પાઠન કરીને શિક્ષાપત્રીમાંથી માર્ગદર્શન મેળવી પોતાનું જીવન કેમ વધુને વધુ ઉન્નત બને તેની પ્રેરણા મેળવે છે.

શિક્ષાપત્રીનું માહત્મ્ય
કુમકુમ સ્વામીનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીનું માહત્મ્ય સમજાવતા કહ્યું છે કે, આજથી આશરે 193 વર્ષ પહેલાં જે કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, વ્યસન વગેરે સામેના રણ સંગ્રામમાં નિસ્તેજ થઈ ગયેલા અસંખ્ય માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જે ૨૧૨ શ્લોકમાં માર્ગદર્શન આપવા જે માર્ગદર્શિકા આપી તેનું નામ શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત્ ૧૮૮ર મા વસંતપંચમના દિવસે વડતાલમાં લખી હતી.
હિંસા, ચોરી, અસત્ય, વ્યભિચાર, જુગાર વગેરેની ગંદકીમાંથી કૂદીને બહાર નીકળવાનું જોમ માનવામાં આ શિક્ષાપત્રી દ્વારા આપ્યું. સ્વધર્મની કર્તવ્યતા જીવનમાં દ્રઢ કરાવી. નિયમોની પાછળ રક્ષાયેલો સ્વધર્મ પાલનનો એવો સાફ માર્ગ બનાવી આપ્યો કે ક્યાંય ઠોકર ન વાગે અને માણસ એના ઉપર સડસડાટ ચાલતો અધ્યાત્મિક શિખરને આંબી શકે.

આ શિક્ષાપત્રી એ માત્ર સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ માટે જ નથી. પરંતુ વિશ્વપટ પર શ્વાસ લેતા દરેક માનવ માટે છે.

તમને જણાવી દઈએ કે, શિક્ષાપત્રીનો અત્યાર સુધીમાં દેશ-વિદેશની અનેક ભાષામાં અનુવાદ થયો છે.

સરદાર વલ્લભભાઈ પટેલ શિક્ષાપત્રી વિશે વાત કરતા કહ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટ ઉઠાવી લેવી પડે.
First published: February 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...