Home /News /dharm-bhakti /Shattila Ekadashi 2023: આવતી કાલે ષટતિલા એકાદશી, આ પાંચ ઉપાય કરવાથી થશે ગરીબી દૂર
Shattila Ekadashi 2023: આવતી કાલે ષટતિલા એકાદશી, આ પાંચ ઉપાય કરવાથી થશે ગરીબી દૂર
ષટતિલા એકાદશી
Shattila Ekadashi 2023 Upay: ષટતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા, ઉપાસના અને તેમની કથાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે ષટતિલા એકાદશી 18 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે તલના 5 ઉપાય કરીને તમે તમારી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. તમામ એકાદશીમાં ષટતિલા એકાદશીનું પણ ખૂબ જ મહત્વ હોય છે. દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખે ષટતિલા એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, આ એકાદશી 18 જાન્યુઆરી, 2023, બુધવારના રોજ આવે છે. જે વ્યક્તિ ષટતિલા એકાદશીનું વ્રત રાખે છે તેને પોતાના જીવનમાં દરેક પ્રકારના કષ્ટ અને રોગોથી મુક્તિ મળે છે. આ દિવસે તલના ઉપાય કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. તો ચાલો જાણીએ તે કયા કયા ઉપાયો છે, જે આ એકાદશી નિમિત્તે કરવા જોઇએ.
ન્હાવાના પાણીમાં મિક્સ કરો તલ
જો તમે તમારા આ દુર્ભાગ્યથી મુક્તિ મેળવવા માંગો છો, તો ષટતિલા એકાદશીના દિવસે સ્નાન કરતી વખતે ગંગાજળના થોડા ટીંપા અને થોડા તલને તમારા પાણીમાં ભેળવીને સ્નાન કરો. આ પછી ધ્યાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમને લાભ મળશે.
તલનું ઉબટન લગાવો
શરીરમાંથી તમામ પ્રકારના રોગો દૂર કરવા અને સ્વાસ્થ્ય મેળવવા માટે ષટતિલા એકાદશી પર તલનું ઉબટન લગાવવું ખૂબ લાભકારી માનવામાં આવ્યું છે. તેના ઉપયોગથી શરદી નથી થતી અને શરીરમાં ગરમી આવે છે.
તલથી કરો હવન
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેના આશીર્વાદા મેળવવા માટે ષટતિલા એકાદશીના દિવસે તલ દ્વારા હવન કરો. આ હવનમાં પાંચ મુઠ્ઠી તલનો ઉપયોગ કરો. સાથે જ 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરો.
ષટતિલા એકાદશીના દિવસે પંચામૃતમાં તલ મિક્સ કરી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવો. આ ઉપાયથી દુર્ભાગ્ય દૂર દૂર જાય છે. આ ઉપરાંત પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવવા, દક્ષિણ દિશા તરફ મુખ મેળવી પૂર્વજોને તલનું પાણી ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થશે.
ષટતિલા એકાદશીના દિવસે ભોજન બનાવતી સમયે તેમાં તલ જરૂરથી ઉમેરશો. આ ભોજનને સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પિત કરો. તેમને ભોગ લગાવો અને ત્યાર બાદ જ તમે તેનું સેવન કરો.