મણીનગરના કુમકુમ મંદિર ખાતે વસંતપંચમીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન લેખકો ગ્રંથ શિક્ષાપત્રીની 193મી જયંતીની ઉજવણી કરવામાં આવી. વસંતપંચમી હોવાથી કુમકુમ મંદિરમાં - વસંતકુંભનું સ્થાપન કરવામાં આવ્યું, અને 12 x18 ઈંચ ની વિશાળ શિક્ષાપત્રીનું પણ પૂજન કરવામાં આવ્યું.
રવિવારે વસંતપંચમીના હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારથી વસંતપંચમી હોવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વસંતકુંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. અને આ સાથે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની ૧૯૩મી જયંતી હોવાથી અને શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માહિતી આપતા સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આમ, તો શિક્ષાપત્રી ની સામાન્ય રીતે 3 x 3 ઈંચની હોય છે. પરંતુ કુમકુમ મંદિર ખાતે 12x18 ઈંચની વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું. અને ભકતો તેના દર્શનનો લાભ લઈ શકે તે માટે સોને દર્શન કરવાનો લાભ આપવામાં આવ્યો હતો.
આ શિક્ષાપત્રીની વિશિષ્ટતા એ છે કે, આ શિક્ષાપત્રીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને જે સંદેશો પાઠવ્યો છે. તે રંગીન ચરિત્રો સાથે દર્શાવામાં આવેલા છે. સાથે - સાથે આ શિક્ષાપત્રી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આલેખવામાં આવેલા છે. જેથી આજના અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓ પણ તે વાંચી અને વિચારી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની વિશિષ્ટતા અંગે વધુમાં જણાવ્યું હતું કે, આજથી આશરે ૧૯૩ વર્ષ પહેલાં જે કુરિવાજો, અંધશ્રદ્ધા, હેમ, વ્યસન વગેરે સામેના રણ સંગ્રામમાં નિસ્તેજ થઈ ગયેલા અસંખ્ય માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જે ૨૧૨ શ્લોકમાં માર્ગદર્શન આપવા જે માર્ગદર્શિકા આપી તેનું નામ શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત્ ૧૮૮રમા વસંતપંચમના દિવસે વડતાલમાં લખી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલે શિક્ષાપત્રી અંગે કહયું છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોટો ઉઠાવી લેવી પડે.
મહાત્મા ગાંધીજી કહે છે કે, હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે. પણ સ્વામિનારાયણ ધર્મ પ્રસંશનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મને વિષે ઘણું માન છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી એટલે કળિયુગમાં અલ્પબુદ્ધિ, અલ્પશક્તિ, અલ્પ આયુષ્યવાળા માનવી માટે શિક્ષાપત્રી એ અતિ ઉત્તમ ગ્રંથ છે. જેમ દરેક દેશનું બંધારણ હોય છે અને તે પ્રમાણે નાગરીકને વર્તવું પડતું હોય છે, અને જે નાગરીક તે પ્રમાણે વર્તે તો તે સુખી થાય છે. તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ છે.
આ શિક્ષાપત્રી પ્રમાણ જે વર્તે છે તે આલોક અને પરલોકમાં નિશ્ચ સુખી થાય છે. આ રીતે આજથી ૧૯3 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલ શિક્ષાપત્રી સૌ કોઈને જીવન ઉપયોગી થઈ શકે છે. અને એટલે જ આવી અણમોલ શિક્ષાપત્રી રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને મુંબઈના ગર્વનર સર જહોન માલ્કમને ભેટ આપી હતી. - તો તેમણે પણ તેને સાચવીને રાખી હતી અને આજે પણ ઇંગ્લેન્ડની ઓકસફર્ડ યુનિવર્સિટીની બોટ્વીયન લાયબ્રેરીમાં સાચવવામાં આવેલી છે. આજે પણ જે મુમુક્ષુજનો ત્યાં જઈને તેનાં દર્શન કરવા ઈચ્છે છે તેને તે શિક્ષાપત્રીનાં દર્શન પણ કરાવવામાં આવે છે. તેથી જ આજે શિક્ષાપત્રી ગરીબોનાં નાનાં ઝૂંપડાંથી માંડીને સારાય વિશ્વમાં ફેલાયેલી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર